________________
- જવા-સુમાત્રા -૨૫ પણ જાવા–સુમાત્રા ગયા હતા. તેમણે ત્યાંના મૂળવતનીઓને હરાવીને પ્રથમ સત્તા જમાવી હતી. આદિત્ય સંવતની પહેલાં દક્ષિણ હિંદુસ્તાનને સુમિત્ર’ નામનો એક હિંદુ રાજા “સુમાત્રા' ગયો હતો. તેણે ત્યાંના મૂળ વતનીઓને હરાવીને ત્યાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. “સુમિત્ર’ રાજાના નામ પરથી એ દ્વિપનું નામ “સુમાત્રા' પડયું. સુમિત્ર રાજાને વિજય નીરખીને આદિત્યધર્મ રાજાની આગેવાની હેઠળ એક હિંદુ ટોળી જાવાના બેટ પર ઉતરી પડી. એ રીતે ઈ. સ. ૭૫માં સુમાત્રામાં સુમિત્ર રાજાની અને ઈ. સ. ૭૮માં જોવામાં આદિત્યધર્મ રાજાના રાજ્યની સ્થાપના થઈ. આ પ્રમાણે ધીમેધીમે જાવા-સુમાત્રા હિંદુસ્તાનનું એક સંસ્થાન બની ગયું. જવા-સુમાત્રામાં થઈ ગયેલા તમામ રાજ્યકર્તાઓનો ઈતિહાસ મળતું નથી, પણ શિલાલેખ તથા મંદિરે પરથી ત્યાં કયા કયા રાજવીઓ ક્યારે ક્યારે થઈ ગયા તે પર પ્રકાશ પડે છે.
ઉપર કહી ગયા તે પ્રમાણે ઇ. સ. ૭૮માં જાવામાં આદિત્યધર્મ નામે રાજા રાજ્ય કરતો હતો. તે બ્રાહ્મણ ધર્મ પાળતો હતો. પૂર્ણવર્મા નામક એક વિષ્ણુભક્ત રાજા ઈ. સ. ના પાંચમા સૈકામાં રાજ્ય કરતો હતો. ઈ. સ. ૬૭૪માં સીમાદેવી નામની મહારાણીએ પણ જાવામાં રાજ્ય ચલાવ્યું હતું. ઇ. સ. ૭૦૨માં બૌદ્ધધમ રાજા વિજયધર્મ શિવરાજ રાજાને હરાવીને છેડે વખત સુધી પોતાની સત્તા જમાવી હતી. સંજયરાજા ઈ. સ. ૭૩૨માં રાજ્યકર્તા થઈ ગયો. તેના વખતમાં કલા-સાહિત્ય-સંગીત તથા વ્યાપાર હુન્નરની સારી વૃદ્ધિ થઈ હતી. ઇ. સ. ૮રપમાં સિંધુક નામે એક રાજા થઈ ગયો. તેણે “ચંદીધમ નામે એક મંદિર બંધાવ્યું હતું. ઈ. સ. ૧૦૨૦માં પૂર્ણ પ્રભુ નામે રાજા થઈ ગયે. સુમાત્રાનો પ્રજા એને મહારાજ ૨તીદેવતા તરીકે પણ ઓળખાતી હતી. સુમાત્રાના દાણુ પ્રાંતમાં ઈ. સ. ૧૦૩ થી ૧૦૬૦ની વચ્ચે જયભય નામે રાજવી થઈ ગયો. તે સંસ્કૃત ભાષાનો પ્રખર પંડિત હતો. તેના વખતમાં જાવા–સુમાત્રામાં કેળવણી તથા હુન્નર ઉન્નતિના શિખરે પહોંચ્યાં હતાં. ઈ. સ. ૧૧૮૨માં સીંગસ્તરીમાં અંગરક્ષરાજ થયો, પણ તેનું મૃત્યુ તેના પુત્ર અનસ્પતિથી થતાં અનસ્પતિ ગાદીએ આવ્યો. ઇ. સ. ૧૨૯૨માં કાતિનગર નામે રાજવી થઈ ગયો. રાજા કીર્તિનગરને રદનવિજય નામે એક સેનાપતિ હતા. તે કુંપેલની રાણીને પરણ્યો હતો. એ રાણી ચીનના મહારાજ સાથે પરણવાને વચનથી બંધાયેલી હતી છતાં રદીવજય એ રાણીને પરાણે પરણી બેઠે. પરિણામે રદનવિજય તથા ચીનના મહારાજા વચ્ચે મહાયુદ્ધ થતાં, છેવટે રદનવિજ્યને છત મળતાં, તેણે કીર્તિરાજેશ નામ ધારણ કરી રાજયસિંહાસન પચાવી પાડયું હતું. કીર્તિરાજેશે કેટલાંક શેવ તથા બૌદ્ધધર્મનાં મંદિર બંધાવ્યાં હતાં. ત્યાર પછી રાણી જયશ્રી વિષયુવર્ધિનીનું નામ બહાર આવ્યું. જયશ્રીનું લેકપ્રિય નામ રતુકન્યકા હતું. જયશ્રીએ પોતાના આયુષ્યને બધે ભાગ કુમારાવસ્થામાં ગાળ્યા હતા. રાણી જયશ્રી એ જાવાની બીજી મહારાણી હતી. ઈ. સ. ૧૩૫૯થી ૧૩૮૯ સુધીમાં હયવર્ધન નામક રાજાએ રાજ્ય ભોગવ્યું હતું. તેણે બેનિયો [ભરણી અને સંબવા સંભવ] જીતી લઈને પોતાના રાજ્ય સાથે જોડી દીધાં હતાં. આ સિવાય અભ્રવિજય, ઉદાયન, ગજમદ અને અંકવિજય વગેરે હિંદુરાજાઓ થઈ ગયા હતા. છેલ્લા બે રાજાના પુત્રોએ ઈસ્લામ ધર્મને સ્વીકાર કરવાથી તેમણે અનુક્રમે સુલતાન સંપુ અને સુલ્તાન અનામ નામ ધારણ કરીને રાજ્ય કર્યું હતું. ઇ. સ. ના ૧૩મા સૈકામાં હિન્દુસ્તાનમાં મુસલમાનોએ પિતાના રાજયના પાયા ઊંડા નાંખ્યા હતા. પરિણામે કેટલાક મુસલમાન રાજયસત્તાના બળે હિંદુકોનાં વહાણમાં બેસીને ઠેઠ જાવા
૧. આદિત્ય અથવા અજીજ સંવત જાવામાં હાલ પણ પ્રચલિત છે. ઈ. સ. ૭૮માં જોવામાં આદિત્યધર્મ નામે રાજા રાજ્ય કરતા હતા. તેના નામ ઉપરથી તે સંવત સ્થપાયો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com