________________
જય સુવાસ: માર્ચ ૧૯૪૧
આવનાર સૈન્ય દુશ્મનોનું ન હતું એવી પણ ખબર લેકમાં થઈ ગઈ હતી. છતાં સિન્યની જવઅવર એ બહુ ગમત પ્રસંગ તે પ્રજાને ન જ લાગે. ખેતરનાં ભેલાણ, ઠ, આછી લૂંટ એ સર્વ અગર એવા પ્રકારના એકાદ જુલમનો પ્રકાર તે ગામડાંમાં લશ્કર આગે બનવાને જ, એટલે દેડતા આવી અટકેલા ઘોડેસ્વાર પ્રત્યે અણગમતા કુતૂહલથી લોકોએ નજર કરવા માંડી.
ગામને સુખી કોણ છે?” સુકેતુએ એકાદ ઘર પાસે આવી પૂછયું. માટીનાં અને પથ્થરનાં આ પ્રદેશનાં મકાને રૌનકનાં નહિ પણ ગરીબીનાં સૂચક હતાં. લશ્કરને માટે કઈ પણ સરંજામ પૂરો પાડવાની આવા ગામની શક્તિ ન જ હોય.
કેાઈએ જવાબ ન આપો. “હીંગળાજ માતા તરફને રસ્તો બતાવશો ?” સુકેતુએ પૂછયું.
“આથમણે સીધા જ ચાલ્યા જાઓ.” એક મેટા વાળવાળા યુવાન ગામડિયાએ જવાબ આપશે.
“ ગામમાં મઠ, મંદિર કે ધર્મશાળા ખરાં કે નહિ?” સુકેતુએ પૂછ્યું. “હા, છે. જરા આગળ જાઓ. પેલી ટેકરી ઉપર એક શ્રેષ્ઠીને સંધ ચાલે છે.”
અમને ઊતરવા દેશે?”—“એ માટે તે ભીખુને ત્યાં રેકો છે.” ઘોડેસ્વારો આગળ ચાલ્યા. એક નાનકડા ટેકરા ઉપર ઈટથી બાંધેલું એક નાનકડું મકાન હતું ત્યાં તેઓ આવી પહોંચ્યા. પીળા વસ્ત્રમાં ઢંકાયલે એક યુવાન સાધુ એક તા:પગનું પુસ્તક લઈ બેઠો હતો. તેણે ઘોડેસ્વારે આવીને ઊતર્યા છતાં તેમના તરફ નજર સરખી પણ કરી નહિ.
“સંઘે રાળ છમ” સુકેતુએ કહ્યું.
“ધર્મે શf Tછામિ ” સાધુએ સામે જવાબ આપ્યો અને પિતાની પાસે આવવાની નિશાની કરી.
નાનાં ઝાડ જોડે ઘડા બાંધી છ જણ મઠની ઓસરીમાં આવી સાધુને નમસ્કાર કરી સામે બેઠા.
બપોરને વાસ જોઈએ.” સુકેતુએ કહ્યું. સુખે રહે. ભોજન અને આરામ બંને મળી શકશે.”
સુકેતુ અને તેની જોડેના સૈનિકે કેણુ છે. કયાંથી આવે છે, કયાં જાય છે, શા માટે જાય છે એની કશી જ હકીકત સાધુએ પૂછી નહિ. પાસે બેસાડી તેણે પાછું પોતાનું અધ્યયન શરૂ કર્યું. “શાનું પઠન ચાલે છે ?”
સહજ, એક ચર્ચા જાગી છે. બુદ્ધ ભગવાનની મૂર્તિ છે કે નહિ એ વિષે અમારા સાધુઓમાં વાદ ચાલે છે. મારા ગુરુનું એ ચર્ચા સંબંધી પુસ્તક હું વાંચું છું.”
“આપના ગુરુ કોણ ?”—“વિશ્વઘોષ જગતકીતિ.” પેલો તાંત્રિક ?”—“બુદ્ધના પરમ ભક્ત અને તંત્રને આપ તિરસ્કારે છે ?”
હા. તંત્ર એ વામ માર્ગ છે. પાપભર્યો માર્ગ છે. માટે તાંત્રિકે પણ મને ગમતા નથી.”
હ.” કહી સાધુએ પાછી પુસ્તક તરફ દષ્ટિ કરી અને ધીમેથી ઉચ્ચાર કર્યો “યુદ્ધ शरणं गच्छामि,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com