________________
अज्ञानतिमिरान्धानां शानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥
પુસ્તક ૩ જું ]
માર્ચ : ૧૯૪૧
[ અંક ૧૦
પ્રેમ અને મોહ
મહેન્દ્રકુમાર દેસાઈ - પ્રેમ અને મોહ-પુરુષ-પ્રકૃતિનાં આ બે મહાન બળો વચ્ચે વિશાળ અંતર રહેલું છે. એ અંતર પિછાનવાને, પ્રેમ અને મોહ વચ્ચેનો ભેદ સમજવાને સૂક્ષ્મ દૃષ્ટિની અને તે માટે વિષયના મૂળમાં ઊંડા ઊતરવાની ખાસ જરૂર છે.
માનવી પતનના માર્ગે જાય કે પ્રગતિના પંથે વળે; પરંતુ બન્ને ગતિક્રમોમાં તેને પ્રેમ અગર મોહથી શરૂઆત કરવી પડે છે. મેહ એ પ્રેમનું વિકૃત સ્વરૂપ છે. મોહવશ બનેલ માનવી વાસના, લોલુપતા, પરાધીનતા, અસ્થિરતા, સ્મૃતિભ્રંશ ઇત્યાદિ ક્રમદ્વારા પતનની પળ સુધી પહોંચી જાય છે. પ્રેમાધીન બનેલે પુરુષ કે પ્રેમવશ થએલી સ્ત્રી સાવિકસિનિમજજન, નિર્દોષ નિવૃત્તિ એટલે કે આત્મીય આનંદ-અનુભવ, સ્વાર્થ-વિસ્મરણ, આત્મસમર્પણ, સંપૂર્ણ તૃષ્ણત્યાગ એ ક્રમે ઉત્થાનના રાહે પહોંચી જાય છે. પરાભક્તિની અવસ્થાઓને ખ્યાલ કે અનુભવ ધરાવનાર આ કમ સહેજે ગ્રહી લેશે. અને ભક્તિ એ પરમપ્રેમની ઉત્કટ લાગણી સિવાય બીજાં શું છે ? માટે મહાન ભક્તો અને જ્ઞાનવિદેહી મહાનુભાવ પરમ પ્રેમી જ થઈ ગયા છે. પ્રેમી બન્યા સિવાય તેની ઓળખ અઘરી છે. પ્રેમી બન્યા સિવાય ભક્તિ દુરારાધ્ય છે. માટે જ ભક્ત કવિઓ-નરસિંહ મહેતા, મહારાણી મીરાંબાઈ, સંત તુલસીદાસ, તુકારામ, વાલિમની વ્યાસમુનિ વગેરે પ્રેમગીતનો જ પોકાર કરી ગયા છે.
પ્રેમમાં પ્રબળ આકર્ષણ હોય છે અને તે પ્રાકૃતિક હોય છે. તેથી તેમાં મિલનની કે અંતિમ ધ્યેયની (જે કે પ્રેમ કે આનંદ સિવાય ઈતર એ જ શક્ય નથી) આતુરતા સ્વભાવસિદ્ધ હેય છે. મેહમાં દૈવી આકર્ષણ નથી હોતું, પરંતુ કામનાગ કે તૃષ્ણ-ઇરછાને આવેગ હેય છે. એ આવેગને અબુધજનો પ્રેમનું શુદ્ધ આકર્ષણ માની લે છે. તેથી મેહ પ્રેમની પેઠે સરળ, સ્વાભાવિક અને પૂજ્ય નથી હોતા. મેહચેષ્ટાઓ અને પ્રેમચેષ્ટાઓનાં ભાવદર્શનમાં
ભેદ હોય છે. આથી જ મેહસૃષ્ટિમાં જણાતી સંયોગ, આશ્લેષ, ચુંબન, ભાવોદ્રેક, હસ્તસ્પર્શ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com