________________
ઉપકાર ૪૫૫ વધારે શામળી થઈ હતી. મુકુંદને વાન ખીલ્યો હતો. કોલેજના ભણતરથી તેનું રૂપરંગનું આકર્ષણ વધ્યું હતું. ઘણી રૂપાળી છોકરીઓ સાથે મુકુંદ ભળતો. . આવા બધા સંજોગોમાં મુકુંદ કોઇની સાથે પ્રેમ કરી બેસી મણીને પરણવાની ના જ પાડી દે તે દીકરીને ભવ બગડી જાયને ! આ ખ્યાલથી મણીના પિતા અકળાતા અને અવારનવાર લગ્ન પતાવી દેવા માટે દાવ અજમાવ્યા કરતા. લગ્ન પતાવવા માટે હિન્દુ સમાજમાં અનેક દાવપેચ ખેલવા પડે છે.
હવે તે તમે મુકંદને સમજાવો તે સારું.” મણીના પિતાએ એક વખત ચીમનભાઈને કહ્યું.
શી બાબત ?” ચીમનભાઈએ પૂછ્યું—“ લગ્ન બાબત.” “એ ના પાડે છે !”
“ના, સાફ ના તે નથી કીધી, પણ આવું ઠેલ્યા કરે છે. ગઈ વસંતપંચમીએ લગ્ન નક્કી કરવા વિચાર હતો તે કહે કે, હું વીસ વર્ષના થઉં તે પહેલાં મારે નથી પરણવું.”
“તેમાં શું છેટું છે ?” ચીમનભાઈએ પૂછ્યું.
“આજકાલ ના છોકરાઓને ભરોસે નહિ ને! ક્યાંક છટકી જ બેસે છે ? તે પછી આપણી સ્થિતિ કેવી કફોડી ?”
“એ બાબત હું મારાથી બનતું કરીશ.” કહી ચીમનભાઈ ગયા.
મુકુંદની દિધાવૃત્તિ પણ મૂંઝવનારી હતી. એક તરફથી તેના મનમાંથી બચપણમાં જોયેલ મણું માટેનું આકર્ષણ શમ્યું ન હતું. પોતાનાં માબાપને નાખુશ કરવાનું પણ તેને ગમતું નહતું. બીજી તરફથી તેને જુદી જુદી દિશાએથી મણની કાળી ચામડીની વાત
વારનવાર કહેવામાં આવતી. મકન્ડ કંઇ નિર્ણય કરી જ શકય ન હતો. તેને જોઈતી હતી શકતલા, અને એ પામવા માટે મણીને તરછોડવી પડે તે એને ગમતું ન હતું.
હમણાં હમણાં તે તેના એક સંબંધીને ત્યાં જતો. તેમને રૂપાળી દીકરી હતી. મુકુન્દને તે વેવિશાળનાં જૂનાં જાળાં તોડી નાખવાનું સમજાવતા.
મુકુન્દ વીશ વર્ષને થે. વળી લગ્નની વાત નીકળી. મુકુન્દ બી. એ. થઈ ગયા પછી પરણવાનું કહ્યું. - હવે તો તેના સસરાને જમ્બર ભય લાગ્યો. તેમણે ચીમનભાઈને સાધ્યા અને ચીમનભાઈ ઊપડયા મુકુન્દ પાસે.
તમે ” ચીમનભાઈએ શિષ્ટાચારની વાતો પતાવી મૂળ મુદ્દા પર આવતાં કહ્યું, “જૂનો સંબંધ મૂકી દેવાનો વિચાર તો નહીં જ કરતા હે.”
મેં એવું કંઈ નક્કી નથી કર્યું,” મુકુંદે કહ્યું, “પણ એ સંબંધના જાળામાં હું ગોઠવાઈ જવા ય નથી માગતો.”
એ સંબંધ તમારા વિકાસમાં અડચણરૂપ બને એમ તમને લાગે છે?” ચીમનભાઈએ પૂછ્યું.
“એ તે કેમ કહી શકું? પણ જેને પૂરી જોઈ નથી, જાણું નથી તેની દ્વારા પ્રેરણું તે કેમ જ પામીશ?મુકદે કહ્યું.
તમારી દૃષ્ટિ મૂકી સામાની દૃષ્ટિને જોવાની તમને કંઈ જરૂર લાગે છે ખરી ?” હું કાઈન ય અન્યાય કરવા નથી માગતો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com