________________
૪૫૪ - સુવાસ : માર્ચ ૧૯૪૧
“બેટા તારે ગામ જવાનું છે.” એક દિવસ મુકુંદના બાપાએ તેને બોલાવીને કહ્યું. “તમારી સાથે ને ?” મુકુંદે પૂછ્યું.–“ના.” બાપાએ કહ્યું. “ત્યારે મારાં બા સાથે ?” “ના, તેની સાથે પણ નહીં.” બાપાએ કહ્યું.
મુકુંદ જોઈ રહ્યો. બા કે બાપા બેમાંથી કેઈ સાથે ન હોય તો તેનાથી ગામ જવાય જ કેમ ?
“ચીમનભાઈની જોડે તારે સાસરે જવાનું છે.” “ ત્યાં શું કામ ?” મુકુંદે-દશ વર્ષના મુકુંદે શરમાતાં પૂછ્યું. “મણુની મેટી બેનનાં લગ્ન છે. તારી સાસુએ તને આગ્રહ કરીને તેડાવ્યું છે.” * મુકુંદ શરમાઈ ગયો.
કેટ-પેન્ટ-હેટ પહેરી મુકુંદ સાસરે પહોંચે ત્યારે સે તેની આસપાસ ફરી વળ્યાં. તેના જેવડાંએ તેની સાથે દેસ્તી બાંધવાની ઈચ્છા દર્શાવી. તેનાથી નાનાએ તેની પાસેથી પાઈ પૈસો મેળવવાની આશા રાખી. તેનાથી મેટેરાંઓએ તેનાં ખીસાં પિસાથી ભરી દીધાં.
આ બધો વખત એક શામળીશી નાની છોકરી બધાંથી દૂર રહી મુકુંદને જોયા કરતી. “મુકુંદ,” ચીમનભાઈએ મણી તરફ આંગળી ચીંધી કહ્યું, “ઓળખી એને ? એમણું.” મુકુંદ શરમાઈ ગયા. મણી હસીને જતી રહી. ચીમનભાઈ મણના વધારે નજીકના અને મુકુંદના જરા દૂરના એમ બંનેના સગા હતા. પછી તે બધાં લગ્નની ધમાલમાં પડયાં.
શરમાળ મુકુંદ જ્યાં જ્યાં મણીને દેખતે ત્યાંથી દૂર નાસતે. પણ મણ જબરી તોફાની હતી. તે મુકુંદની પાછળ પડી હતી. કયાંય પણ મુકુંદ પાંચ મીનીટ બેઠો હોય ત્યાં મણી આવી પહોંચતી અને મુકુંદને ઊભા થઈ જવું પડતું.
એક વખત એવી રીતે છટકવા જતાં મુકુંદને પગ કશાકમાં અટવાયો અને તે પડી ગયો. તેનાં કપડાં ધૂળધૂળ ભરાઈ ગયાં. પિતે ઊભો થઈ પિતાનાં કપડાં પરથી ધૂળ ઝાપટે એ પહેલાં તે મણુએ રાડારાડ કરી મૂકી, “દેડ, દેડો, એ પડી ગયા !”
મણથી મુકુંદનું નામ ન લેવાય, તેમ જ તેને બેઠે ન કરાય, પણ મુકુંદ પડી જાય તે બૂમે પાડી બધાને મદદ કરવા તેં બેલાવાય ને? વડીલે ભેગાં થઈ ગયાં. બધાં હસ્યાં અને મુકુંદ વધારે છે ભલે પડયો.
મુકુંદ અને મણુને આ પ્રથમ પરિચય. - પછી તે વર્ષો વીત્યાં. સત્તરમે વર્ષે મુકુંદ મેટ્રિક પાસ થયે.
મણું પંદર વર્ષની થઈ હતી. મણના પિતાએ લગ્ન બાબત ઉતાવળ કરવા માંડી. મુકુંદ હવે બાળક ન હતો. પિતાની મેળે તે વિચારી શકતો. લગ્ન અને પરીણિત છવન બાબત પણ તેણે ચોક્કસ ખ્યાલે બાંધી લીધા હતા.
હજી બે વર્ષ સુધી મારે લગ્ન નથી કરવાં.” મુકુંદે કહેવડાવી દીધું. બંને વેવાઈઓએ મુકુંદને સમજાવવા પ્રયત્ન કરી જોયો, પણ તે ફાવ્યા નહીં.
દીકરીના બાપને ઉતાવળ થતી હતી, પણ મુકુંદ બાળલગ્નના ફંદામાં ફસાઈ પોતાનું જીવન વેડફી દેવા તૈયાર ન હતો.
દીકરીને બાપને ઉતાવળા થવાનું એક બીજું પણ કારણ હતું. મણી મેટી થયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com