________________
૪૫ર સુવાસ માર્ચ ૧૪૧ મુસોલિનીને જોયો હતો અને તેની બુદ્ધિ-શક્તિ માટે તે માન ધરાવતો હતો. તેણે તરતજ મુસોલિનીને બોલાવ્યો અને તેને ઈટલીને મહામંત્રી બનાવ્યો ત્યારથી ઇટલીમાં મુસોલિનીનું અને ફેસીસ્ટ પક્ષનું જોર જામ્યું અને રાજા પડછાયા જે જ બની રહ્યો.
છતાં જગત ધારે છે એટલી હદે વીકટર ઈમેન્યુઅલ રમકડું નથી. ઈટલીના વિકાસ માટે તેણે મુસોલિનીને સરમુખત્યાર બનવા દીધો છે પણ ઇટાલિયન પ્રજાના હદયમાં તેનું સ્થાન એવું અમર છે કે તે ધારે તે મુસલિનીને ઉથલાવી શકે તેમ છે. મુસલિની પણ આ સ્થિતિ બરાબર પિછાને છે. ૧૯૨૬માં ફેસીસ્ટ દળે જયારે વીકટર મેન્યુઅલનું ખૂન કરી મુસોલિનીને રાજા બનાવવાનું કાવત્રુ ઘડયું ત્યારે કાવત્રાને સખતમાં સખત સજા કરી મુસલિનીએ રાજાની ક્ષમા માગેલી. ' રાજા પણ મુસલિનીની કિંમત આંકી શકે છે. છેલ્લા બે દશકામાં મેસેલિનીએ ઈટલી માટે જે કર્યું છે તે તે વીસરી શકે તેમ નથી. તેણે મુસલિનીને અનેક પ્રસંગે અણુના વખતે મદદ પણ કરી છે. યુવરાજ ઉબર્ટી અને સેનાપતિ બેડેક્ષીઓ મુસલિનીને ધિક્કારતા. પણુ રાજાએ તે ત્રણે વચ્ચેનો સંબંધ સુધારવાને પોતાની બધી જ લાગવગ અને શક્તિને ઉપયોગ કરેલો. એબીસનિયાના યુદ્ધ પ્રસંગે ઈટલીને મળતા તેલનો પુરવઠો અટકાવવાની બ્રિટનની યોજના જયારે સફળ નીવડવાની તૈયારીમાં હતી ત્યારે પિતાના પાટવીકુંવરના સાળા બેજિયમપતિ લિયે પિલ્પને પોતાના પક્ષમાં રાખી તેણે બ્રિટનના આર્થિક થેરાને નિષ્ફળ બનાવે.
ઈટાલિયન પ્રજા મુસોલિનીને સન્માને છે, પણ વીકટર ઈમેન્યુઅલને તે પૂજે છે. મેસેલિની સાથે તેને સંબંધ રાજદ્વારી છે; ઈમેન્યુઅલ સાથે સંબંધ એતિહાસિક અને હાર્દિકે છે. હિંદી પ્રજાને માટે જેમ વિક્રમ તેમ ઈટાલિયન પ્રજાને માટે ઈમેન્યુઅલ એ નામ ભક્તિમંત્ર સરખું બન્યું છે. ઇમેન્યુઅલ ફીલબર્ટ પ્રજાને આદર્શ વીર નીવડે; વીકટર ઇમેન્યુઅલ પહેલાએ પ્રજાને ખાતર ગાદી તજી; વિકટર ઈમેન્યુઅલ બીજાએ ઈટલીને સંયુક્ત, સ્વતંત્ર ને સુખી બનાવ્યું. ને વીકટર ઈમેન્યુઅલ ત્રીજાએ મુસલિની સમાં રાષ્ટ્રવીરને માર્ગ આપે, ગત મહાયુદ્ધમાં ઈટલીને વિજયમાર્ગે દોર્યું, જગતનાં મહારાજ્યોમાં તેને પ્રથમ દરજજો અપાવ્યો.
મુસોલિનીની ઓસ્ટ્રિયા-જર્મની સાથેની મિત્રતા પ્રત્યે ઈમેન્યુઅલને પૂરતે આદર નથી, પણ એક રાજદ્વારી સાંગિક પરિણામ તરીકે તે તેને ચલાવી લે છે. ફ્રાંસ સાથે વિગ્રહ તેને કોઈ પણ રીતે પસંદ નહોતે. મહિનાઓ સુધી તેણે મુસોલિનીને રોકી રાખ્યો. પણ એક બાજુએ કાંસ કેટલાક ઈટાલિયન દાવાઓ સંતોષવામાં નિષ્ફળ ગયું અને બીજી બાજુએ ફલેન્ડર્સ ને કર્કના વિજયોએ જર્મન શક્તિનો પરિચય કરાવ્યો ત્યારે પિતાના દેશના હિતને ખાતર તેણે ક્રાંસ સામે શસ્ત્ર નહિ ઉપાડવાના ૧૯૩૮ના પિતાના નિર્ણયને ફેરવી તો ને ઈટલીએ વિગ્રહમાં ઝંપલાવ્યું.
પરંતુ વિગ્રહમાં ઈટલીની સ્થિતિ જર્મની જેવી પ્રબળ નથી, તેમજ તે તેવી બનવાને સંભવ પણ નથી. જર્મન પ્રજાનું બધું જ ધાર્મિક, માનસિક ને શારીરિક બળ એક હીટલરમાં જ કેન્દ્રિત થયું છે, જ્યારે ઈટલી જુદા જુદા પક્ષમાં વહેંચાઈ ગયું છે. વિકટર ઇમેન્યુઅલ મુસલિનીને ટેકે આપતા હેવા છતાં રાજસત્તાવાદીઓ માને છે કે મુસોલિની રાજાના તેને ઢાંકી રહ્યો છે ને પરિણામે તેમને મુસલિની પ્રત્યે પૂરતો આદર નથી. યુવરાજ ઉબર્ટ અને જનરલ બેડેશ્તીઓને મુસલિનીએ ઊંચામાં ઊંચા લશ્કરી દરજજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com