________________
૪૫૮ સુવાસ : માર્ચ ૧૯૪૧ હૈય, ભાવના હોય, રૂપ હય, એટલે તે જોવામાં મુકુંદને કંઈ અડચણ ન હોઈ શકે. ધીમે ધીમે તેના આ શેખે ધૂનનું સ્વરૂપ લેવા માંડ્યું. કોઈ પણ ચિત્ર મુકુંદ ન જુએ એ બને જ નહીં.
બજ શોખ કેળવ્યો તેણે ચિત્રોનું આલબમ બનાવવાનો. જયાંત્યાંથી રમ્ય ચિત્રો એકઠાં કરી તે આ આલબમમાં ચટાડતો. આબમમાં નવાણું ટકા ચિત્રો તો સ્ત્રીઓનાં જ હતાં.
- મુકુંદનો આ સૌદર્યશેખ દહાડે દિવસે વધતે ગયો. જે મિત્રની બૈરી રૂપાળી હોય તેની સાથે મુકંદને બહુ બનતું. મણીને તે સીનેમા જેવા સાથે ન લઈ જઈ શકાય, પણ મિત્ર દંપતીને તે તે અવશ્ય સાથે લઈ જતે. ચાલતે ચિત્રે ચર્ચા કરવાની લહેજત ઓર જામતી.
ગાડીમાં મુસાફરી કરવાનું થતું ત્યારે ય મુકુંદ દર સ્ટેશને નીચે ઊતરી, કેઈ ઓળખીતું છે કે નહીં એ જોવાને બાને બૈરાંઓને જોઈ વળતો.
સીનેમા જતાં મુકુંદની આંખને નુકશાન થતું હતું. દિવસભર લખવા વાંચવાનું કામ કર્યા પછી રાત્રેય આંખને આરામ ન મળવાથી આંખો બગડતી હતી. ડોકટરે ઝાઝાં ચલચિત્રો જોવા સામે સાવચેતીના સૂર સુણુવ્યા છતાં ય મુકુંદ પોતાને વિસામો ત્યજી દેવા તૈયાર ન હતા.
એક વખત મણુએ ય કહ્યું, “હમણાં સીનેમા જવાનું બંધ કરો તે?” કેમ?” મુદે પૂછ્યું –“તમને આરામની જરૂર છે.” મણીએ કહ્યું. કલાત્મક ચિત્રો જોતાં મારા ચિત્તને આરામ મળે છે.” “પણ આંખને આરામ દેવા થોડા દિવસ ઘેર જ રહે તે ?”
અને તારા મેઢા સામે જોયા કરું?”
મુકુંદના એ ભયંકર કટાક્ષે મણીને ચૂપ કરી દીધી. આ પ્રસંગ પછી દંપતીનાં દિલ વધારે અળગાં થયાં.
સાસુ-સસરા પાસે મણીનું ખૂબ જ માન હતું. એ મણીને ચાહતાં. પણ દીકરે પુત્રવધુ સાથે જે અળગાપણું દાખવતા તેથી તેમને બહુ દુઃખ થતું.
એક વખત મુકુંદ કઈ ગામથી પાછા ફરી રહ્યો હતો. તેની ટેવ મુજબ સ્ટેશન આવતાં તે ગાડી જેવા ઊતર્યો, પણ તેને ડબો લેટર્ફોમની બહાર ઊભેલ હેઈ મુકુંદને પગ લથડી ગયો અને તે નીચે પડતાં તેને પગ ભાગ્યો. - મુકુંદને ડાળીમાં ઘેર લાવ્યા. હાડવૈદે હાડકું ભાગ્યાનું કહી ચાર મહિના સુધી પાટા બંધાવવાની જરૂર જણાવી.
પાટા બંધાવી પથારીમાં પડી રહ્યા સિવાય મુકુંદ માટે બીજો કોઈ રસ્તો જ ન હતા. શરૂઆતમાં થોડા દિવસ તો બધાં મુકુંદની પાસે ને પાસે જ ઘૂમતાં, અને તેને કોઈ જાતની અગવડ ન થાય તેની ખૂબ જ કાળજી રાખતાં. પણ મુકુંદને પાટો તે ઝાઝા દિવસ ચાલ્યો, જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ ઘરનાં લોકોને મુકુંદને પાટે સ્વાભાવિક લાગવા માંડે. સૌ પિતા પોતાનાં કામમાં લાગી ગયાં. મુકુંદ પાસે બારે પિર ને બત્રીસે ઘડી ઊભા રહેવાની જરૂર હવે તેમને ન જણાઈ.
મુકુંદ પાસેથી ખસી નહીં એક માત્ર મણી. ઘરનું કામ તે કરતી હોવા છતાં સદાય તે મકંદની બાજુમાં જ રહેતી. મુકંદને હોઠ ફફડે તે પહેલાં તે મણીનું શરીર વળતું. રાત્રે મણું સૂતી હશે કે નહીં તે ય કહી શકાતું નહીં. મુકુંદને જરા હાથ હાલે ત્યાં તે તે ખાટલા પાસે ઊભી જ હોય. મુકુંદ આંખો ખોલે કે તરત જ મણી એની સેવામાં લાગી ગઈ હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com