________________
૪૪૪ - સુવાસ : માર્ચ ૧૯૪૧
વગર રહેતાં નથી. ચંદીશિવ, ચંદીવિષ્ણુ, ચંદીયુદ્ધ, ચંદીજલયુંડ, ચંદીપુત્રીયવ, ચંદીખે રાખદર, ચંદીસીંગસરી, ચંદીપવન, ચંદીસરી[સૂર્ય] વગેરે નામનાં આદ્ધ તથા હિંદુધર્મના મંદિરે આજે ખંડિત હાલતમાં જોવામાં આવે છે. ‘રાખદર'ના મંદિરનું શિલ્પ તથા નકશીકામ અજન્ટા તથા ઈલોરાની ગુફાએ સાથે મળતું આવે છે. દક્ષિણહિંદના દ્રાવિડિયન કારીગરાથી બંધાયેલા એ ‘એરબદર’ના મંદિર જાવા-સુમાત્રામાં પ્રાચીન ભારતીય કલાનું ગૌરવ જાળવ્યું છે, શાકે ૮૬૬ અને ૯૯૬ની વચ્ચે એ ગુફાને મળતાં આવતાં મંદિર બંધાયાં હાવાનું અનુમાન થાય છે. એ વખતે ત્યાં શૈવધર્મનું બહુ જ જોર હતું. ચાલુક્ય કારીગરાથી બંધાયલાં મંદિરે પણ આજે જોવામાં આવે છે. જાવા-સુમાત્રાના પ્રાચીન શિલાલેખા પરથી પણ એ સમયના લેાની પિસ્થિત તથા કલા-હુન્નર પર વિશેષ પ્રકાશ પડે છે. શાકે ૩૯૬ના જેષ્ઠ માસના શુક્રવારે આલેખાયેલા એક લેખ થે!ડા વખત પહેલાં અંગ્રેજ પ્રવાસીઓને પ્રાપ્ત થયા હતા. એ શિલાલેખપરથી એ સમયના રાજા-પ્રજાના ધર્મો પર ઠીક પ્રકાશ પડે છે. દ્રૌપદી, ચિત્રાવતી, તથા ચિતાદેવીને એ લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. શાર્ક ૬૭૪ને ચેંગલપેટને એક લેખ જાવા-સુમાત્રામાં થઇ ગયેલી મહારાણી સીમાની હકીકત પૂરી પાડે છે. શાકે ૬૫૪માં શૈવરાજાએ બંધાવેલાં મંદિરા વિષે પણ એક લેખ છે. શાકે ૭૦૦માં એક ઔદુમંદિર બંધાયાનું એક બીજો લેખ જણાવે છે. આઠમા સૈકાને એક લેખ ત્યાંના વિષ્ણુ ધર્મની વાત કહે છે. તે વખતે ત્યાં સંજય રાજા રાજ્ય કરતા હતા. શાર્ક ૮૫૦ને એક વંગી શિલાલેખ એ સમયની સ્થિતિનું વર્ણન કરે છે. શાકે ૧૩૫૧ના ‘સિનાગસરી' શહેરના એક તળાવપરના લેખ પરથી જણાય છે કે મહારાણી જયશ્રી વિષ્ણુર્ધિનીના મુખ્ય પ્રધાન ગજમઢે આહ્વો અને રોવા માટે ત્યાં સ્મશાન બંધાવી આપ્યું હતું.
ઈ. સ. પૂર્વે ૧૭ની સાલમાં 'કુલિંગ'૧ દેશમાંથી કેટલાક હિંદુ પ્રથમ વઠ્ઠાણુમાં બેસીને જાવા-સુમાત્રાને કિનારે ઊતર્યાં હતા, એવા જાવા-સુમાત્રાના પ્રાચીન ઇતિહાસમાં ઉલ્લેખ છે. ઇ. સ.ના પ્રથમ સૈકામાં દક્ષિણ હિન્દુસ્તાનમાં આંધ્ર રાજ્ય પૂર્ણ કીર્તિના શિખરે બિરાજતું હતું. એ વખતના આંધ્રરાજાએ પાતાના પ્રદેશ ઉપરાંત ઠેઠ મગધદેશ પર પણ અમલ ચલાવતા હતા. મલયઢાની ફળદ્રુપ અને મૂલ્યવાન તેજાનાની ભૂમિ તરફ આંધ્રદેશના હિંદુરાજાઓનું મન આકર્ષાતાં, તેમણે જાવા-સુમાત્રાથી પાછા ફરેલા કલિંગ દેશના હિંદુ પાસેથી તે દેશની વિશેષ હકીકત મેળવી, અને કેટલાક હિંદુવ્યાપારીએથી ભરેલું એક વહાણુ તે દેશ તરફ મોકલાવ્યું. આંધ્રદેશના કુશળ વ્યાપારીએ જાવા-સુમાત્રાની મૂલ્યવાન ભૂમિ ખૂંદી વળ્યા, અને ત્યાંના જંગલી અવસ્થા ભાગવતા મૂળવતનીપર વિજય મેળવી પાછા સ્વદેશ આવ્યા. આંધ્રરાજ્યને મલદ્રિામાં મળેલી કીર્તિ તથા વિજય તરફ આકર્ષાઈને ગુર્જરપ્રાંત તથા સિંધુનદીના કાંઠાપર રહેતા બહુ લેાકાએ પણ ધર્મપ્રચારાર્થે એક ટાળી તે પ્રદેશ તરફ માકલી. તેને પણ ત્યાં સારા આવકાર તથા આશ્રય મળ્યાં. શ્રીજી પ્રજાઓને જાવા–સુમાત્રામાં વિજય નિહાળીને કૃષ્ણા નદીના મુખપાસેથી તથા તૈલંગણુરમાંથી બ્રાહ્મણા
૧. કલિંગ---લિંગ દેરા એ તૈલંગણને ઉત્તર ભાગ છે. પ્રાચીન શ્રીકાકાલમ કૃષ્ણાનદીના મુખ આગળ ખદર હતું. તે આંધ્રદેશના તાખામાં હતું, અને તે ખ ંદરેથી હિંદુએ નવા-સુમાત્રા જઈ વસ્યા હતા. જૂની નવાનીસ ભાષામાં ખેલાતા કિંલગ (Cling) શબ્દ ‘કલિંગ' શબ્દ ઉપરથી બન્યા છે. અને તે શબ્દને કલિંગમાંથી ગયેલા લેાકેાએ વપરાશમાં આણ્યા હતા.
૨. સંસ્કૃત ત્રિલિંગ શબ્દ ઉપરથી તૈલગણ રાખ્ત બન્યા છે. દક્ષિણનાં ત્રણ શિવલિંગ (મહેશ મદિર) જે દેશના ત્રણ ખૂણાપર આવેલાં છે, તે દેશનું નામ તૈલંગણુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com