________________
પ્રેમ અને માહે “ ૪૩૫
વહેતા રાખે છે. પ્રેમ પ્રેમસ્મૃતિ, કર્તવ્ય-સ્મૃતિ, સ્વધર્મ-સ્મૃતિ સમર્પે છે. પ્રેમ આવશ્યક તત્ત્વાની (સ્વાર્થ સિવાય) વિસ્મૃતિ નથી અર્પતા. પ્રેમ માનવીને ઢીબલ્સ કે આત્મધાત પ્રતિ નથી પ્રેરતા. એમ હાય તે તે પ્રેમ સાચે પ્રેમ નથી, તે પ્રેમમાં પ્રપૂર્ણતા નથી પણ ન્યૂનતા છે. પ્રેમ કાઇને ધર્મ કે ફરજથી વિમુખ નથી બનાવતા, બલ્કે દુર્બળને સબળ, નિષ્પ્રાણને સજીવ, જડને ચેતન અને નિષ્ક્રિયને કર્તવ્યપરાયણ બનાવે છે. પ્રેમમાં વિનાશ સંભવે જ નહિ. હા ! ભાગ-સમર્પણ સંભવે, પણ તે વિચારપૂર્ણ અને પ્રેમ જે પળે પ્રેરણા કરે ત્યારે જ. કાંઈ નિષ્ફળતા કે નિરાશાના કારણે જીવન જતું કરવું એટલે કે કર્તવ્યના યજ્ઞમાં જરૂર પડે જીવનનું સ્વાર્પણ કરવાને બદલે કર્તવ્યને, યજ્ઞના જ ધ્વંસ કરવા–એ ભાગ ન કહેવાય, એ સમર્પણુ કે સ્વાર્પણુ ન કહેવાય. એ પ્રેમને-પૂર્ણાશ પ્રેમને પરિણામ ન હેાય. એ પ્રેમનું પુરુષાતન નહિ પરંતુ પ્રકૃતિવશ માનવીની નિર્બળતા, હૃદયદીર્બલ્ય કે ક્ષણિક પ્રેમાવેશને આભાસ કહેવાય. અને પ્રેમ પ્રકટ અને નિર ંતર હેાય ત્યાં નિષ્ફળતા-સફળતા જેવા ભેદ જ પ્રતીત કયાંથી થાય ? પ્રેમ પૂજ્ય છે, પ્રેરક છે; પ્રેમ પ્રેમને પૂજે છે, પ્રેમ પ્રેમને પ્રેરે છે. પ્રેમનું પરિણામ પ્રેમપ્રેમના આનંદ–જ હાઈ શકે. તત્ત્વદૃષ્ટિથી જોઈશું તેા પ્રેમ બ્રહ્મને પારિભાષિક (શબ્દ) લાગશે. મેહ વ્યામાઢ (અધિક માહ) માટે મથે છે, ત્યાં આંધળે બહેરું કુટાય છે. વાસના, કામના, તૃપ્તિ, તરાઁગ, લંપટતા, લાલચ, લાલસા વગેરે વિકારે મેહમંથનનાં પરિણામ છે. આત્મસુખ પ્રેમની પરિણતિ છે તેથી તે ઇંદ્રિયાને ઉત્થાનના માર્ગે વહાવે છે. ઇંદ્રિયસુખ, વાસના તૃપ્તિ, મન મનાવવું એ મેહનું કર્તવ્ય હાઈ, તે વાસનાની વિકારખીણમાંથી માનવીને વ્યભિચાર–દુરાચાર અને અધઃપતનની ઊંડી ખાડીમાં હડસેલી દે છે. માહ માણસને બંધન આપે છે, પ્રેમ મુક્તિ આપે છે; મેહુ તેને નીચે પાડે છે, પ્રેમ ઊંચે ચડાવે છે.
પ્રેમ-યાદધિમાં પંકજની સુકુમાર રસિકતા હૈાય, મેહરિએ ખદબદતા છીછરા ખામાચિયામાં પંકથરની શુષ્કતા હૈાય. પ્રેમમાં વિરાગની વિમલ ભાવના હોય; માહમાં વિલાસ અને વિહારની ઉત્કટ સંભાવના હોય. પ્રેમપથે પળનારની પૂર્વ તૈયારી સંપૂર્ણ ત્યાગ એટલે કે પરાર્થ-પરમાર્થ અને સર્વોદય-સહકાર માટેની ાય છે; મેાહમાર્ગે વિદુરનારની કટિબદ્ધતા પેાતાના સુખ–આનંદનાં ચેગક્ષેમ અને કૈવલ સ્વાર્થ કે સહચાર માટેની હાય છે.
પ્રેમી પંખીડાનાં ઉડ્ડયના ઉર્ધ્વગામી હેાય છે. વિકાસ અને પ્રગતિની પગથીએ ચડી, આત્માન્નતિના સર્વોચ્ચ શૃંગે સ્થિર થવા તેમનાં મંથા હેાય છે. મેાહના રંગે રંગાએલા જીવાત્માએમાં પ્રસ્થાન અને ઉન્નતિ દૂધના ઊભરા સમી ક્ષણિક પ્રાપ્તિએ હાય છે, અથવા તે અશક્યતાઓ છે.
પ્રેમમાં પ્રજ્ઞાની આંખ હોય છે, જ્ઞાન અને ડહાપણ વસે છે, જિજ્ઞાસા અને આનંદવૃત્તિ હૈાય છે. મેહમાં અજ્ઞાન અને ભાગ–ઉપભાગ, મૂર્ખતા અને રસલેાલુપતા હાય છે.. પ્રેમમાં અખૂટ ધૈર્ય, અડગ શ્રદ્ધા, અને વિચારપૂણૅ સાહસવૃત્તિ રહેલાં છે. મેહમાં અધીરાઈ, ઉતાવળ, તનમનાટ, શ્રદ્ધાના અભાવ કે અંધશ્રદ્ધા, અને વિવેકહિન સાહસ રહેલાં છે. ‘પ્રેમને પંથ-ભક્તિના માર્ગ છે શૂરાના, નહિ કાયરનું કામ જોને' એ સત્ય ન્યાયે પ્રેમમાં શૂરવીરતા, ક્ષમા અને ઔદાર્ય રહેલાં છે; તેથી પ્રેમી પ્રતિકૂળતામાં નિરાધ-ચિત્તનિરોધ, વૃત્તિનિરાધ-કરે છે. માહુધેલા મનુષ્ય પ્રતિ પળે વિરોધ કરવા પ્રેરાય છે—પ્રયત્ન પણ કરે છે પ્રેમમાં મન નિર્મલ અને મતિ પરિપકવ બનતાં પ્રેમી નિશ્ચયાત્મા હોય છે; માહમાં મન ચંચલ તથા નિર્બળ, અને બુદ્ધિ અસ્થિર બનતાં, મેાયુક્ત માનવી સંશયાત્મા હેાય છે. સંશયામા વમતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com