________________
જરૂદ સુવાસ માર્ચ ૧૯૪૧ એ ગીતાને સિદ્ધાન્ત સર્વમાન્ય સુવિદિત છે. પ્રેમી સઘળું પ્રેમનજરથી નિહાળે છે, એટલે પ્રેમપાત્રનાં (તે પ્રેમપાત્ર પછી પ્રભુ હોય, એય, ય, પૂજ્ય ગમે તે પ્રેમનું પ્રતીક હેય) વિરોધી વચન, વલણ કે અસંમતિ યા અસહકારને પણ તે તેના ઉપર મહાન અનુગ્રહ થયા માને છે. વિરોધને મેહયુક્ત મનુષ્ય મહાન નિગ્રહ માની તેને પ્રતિરોધ કરવા પ્રેરાય છે. આથી પ્રેમીમાં અપૂર્વ સહનશીલતા-તિતિક્ષાનું તપોબળ હોય છે; સંયમનું તેજ હોય છે. મોહવશ માનવીમાં અસંયમનો અંધકાર અને દર્બલ્યને તાપ હોય છે.
પ્રેમમાં સાત્વિક સર્જન હોય છે, મેહમાં તામસી સર્જન અથવા તે સર્જનનું વિસર્જન હેય છે. પ્રેમની પાવક જવાળાઓ પ્રેમીઓને દિલે દાહ દેતી નથી, પરંતુ પ્રજજવલ પ્રકાશ વડે જીવનપટને સૌમ્ય રેખાઓથી અંકિત કરે છે, એટલું જ નહિ પણ અન્યમાં લુપ્ત રહેલા પ્રેમના પાવક અંશને પ્રોત્સાહન-પવન અપ નવતિનાં સર્જન કરે છે. મેહમુગ્ધ જીવાભાઓ ઉરનાં અંધારા ઉલેચી પ્રકાશ પામવાને બદલે, અવનત અધિક અંધારથી ઘેરાએલા પ્રદેશમાં પટકાઈ, ફસાઈ પડી અટવાય છે-કે જે વિષમ પરિસ્થિતિમાંથી પછી મુક્ત થવું મહામુશ્કેલ થઈ પડે છે. આ મેહમાં નથી સૃજન કે પ્રેમલ પ્રેત્સાહન. બજે–એકરનું પરિપાલન કરી. વૃક્ષઉછેર કરવાની પ્રેમની પ્રબળ શકિત મોહ-અધીમાં નથી. બ્રહમતના શુન્યવાદમાં અને વેદાન્તના બ્રહ્મવાદમાં જેવો અને જેટલો ભેદ પ્રવર્તે છે તે-તેટલે ભેદ મેહ અને પ્રેમ વચ્ચે રહેલ છે. આદ્ર ઈધન સમ મેહસૃષ્ટિમાં ન કાષ્ટ, ન જાતિ. પ્રેમના
જ્યોતિર્જનક બળને એક ઓળખી શકતા નથી. મહાનલ ધંધવાતા કાષ્ટ સરખો છે, પ્રેમ પ્રદીપ વિશુદ્ધ જોત જેવો છે. તેથી જ મોહ મલિન ધૂમને પ્રેરે છે, નયન સોંસરે જઈ આંખમાં ખૂંચે છે; એ વાસનાનાં વિષ આંખમાં આંજી સર્વત્ર વિકારદષ્ટિ પ્રેરે છે. વખત વહેતાં હૃદયમાં પણ એ જ હલાહલ રેલાય છે.
પ્રેમ એ પ્રભુનું બીજું નામ છે અને પ્રેમથી જ પ્રભુને મેળવી શકાય છે. પ્રેમમાં પ્રભુતા છે અને પ્રેમ-સંપૂર્ણપ્રેમ-પ્રભુતાને પ્રકટ કરી શકે છે. યોગીશ્વર શ્રીકૃષ્ણની પ્રેમભરી મધુ-બંસરીએ પ્રભુતા પ્રકટાવી અને ગોપગોપીનાં વૃંદ ઘેલા બન્યાં પ્રેમલક્ષણું ભકિતને વશ થઈ પ્રભુએ અનેક પ્રેમી ભક્તોના અર્થ સાર્યા, દુઃખ વિદ્યાર્થી અને દાસત્વ પણ સ્વીકાર્યા. એ સઘળા કલકલ્પિત ચમત્કાર નથી, પરંતુ વિશુદ્ધ પ્રેમની પ્રભુતાનાં ઉદાહરણો છે. મનુષ્યમાં આત્મા છે અને એ આત્મા પરમાત્માથી ભિન્ન નથી. એ આત્માનો આવિષ્કાર કરવો એ મનુષ્યને આત્મધર્મ છે. આનો અર્થ એ જ કે મનુષ્ય પિતાનામાં રહેલાં પ્રભુનાં લક્ષણોને પ્રકટ કરવાં; સચ્ચિનાનંદ પ્રેમસ્વરૂપ પ્રભુના સત, ચિત આનંદ અને પ્રેમધર્મમાં રહેલી પ્રભુતાને પ્રકટ કરવી એ મનુષ્ય ધર્મ છે, એ જ કલાકારનો ધર્મ છે, એજ જીવનક્ષેત્રના સાચા સૈનિકને ધર્મ છે, એ જ આત્માનો ધર્મ છે. અને સર્વધર્મના સિંહાસને વિરાજનાર અલૈકિક તત્વ પ્રેમ જ છે.
પ્રેમમાં વિભાગ ન હોય છતાં સમજુતી સારુ પ્રેમનાં સ્વરૂપે હોઈ શકે, તે માત્ર દુનિયાની દ્રષ્ટિમાં. તેમાંનું એક સ્વરૂપ તે અખિલ વિશ્વને આધાર થઈ બેઠું છે. તે અન્વયે પ્રેમ અનાદિ અને અનંત છે, મેહ સાદિ અને સાત છે. પ્રેમથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ હાઈ પ્રેમતત્વમાં જ અન્ત વિશ્વને પ્રલય થનાર છે. પ્રેમ સનાતન છે.
પ્રેમ છે ત્યાં વિજય છે. જ્યાં પ્રેમનો આભાસ છે--મોહ છે ત્યાં પરાજય છે. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુતા પ્રકટે છે, પ્રભુતા પ્રેરાય છે અને પ્રભુમય થવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com