________________
ધર્મળ અને
: ડીવાર સહુ કઇ શાન્ત રહ્યા. સાદુ ભોજન અંદરથી એક બે ગ્રામ્ય ભિક્ષુ સરખા સાધુઓએ લાવીને સહુને આપ્યું. પરંતુ છયે સૈનિકમાંથી કોઈ તેને અડયું નહિ. ભીખુએ એમ કરવાનું કારણ પણ ન પૂછયું.
બપોર થવા આવ્યા અને ડુંગરો તપવા લાગ્યા. છ સૈનિકે સજજ થઈ ગયા અને ભીખુને નમન કરી જવા લાગ્યા. ઘોડા પાસે જઈ સહુએ સવારી કરી. પરંતુ સુકેતુ નીચે ઊતર્યો અને એક સાધુ પાસે ગયો.
“ભીખુ, આપનું નામ ?” સુકેતુએ પૂછ્યું. “વિશ્વષને હું વિદ્યાથ. નામ હજી હવે પડશે.” “ આપે અમને કાંઈ જ પૂછ્યું નહિ. અમે કોણ છીએ એ જાણશોને ?” “ હું જાણું છું. સુકેતુ હો કે સુકેતુના માનીતા સૈનિક હો.” “આપના ગુરુને મારે મળવું છે.” --“આપ ત્યાં જ જાઓ છો.”
“આર્યાવર્તને ભય છે રોમનોનો. એ મનેને અટકાવવા જતા આને આપ સહુ શા માટે અટકાવે છે ?”
“ બુદ્ધને આર્યાવર્તની મર્યાદા હેાય ? મેં મારું નાનકડું શક રાજ્ય છેડયું અને હું વિશ્વવ્યાપી બની ગયો છું. બૌદ્ધ બને, અને જગતને તમારું બનાવો.”
“જગતને આર્ય બનાવીએ તો ? બુદ્ધ ભગવાન પણ આર્ય જ હતા ને ?” . “ગુરુને મળે.”—“ગુરુ તે અમને ઝેર પાય છે.” , “ જરૂર હોય તો ઝેર પણ પીવું-પાવું પડે.”
ભગવાનની બોધેલી અહિંસા વિરૂદ્ધ ?”—“ એની જ સ્થાપના અ.” “બહુ નવાઈ જેવું.” “તંત્ર ત્યારે જ સમજાય. એક વિષપ્રયોગ યુદ્ધ કરતાં હજાર ગણો અહિંસક.” “મને નથી સમજાતું.”—“બદ્ધ દીક્ષા લે. તત્કાળ સમજાશે.” રસ્તામાં કયાં કયાં ઝેર પાથર્યા છે ?” “બદ્ધ વિરોધીઓ માટે સ્થળે સ્થળે ઝેર પથરાયેલું છે.” “અમારા ખોરાકમાં પણ ?” સાધુએ કશે જવાબ ન આપ્યો અને તેણે પુસ્તક વાંચવું શરૂ કરી દીધું.
સુકેતુ પણ નીચે ઊતર્યો અને ઘોડા ઉપર બેસી ગયો. ઘેડા આગળ વધ્યા. સાધુએ તેમના ભણી નજર પણ ન કરી. સુકેતુને આ સાધુ ઉપર તિરસ્કાર આવ્યો, અને ક્રોધ પણ ચડે. તેની નિસ્પૃહ દઢતા અને ગુરુશ્રદ્ધા સુકેતુને પરાજિત બનાવતાં હોય એમ લાગ્યું..
થોડો ડુંગરે ચડયા ન ચડયા અને તેમણે દૂર જતા એ મઠમાંથી ઘંટનાદ થતો સાંભળે. આખો દિવસ તેમણે મુસાફરી કરી. વનસ્પતિને બાળી દેતી ઉમા ભરેલા પહાડમાંથી નીચે ઊતરતાં સંધ્યા વતી ગઈ.
પહાડના એક નાના શિખર માર્ગ સેનિક નીચે ઊતરતા હતા, અને તેમણે પર્વતમાંજ પચાસેક દ્ધ સાધુઓનું ટોળું બેઠેલું નિહાળ્યું.'
સુકેતુએ તે પાસ જવા માંડયું. કેટલાક સાધુઓ બેસી રહ્યા અને કેટલાકે ઊડી પર્વતમાં કરેલી ગુફાઓમાં જવા માંડયું.
ગુફાસમૂહ એક સૈન્યને આશ્રય આપે એવો વિશાળ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com