________________
૪૪૬ સુવાસ : માર્ચ ૧૪૧ સુમાત્રામાં પહોંચી ગયા. ઇ. સ. ૧૫૦૦ની શરૂઆતમાં આ પ્રમાણે ઈસ્લામ ધર્મ જાવાસુમાત્રાને કિનારે ઊતરવાથી તરત જ હિંદુધર્મની પડતી થઈ ગઈ. જાવા-સુમાત્રામાં ઇસ્લામ ધર્મને ખૂબ પ્રચાર થતાં હિંદુ રાજ્યસત્તા જડમૂળથી ઉખડી ગઈ. મુસલમાન બાદશાહોના સમયમાં કેટલાક આરબ તથા મુસલમાન વ્યાપારીઓ મલબારથી સીલેન રસ્તે થઈને જાવા ગયેલા. તેઓએ પાછળથી-ઈ. સ. ૧૫૦૦ પછી તેજાનાને વ્યાપાર હાથ કરીને મલયદિપના એક હિંદુરાજાને મુસલમાની ધર્મમાં આણી તેનું નામ મહમદશાહ પાડયું હતું. ઈ. સ. ૧૫૯૬માં ડચલકે એ જાવા-સુમાત્રાને કિનારે પાવન કર્યો. હિદુ તથા ઇસ્લામી રાજાઓને બળના જોરે નમાવીને ડચ લેકેએ ઇ. સ. ૧૬૪૬માં પોતાનું રાજ્ય જાવામાં સ્થાપ્યું હતું. ઈ. સ. ૧૮૧૨થી ૧૮૧૬ સુધી અંગ્રેજોએ પણ ત્યાં રાજ્ય કર્યું હતું, પરંતુ ૧૮૧૪ના લંડનના તહનામાં મૂજબ એ મુલક ડચકાને પાછો સ્વાધીન કરવામાં આવ્યા હતા.
સંસ્કૃત શબ્દ યવ ઉપરથી અપભ્રંશ થઈને જાવા’ નામ બન્યું છે. સુમાત્રા, સેલીબીસ. અને બેનિયાની સરખામણીમાં જાવાપિ કે છેક નાનું છે, તે પણ સંપત્તિમાં તે સૌથી ચડિયાત છે. હિંદુ, ચીના, મુસ્લીમ, ડચ, અંગ્રેજ અને સમગ્ર યુરોપની પ્રજાને આકર્ષવાર જાવાટાપુ ૬૨૨ માઈલ લાંબા અને ૧૨૧ માઈલ પહોળો છે. “મધુરાદ્વિપ’ સહિત તેનું ક્ષેત્રફળ ૫૦ ૫૫૪ ચોરસ માઈલ એટલે કે મદ્રાસ ઇલાકાના ત્રીજા ભાગ જેવડું છે. ઇ. સ. ૧૮૭૮માં જાવાની વસતી ૧૯૦૬૭૮૨૯ માણસની હતી. સને ૧૯૦૧ની વસતી-ગણત્રી પ્રમાણે તે વધીને ૨૯૦૦૦૦૦૦ માણસોની થઈ જાવાનો ફળદ્રુપ પ્રદેશ સહેલાઈથી ગુજરાન ચલાવી શકાય તેવો હોવાથી આજે તેની વસતી ઘણી વધી ગઈ છે. જાવામાં પર્વતોની લાંબી હારો આવેલી છે. તેમાંના કેટલાક જવાલામુખી પણ છે. અર્જુન, રાવણ, સુમેરૂ, ગંતુર વગેરે નામો ધરાવનારા પર્વત લાંબી હારોમાં પથરાયેલા છે. ઇ. સ. ૧૮૪૩માં જ્વાલામુખી ‘ગતુર” ફાટતાં ભારે નુકશાન થયું હતું. સુરકર્તા, ભગવંતા, સરયુ, વંતા, તેજુરૂ વગેરે નદીઓની નહેર જાવાની ભૂમિને રસાળ તથા ફળદ્રુપ બનાવે છે. જાવામાં ‘રસમાલા” નામનું એક ઝાડ ૧૦૦ ફીટ ઊંચું હોય છે. હાલમાં જાવામાં ઊંચા વર્ગની ભાષા “ક્રમો' [Crome] છે, જ્યારે હલકાવર્ગની ભાષા “કે” [Ngoko] છે. સંસ્કૃતભાષા તથા હાલની જાવાનીસ ભાષાના શબ્દનું બંધારણું લગભગ સરખું છે. જાવા-સુમાત્રાના પ્રાચીન કવિરાજેએ આર્યાવર્તની ગંગા અને જમના નદીઓના સુંદર પ્રદેશનું રસમય વર્ણન કરીને સંસ્કૃત ભાષાના શબ્દો વધારે પ્રચલિત કર્યા હતા. ‘બ્રતયુદ’ [ભારતયુદ્ધ], રામાયણ, ઘટોત્કચ્છગ્રિય, પંચતંત્ર, કરસનયાન વગેરે શબ્દોની મૂળભાષા સંસ્કૃત જણાય છે. શેરીભ્રમ [શ્રીભૂમિ, પંકાલિંગમ [પદકલિગમ ], સૂરબય સિરભય], ૫સુરનમ [પશુરવ], બેલિગો [પ્રભુલિંગમ ], જેગોર્ન ગિીકર્તા], મેદીન મેદિનિ), કેદીરી કિદારિ], મદુરા વગેરે પ્રાંતનાં નામો મૂળ સંસ્કૃત ભાષામાં પ્રચલિત થયાં હતાં, જ્યારે આજે જાવાનીસ ભાષામાં લય પામી ગયાં છે.
જાવા-સુમાત્રાના મલયદિપમાં આજથી બે હજાર વર્ષો પહેલાં દક્ષિણહિંદના રાજયકર્તાઓએ પોતાનાં સંસ્થાની સ્થાપીને, લગભગ હજાર વર્ષો સુધી એકધારું રાજય ભગવાને જવા-સુમાત્રાને પોતાની જન્મભૂમિ બનાવી હતી. જાવા-સુમાત્રા સાથેને આપણે પ્રાચીન ગાઢ સંબંધ આપણે જેમ વીસરી ગયા છીએ તેમ બે હજાર વર્ષો પહેલાં હિન્દુસ્તાનમાંથી જાવા-સુમાત્રા ગયેલા આપણા દેશબાંધવો દેશને સાવ ભૂલી ગયા છે.*
* “The Commonweal ''માંને “The Ancient Hindu Colonies " નામક અંગ્રેજી સાહિત્ય પરથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com