________________
'
ધર્મજાળ •૪૩૯
ઇચ્છે છે પણ સુબાહુ ફસાતો નથી. એટલામાં સુબાહુ ગૂમ થવાના સમાચારથી, યુવનાશ્વ પર વહેમ જતાં, સુકેતુ અને ઉલુપી અવંતીને ઘેરી લે છે, સૈન્યને કેદ કરે છે અને અને માળવપતિને હરાવી તેઓ સુબાહુ, ક્ષમા ને ઉજંગને મુક્ત કરે છે.
' ક્ષમાને નાગવનમાં લઈ જઈ તેની સાથે લગ્ન કરી નાંખવાની સૂચના સાથે ઉલુપી ઉg ગને રવાના કરે છે. તે પછી સુબાહ છૂટે તે આશાએ માનેલી માનતાને પૂરી કરવાને તે મહાકાલેશ્વરના મંદિરમાં જાય છે. પાછળથી યુવનાશ્વ પણ ત્યાં આવે છે ને ઉલુપી પાસે પ્રેમની ભિક્ષા માગતાં તિરસ્કાર પામી, પરાજયથી કંટાળી તે આપધાત કરે છે. બૌદ્ધ તાંત્રિક નાસીને હીંગળાજ તરફ ચાલ્યા જાય છે. સુબાહુ પરાજિત માળવાની મૈત્રી માગી યુવનાશ્વના પુત્રને પ્રજાપ્રિય રાજા બનવાની શિખામણ આપે છે. યુવરાજ, પ્રજાને હાથે પોતાની ચૂંટણી થાય તે જ રાજા બનવાનો નિર્ણય કરી, ભૂમાર્ગ ધસ્યા આવતા રમક સૈન્ય સામે પારસીકોને મદદ આપવા જતા સુકેતુની સાથે જોડાય છે.
ક્ષમા ઉરંગને ભેળવી રોમક વેપારીઓને મળે છે ને તેમની મદદથી તે. ઉનંગને કેદ કરી તેને લઈ, વહાણમાં નાસી છૂટે છે. પ્રથમ તે તે પોતાની યોજનાઓમાં ઉત્તગનો ઉપગ કરવા ધારે છે પણ પછી તેને દુ:ખ દે છે, ગુલામ તરીકે આકરાં કાર્ચ સેપે છે. ઉત્તમ ગુલામોમાં બળવો જગાવી રેમક પુરુની તલ કરે છે; રમણીઓનાં શિયળ લૂંટે-લૂંટાવે છે. એટલામાં તેની શોધમાં નીકળેલ સુબાહુ-ઉલૂપી ત્યાં આવી પહોંચે છે. ઉત્તુંગ તેમના પ્રત્યે ખીજવાઈ દરિયામાં પડતું મૂકે છે. સુબાહુ ક્ષમાને કેદ કરી તેને ઉલુપીને સેપે છે ને ઉલુપીને આહ્વો સામે જવાનું કહી તે ઉત્તરે સુકેતુની મદદે જાય છે.
સુકેતુને ફસાવવાને પૂર્વપરિચિત બૌદ્ધ તાંત્રિકે નદીઓનાં જળમાં ઝેર ભેળવ્યું છે. હીંગળાજ પ્રદેશમાં તે તાંત્રિક વિશ્વાષ જગતકીતિના નામે ભચાનક શક્તિધારી થઈ પડે છેસુકેતને પગલે પગલે તે તાંત્રિકે પાથરેલી જાળને સામને કરવું પડે છે
થનગનતા છ અશ્વો આવ્યા. સંકેત, યુવરાજ અને બીજા ચાર અંગરક્ષકાએ અશ્વારોહણ કર્યું, અને તેમણે ધીમે ધીમે ઘોડાની ચાલ વધારી. સિંધુનાં પાણીમાંથી પસાર થતાં
| મુખ લગામથી તંગ રાખ્યાં, અને આછું પણ પાણી તેમના મુખમાં ન જાય એવી કાળજી તેમણે લીધી. સિંધુ પસાર કરી ટેકરે ચડી સહુએ ઘેડાને ઊભા રાખ્યા.
“ ઘોડા બહુ આજ્ઞાધારી ” યુવરાજે કહ્યું.
“આર્યાવર્તનાં માનવીઓ પશુ જેટલી પણ આજ્ઞા પાળતાં હેત તો આર્યતાને જગતભરમાં વિજય થાત.” સુકેતુએ કહ્યું.
“હજી સુધી તો આપણો વિજય છે જ. સિંધુરાજ આપણી વિરૂદ્ધ નથી.”
“એના પ્રદેશમાંથી જ આપણે ઝેર જેતા બન્યા. હીંગળાજથી એ ઝેર ફેલાયું. પેલી પાસ કેટકેટલે દૂર એ પહોંચ્યું હશે ? * ઘોડાને સુકેતુએ એડી મારી, અને તેણે વીજળીને વેગ ધારણ કર્યો. ઝેરની અસર ઘોડાના દેહ ઉપર દેખાઈ નહિ. એની જ જેડે બીજા પાંચે ઘડાઓએ શર્ત માંડી. રેતીનાં મેદાન અને સપાટ પ્રદેશ પૂરો થયો અને ટેકરાઓ શરૂ થયા. સૂર્ય ઊંચે આવી ગયો હતો. ટેકરા પાસે એક ગામ હતું. દેડતે ઘોડે આવેલા સ્વારને જેવા ચેડાં બાળકો અને સ્ત્રીપુરુષો ઘર બહાર ડોકિયાં કરતાં હતાં. મધ્ય પ્રદેશથી ઊપડેલું એક મોટું સૈન્ય ગાન્ધાર પ્રદેશમાંથી પસાર થાય છે એવી વાત કેમાં કયારનીય ફેલાઈ હતી. પરંતુ બે ત્રણ દિવસથી તે સિંધુ પ્રદેશમાં એ સૈન્ય આવવાના ભણકારા પણ વાગી રહ્યા હતા. ધાડપાડુ કે લૂટા રાઓ સામે થવા માટે ગ્રામજનતા તૈયાર હતી, પરંતુ સિન્યની સામે થવા માટે તે રાજસૈન્ય જ જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com