________________
ઈટલીને હૃદયદેવવીકટર ઈમેન્યુઅલ
ચીમનલાલ
સેય રાજવંશનો મુગટ જ્યાં લગી મારા મસ્તકે મુકાય છે, ત્યાં લગી ઈટલી ફાંસ સામે શસ્ત્રો ધારણ નહિ કરે'–૧૯૩૮ના સપ્ટેમ્બરમાં ઇટલીના તાજધારી વીકટર ઈમેન્યુઅલ ત્રીજાના મુખમાંથી સરેલા આ શબ્દો યુરોપીય ઈતિહાસ, ઇટાલિયન પરિસ્થિતિ અને ચાલુ મહાયુદ્ધનાં અનેક સ્વરૂપ પર પ્રકાશ ફેંકે છે.
સમ્રાટ રૂડોલ્ફની સેનામાં હલ્બર્ટ નામે એક સરદાર હતો. તેની સેવાથી ખુશ થઈ સમ્રાટે તેને સેયે પરગણાનો જાગીરદાર (કાઉન્ટ બનાવ્યો (ઈ. સ. ૧૦૨૭). તે પ્રસંગે સેય–રાજવંશનાં મૂળ નંખાયાં.
હલ્બર્ટના વારસોએ ઉત્તરોત્તર પ્રગતિ સાધવા માંડી. સમરભૂમિ પર તેજસ્વિતા દાખવી તેઓ આસપાસને પ્રદેશ કબજે કરવા લાગ્યા. ૧૪૧૬માં પીડમેન્ટ પરગણુને સેયમાં ભેળવી દઈ તેમણે એક નાનકડું રાજ્ય બનાવ્યું. પાટનગર તરીકે તેમણે યુરીન (પીડમેટ)ને પસંદગી આપી. તેઓ હવે જાગીરદારને બદલે ઠાકર (યુક) તરીકે ઓળખાવા લાગ્યા. - પણ સેયનું ભૌગોલિક સ્વરૂપ ઘણું જ કઢંગુ હતું. સ્પેન, ફ્રાંસ ને ઑસ્ટ્રિયન શહેનશાહના વચગાળે આવેલું હોઈ તેની સ્થિતિ સિંહ, વાઘ ને વરૂ વચ્ચે ઘેરાયેલા ઘેટા જેવી થઈ પડતી. એકની સાથે મીઠાશ જાળવે તે બીજે વિફરે, ને બીજાને પંપાળે તે ત્રીજાની આંખોમાં લાલાશ ઊભરાય. ત્રણે શહેનશાહતો સાથે સેયના ઠાકોરો સગપણથી જોડાયા પણ પરિસ્થિતિમાં તલપૂર પણ સુધારો ન થયો. ઠાકર ચાર્લ્સ ત્રીજાએ ઔસ્ટ્રિયા સાથે મીષ્ટતા કેળવવાનો પ્રયાસ કરતાં જ તે ફ્રાંસની હમદર્દી ગુમાવી બેઠે. ને ઈ. સ. ૧૫૭૬માં કાંસે પાટનગર યુરીન સાથે સેયનો પ્રદેશ જીતી લીધે. ન્યાયી તરીકે યશસ્વી બનેલ ચાર્લ્સ ત્રીજાને પિતાની જાગીર પણ તજવી પડી.
પરંતુ ચાર્લ્સને પુત્ર ઇમેન્યુઅલ ફોબર્ટ એક તેજસ્વી સેનાપતિ અને કુશળ રાજનીતિજ્ઞ નીવડ્યો. તેણે સ્પેનની હમદર્દી મેળવી એટલું જ નહિ, સ્પેનના સમ્રાટનો તે માનીત બન્યો. સંટ કન્ટીનના યુદ્ધમાં ફ્રેન્ચો પરના વિજયે તેને સમસ્ત યુરોપના મહાનમાં મહાન સેનાપતિ તરીકેની કીર્તિ અપાવી. ફ્રેન્ચ સમ્રાટે તેને પિતાના પુત્ર સમાન લેખ્યો; મદભરી ફેન્ચ રાજકુમારી માર્ગરેટને તે પ્રિયતમ બને.
તેને પુત્ર ચાટર્સ મેન્યુઅલ પણ તેના જેટલો જ પરાક્રમી નીવડા. પિતાની યુદ્ધ નિપુણતાથી તેણે ફ્રાન્સ અને સ્પેનના રાજવીઓને ધ્રુજાવ્યા. ત્યારથી, અસ્તવ્યસ્ત થઈ ગયેલી ઈટાલિયન પ્રજાએ સેયના રાજવંશ પર આશાની મીટ માંડી. ( ૧ આ નરવીરની રોમાંચક જીવનકથાને જગવિખ્યાત વાર્તાકાર ડૂમાએ પિતાની “Page of the Duke of savoy' નામે રસિક નવલકથામાં અમર બનાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com