________________
દૂધની દાઝેલી ૧૬૭ પ્રયત્ન ફોગટ ગયો. એ અસફળ ઉપકારી હતી મરકી માતા. તેણે પિતાને ગળ્યા, માતાને ગળી અને છેલ્લે મને ગળવા માંડી. પણ અફસોસ! હું અડધીપડધી ગળાઈ ન ગળાઈ ત્યાં તે મારાં મામા-મામી, દયાની પવનપાવડીએ બેસી દેડી આવ્યાં. ભાણજી ઉપર તેમને એટલું બધું હેત ઊભરાયું કે બિચારો કાગળિયો તેમાં તણાઈ ગયો. મને મામા-મામી લઈ ગયાં સંસારમાં તેમની વાહવાહ ગવાઈ.
પરંતુ મારી દશા શી થઈ ? મામીને મારા પર એટલું બધું હેત કે ઘરને બધા કારભાર મને સેંપી દીધો. ઘરનાં બધાં જ કાર–કામે મને મળ્યાં. રસોઈ, વાસીદું, પાણી અને એવાં તે ઘણું કામોને ભારે મારે માથે આવ્યા. જોયું ને? મામા-મામોની દયા મને ક્યાં કેટલી કારગત આવી! નિશાળે જવા વિના જ હું સંસારને કારભાર શીખવા પામી.
મામીની એક દયાથી તે ધરાઈ રહી હતી ત્યાં મામાને વળી બીજી દયાનો ઉમળકે આવ્યો. હું પંદર વર્ષની થઈ છતાં ડેકમાં મંગળસૂત્ર નહિ એ એનાથી જોયું ન ગયું. એ તે ખભે ખડિ લઈને નીકળી પડયા. એને ભાણજીનું સ્ત્રીત્વ સાર્થક કરવું હતું, તેને પરણાવવી હતી. ગામ પરગામ ઢંઢી ઢંઢી એણે એક વર શોધી કાઢ. મામાએ વર તો જોયો પણ તેનું ઘર ન જોયું, કારણ એ હતું એક પડાળિયું ઢાળિયું, તેમાં જેવાનું શું હેય? તેણે વરનું કુળ જોયું પણ તેની ઉમ્મર ન જોઈ; કારણ એવી વરણાગી કરવા જતાં તે વાંકડે આપવો પડે. એ વાંઢા' હતા, વિધુર હતા કે વૃદ્ધ હતા તેની તેણે ચોકસી ન કરી; તે મારા સોભાગ્યદાતા થવા તૈયાર હતા એટલી જ વાત મારા મામા માટે બસ હતી. કારણ મોટી બૈરી જેવડી થઈ છતાં હું કુંવારી હતી, તે તેના દયાળુ દિલથી જોયું જતું ન હતું. શી એ દયા! તરતજ મારા બૂચા ગળામાં મંગળસૂત્ર પડયું. એ સૂત્ર એક અલંકાર હતો કે ૫ર ઘરે વેચાએલી ગાયના ગળેનું દેરડું હતું તેને જવાબ મારા સિવાય બીજા કોઇને ન જડયો.
મારે સંસાર ચાલુ થયો. ભગવાનની એવી દયા હતી કે મારા ઘરમાં સાસુ, સસરા કે નણદી કાઈને ત્રાસ ન હતો. વળી ન હતું મારે કંઈ સંઘરવાનું કે ન હતું કંઈ ચોરાઈ જશે એવી ધાસ્તીથી ડરવાનું. પતિરાજ ટીપણું લઈ બજારમાં જતા, એકાદ ઝાડ તળે બેસતા ને આના–તેના જેશ જઈ સાંજે આઠ–બાર આના કમાઈ લાવતા. એજ એમની મિત. રોજનું કમાવું ને રોજનું ખાવું. કોઈ દિવસ ન કમાય ભૂખા સૂઈ રહેવાનું.
મારા પતિ અલકમલકના જોશ જોતા પણ એમણે પિતાને જોશ જે ન હતો. ક્ષયની ખાંસી એની છાતીને ખાલી કરી રહી હતી તેને પત્તો કદાચ એના ટીપણુનાં ધનમકર-કુંભમાં નહિ લખ્યો હોય
એમને નહવડાવતો, ખવડાવતી, રાત્રે પાયચંપી ને પ કરતી. પતિરાજ પણ વ્યા કરી મને-પત્નીને એ સેવાને લહાવો લેવા દેતા. મારા પતિદેવ તે એટલી સેવાથી રીઝતા હતા. પરંતુ સર્વના પિતા એવા ઈશ્વરે મારા ઉપર વધુ દયા કરવી ધારી. પતિસેવાને એ લહાવે મને તેણે આપ્યો કે જે બહુ ઓછી સ્ત્રીઓને મળે છે. પતિથી છ માસ લગી પથારીવશ રહ્યા. રાત અને દિવસ એક કરી મેં તેમની ઊઠવેઠ કરી. એટલી સેવા સ્ત્રીઓની આદર્શદેવતા સાવિત્રીએ પણ કદાચ નહિ કરી હેય.
પતિરાજ આખરે ઊડી ગયા. મને એકલી, અનાથ ને નિરાધાર મૂકી જતાં તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com