________________
ધર્મજાળ
રમણલાલ વસંતલાલ દેસાઈ
- ઇસ્વીસનની બીજી સદીને સમય છે.
ભારતવર્ષની એકતા તૂટી ગઇ છે. પાંચાલ, માળવા ને આંધ્ર સમા યશસ્વી પ્રદેશોના નૃપતિઓ અંગત હિતાને જ મહત્ત્વ આપે છે. આ સ્થિતિમાં, ભરતખંડ પર પોતાનો ગરૂડદેવજ ફરકાવવા ઇચ્છતા રેમક શહેનશાહના મને રથ વધારે સક્રિય બને છે. તે, કામાંધ માળવપતિ યુવનાશ્વ પર રમક સુંદરીઓની ભેટ મોકલાવી તેને જાળમાં ખેચે છે, આંધ અને પાંચાલના લોભને વ્યાપારી લાભથી સંતોષે છે. અને અંતિમ વિજયની ભૂમિકા ભજવાને ને આક્રમણ માટેને જળમાર્ગ શોધવાને તે, કલા અને વ્યાપારના નામે, ક્ષમા નામની એક ચપલ ને મહત્ત્વાકાંક્ષી સુંદરીની આગેવાની નીચે એક નોકાયૂય રવાના કરે છે.
પણ બે ભારતવીરે રેમપતિની આ મહત્ત્વાકાંક્ષાની આડે આવે છે: સુબાહુ અને સુકેતુ. બંને ભાઈ-સુબાહુ રાજયોગી સમે અનાસક્ત કર્મવીર, સુકેતુ પ્રબળ સેનાપતિઓનાં પણ માન મુકાવતા તેજવી નાયક, બંનેએ પરભૂમિનાં પાણી માપ્યાં છે; સદ્દગુરુના ચરણે જ્ઞાન મેળવ્યું છે, મહેચ્છાઓ કેળવી છે. ભારતને બચાવવાના, ભારતને વિજયધ્વજ ક્ષિતિજ પર રેપવાના તેમને કોડ છે. ભારતને વીંટળાઈ વળતાં સાગરનાં જળ ૫ર તેમણે પ્રભુત્વ મેળવ્યું છે. તેમની અનુમતિ વિના એક પણું વહાણું ભારતમાં પ્રવેશી ન શકે, ન ભારતનું બંદર છેડી શકે, સુબાહુના ભાવના નીતરતા કૌશલ્ય વીંધવાટવીની નાગપ્રજા સાથે મૈત્રી મેળવી છે એટલું જ નહિ, એ નાગપ્રજાની સંઘપતિ ઉલુપીએ સુબાહુને ચરણે પિતાનું હૃદય ધરી દીધું છે. એ નાગેની મદદથી બને ભાઇઓએ, રોમપતિની સૂચનાથી તેમના પર ધસી આવતાં પાંચાલ, માળવા અને આંધ્રનાં નૌકાસૈન્યને શિકસ્ત આપેલી. ને હવે, રમક નૌકાયૂથ સાથે ભારતવિજયે નીકળેલી ક્ષમાને તેઓ હરાવે છે, કેદ કરે છે. ક્ષમા નાસી છૂટવા ફાંફાં મારે છે, નાસે છે, સુબાહુ તેની પાછળ પડે છે ને બંને નાગપ્રદેશમાં પહોંચે છે.
નાગપ્રજનની અલૌકિક શક્તિઓ ક્ષમાને મૂંઝવી નાખે છે. અંતે તે ઉલુપીના હાથમાં જઈ પડે છે, ઉલુપી તેને પોતાના સેનાપતિ ઉગના હાથમાં સોંપે છે. ઉત્તમ ને સુબાહુ બાલપણના મિત્રો છે. સબાહ નાગને આમાં ભેળવવા મથે છે; ઉલુપીને ચાહતો ઉગ સ્વાર્થને વિચારી નાગનું સ્વતંત્ર વ્યક્તિત્વ ઈચ્છે છે. બંને વચ્ચે ચકમક ઝરે છે. એટલામાં ક્ષમાં ઉજંગની કેદમાંથી નાસી છૂટે છે. ઉનંગને તેની શોધમાં જવું પડે છે. પાછળથી સુબાહુ પણ બનેની શોધમાં નીકળે છે, ને ત્રણે સુવર્ણ ગઢ નામના પર્વત-દુર્ગમાં ફસાય છે.
માળવ૫તિ યુવનાશ્વને સુંદરીઓને સમાગમ ગમત; વિષકન્યાઓ તૈયાર કરી તેમના મોહક ઝેરથી મિનેને મારવાનું ગમતું. એક બૌદ્ધતાંત્રિક તેને આ કાર્યમાં મદદગાર થયે. તે તાંત્રિક પિતાના પ્રેરી પ્રયોગ માટે યુવનાશ્વ પાસેથી સુવર્ણગઢ મેળવી લીધું છે. તે તાંત્રિક દેવી ત્રિપુરસુંદરીને ઉપાસક છે ને શક્તિ સાધી ગમે તે ઉપાય આખા જગતને બૌદ્ધ બનાવવાના તેને કોડ છે. કોઈ રાજાને ફસાવવાની ગણતરીએ તે ક્ષમાને વિષકન્યા બનાવવા ધારે છે, પણ યુવનાશ્વ ક્ષમાને પોતાના ઉપયોગ માટે ઇચ્છે છે. તે દૂર્ગમાં ફસાયેલ સુબાહુ વિષકન્યાના પંજામાંથી તે છૂટે છે પણ યુવનાશ્વ ને તાંત્રિક તેને બેહોશ બનાવી અવંતી લઈ જાય છે. ત્યાં તેને મોહજાળમાં લપેટી તેઓ તેને પોતાને મિત્ર બનાવવા
કે “ભારેલા અગ્નિ ' પછી આપણા લોકપ્રિય વાર્તાકારની બીજી ઐતિહાસિક નવલકથા “ક્ષિતિજ.” તેનો પહેલો ભાગ પ્રગટ થઈ ચૂકી છે; બીજે પ્રગટ થવાની તૈયારીમાં છે. આ પ્રકરણ પ્રગટ થનાર બીજા ભાગમાંથી લેવામાં આવ્યું છે. શરૂઆતમાં તે પ્રકરણ પૂર્વેને કથાસાર આપવામાં આવ્યું છે. તંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com