________________
૪૩૪ - સુવાસ : માર્ચ ૧૯૪૧ અંગ-અભિનય ને એવી અનેક ચેષ્ટાઓ, જે મેહમાં કૃત્રિમ હેય છે, તે પ્રેમસૃષ્ટિમાં– એની એજ હોવા છતાં–પવિત્ર, દેવી અને વાત્સલ્યયુક્ત ગણાય છે. માતાબાળક કે ગુરુશિષ્યના પ્રેમદર્શનની પેઠે, સાચા પ્રેમીઓની ચેષ્ટા પવિત્ર ભાવથી પ્રેરિત હોય છે. તેથી જ નિર્દોષ આનંદ કે અરસપરસ ઓતપ્રોત થયાની ભાવ-તલ્લીનતા કે પરસ્પર સંમીલન-માધુર્ય સિવાય કઈ ખાસ ઈચ્છા કે કામના પ્રેમમાં હતી જ નથી; તેથી પ્રેમ નિષ્કામ છે, નિષ્પા૫ છે. મોહમાં
સ્વભાવસિદ્ધતા ન હોવાથી, પ્રયત્નશીલતા પ્રકટ હોય છે. વિવિધ સાધન દ્વારા મહસિદ્ધિ હસ્તગત કરવાની હેઈ, મેહ સકામ છે, સહેતુક છે. મેહમાં અંત હોય છે, ફળની અપેક્ષા હોય છે. તે પ્રયોજન પાર પડતાં, મોહની હદ પૂરી થાય છે. આથી જ મેહ મર્યાદિત છે, પ્રેમ અસીમ છે. પદાર્થ કે વ્યક્તિની પ્રાપ્તિ, આશ્લેષ, ઉપભોગ, મૈથુન (જે શરીરવિષયક મેહ હોય તે), સુખ-તૃપ્તિ એ મોહનાં હદનિશાન છે. પ્રેમમાં નિરાસક્તિ હોય છે, મોહમાં આસક્તિ હોય છે.
ઉપર કહ્યું તે જ કારણને લઈને, પ્રેમ નિબંધ છે, સ્વાધીન છે; મોહ પરાધીન છે. પ્રેમમાં આલંબન કે વિકૃતિ નથી. પ્રેમ અન્યોન્ય છે, અનન્ય છે. પ્રેમ પરાવલંબી નથી તેથી અન્ય સાધન, અવાન્તર ઇત્યાદિ પ્રેમીઓના માર્ગમાં સહાયભૂત હેવી અનિવાર્ય નથી. પ્રેમી પિતાના પ્રેમી જોડે–પ્રભુ સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે. તે સર્વદા તેને પ્રકટ અને નિકટ અનુભવે છે. મોહ અન્યોન્ય કે અનન્ય નથી; બાહ્ય રૂપરંગ, આકાર-અંશાદિ ચેષ્ટાવલંબી છે, મોહને સંબંધ સાપેક્ષ-પરોક્ષ છે. ઇન્દ્રિય મોલમાર્ગમાં મળ્યું હોય છે, તેથી તેમાં પ્રેમની પવિત્રતા, દિવ્યતા, નિકટતા, કે સાતત્ય હેતાં નથી. અને મોહમાં અન્યભાવ પ્રકટ હેાય છે તેથી અણુ-મહતું કે લઘુ-ગુરૂને પરિમાણભાવ મોહમાર્ગમાં વારંવાર હોય છે. પ્રેમમાં મર્યાદા નથી તેમ પરિમાણ પણ નથી; તેમાં તે સર્વાત્મભાવ છે; તેથી પ્રેમ નિર્વિકારી અને સમતાપ્રધાન છે; મેહ સવિકારી અને મમતાપ્રધાન છે. સમાનભાવથી પ્રેરિત પરમ પ્રસન્નતા --પ્રમોદ પ્રેમમાં પ્રફુલ્લી ઊઠે છે. મમતાપ્રેરિત અધમ રાગદ્વેષની ભેદભાવના મોહવશ માનવામાં પ્રમોદને બદલે પ્રમાદ, ચિત્તની શાંતિને બદલે ચિંતા, ઉદ્વેગ અને નિરંતર ખેદ, તથા ઉરમાં ઉલાસને બદલે ઉન્માદ ઉતપન્ન કરે છે.
પ્રેમને પંથ પાવનકારી છે; મોહમાર્ગ મલિન છે. મેહમુગ્ધ માનવી મૂઢ બને છે; અદમ્ અને માનાપમાન મેળવે છે. પ્રેમવશ થઈ પ્રેમી પ્રમત્ત કે પાગલ બનતું નથી—એને પ્રેમ પ્રેમીની પાછળ પાગલ બનતો હશે !) એ તો એના અમને, માનાપમાનવૃત્તિના આત્મતત્વમાં વિલય કરે છે. પ્રેમ અંતરંગ, અંતરાભિમુખ હોઈ, પ્રેમમાં મધ્યસ્થ રામ (ઈષ્ટ તત્ત્વ અથવા પ્રાણતત્ત્વ-ચૈતન્ય અંશ) હેય છે; મહ બહિરંગ અને બહિર્મુખ હોઈ, મેહમાં મધ્યસ્થ કામ (વાસનાતત્ત્વ-જડ અને ત્યાજ્ય તત્ત્વો હોય છે. આથી પ્રેમ સાત્વિક હેઈ રક્ષક-પાલક બને છે; મેહ તામસિક ઈ મારક-હિંસક બને છે. પ્રેમ એ અમૂલ્ય સંજીવની છે, પ્રેમ એ જીવનરસાયણ છે. પ્રેમમાં મૃત્યુની કે પ્રેમના પોતાના પર્યવસાનની (અંતની) ભીતિ ન હોય. પ્રેમ પોષક છે; મોહ શેષક છે ને પ્રતિક્ષણે નાશને નોતરે છે. મૃત્યુમાં જ મેહનું મૃત્યુ સમાયું છે. આથી વિરહમાં વ્યાધિમાં કે વિપત્તિકાળમાં પ્રેમ નિર્ભયપણે જીવનને ધારણ કરે છે, તેને ટકાવી રાખે છે, પ્રોત્સાહન આપે છે. વિરહમાં, વિપત્તિમાં કે વસ્તુના વિનાશ વખતે, મોહ જીવનને અવ્યવસ્થિત અને આકુલવ્યાકુલ કરી મૂકે છે, વેદના, વિહવળતા અને સંમેહ પેદા કરે છે.
પ્રેમ જીવનનું પિષક અને પ્રેરક તત્વ છે. પ્રેમ સ્વધર્મનું પાલન કરાવે છે, જીવન-પ્રવાહને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com