________________
દૂધની દાઝેલી
[ 2 ]
“જગતના સરજનહાર જે કાઇ હશે તેને દયાળુ થવાના અભખરા થયા ન હાત તા આજે મારી આ દશા ન હેાત. એ ક્રાણુ જાણે કેવીય અપશુકનિયાળ પળ હશે કે જ્યારે તેણે મારા જીવ પર દયા કરી તેને મનખા અવતાર અને તેમાંય કુલીનેામાં કુલીન એવી બ્રાહ્મણ જાતિનું ખેાળિયું આપ્યું. નિય બની તેણે મને ઢેડવાધરીના કૂબામાં જન્માવી હાત અથવા તેથીય વધુ નિર્દય થઈ મને કૂતરાં બિલાડાંના જન્મ આપ્યા હાત તે હું ખૂબખૂબ રાજી થાત. દાકતર સાહેબ ! રસ્તાનું નિર્જીવ રાળું બની રાહદારીની ઠેબે ચડવું એ ખમી શકાય પરન્તુ સજીવ મનખા અવતાર લઇ જરા સરખું પણુ અપમાનિત થવું તે સહુન થતું નથી.
મ.
કુલીનાના ગરીબ ઘરમાં હું જન્મી હતી. પુત્રી છતાં કહેવાઇ ‘પથરા’. એ ‘ પથરા ’તે દૂધપીતી કરતાં માનેા જીવ ન ચાલ્યા. ધ્યારૂપ રાક્ષસીએ તેના હૃદયમાં પેસી મારા પર વેર વાળ્યું, એટલું જ નહિ પરન્તુ પિતાજીના છગરમાં જઇ તેણે મારા ભવિષ્યની જિન્દગી માટે ઝેરનું ઝાડ રાખ્યું. એ ઝાડ હતું મારૂં ભણતર. ગરીબડી દીકરી પર દયા કરી પિતાજીએ મને ભણાવી ન હેાત તા હું કુંભારના ગધેડા પેઠે ડાં ખાવા છતાં વગર વિરાજે આવરદા પૂરા કરત. પણ્ તા તેા પછી એ ડાકણુ દયાનું વેર અધૂરું રહી જાયને! તેણે મને શુદ્ધ આપી, આળુ એવું મર્મસ્થાન આપ્યું, લાગણી આપી તે ખરું-ખાટું પારખવાના વિવેક આપ્યા. તેણે મને માખણ જેવી પેચી બનાવી. એના લેાંદામાં નાનકડું તણુ ખલું પણ સાયા પેઠે પેસી જાય છે. એ મુજબ હું જિંદગીભર નાનાં નાનાં દુઃખાથી કારાતી રહી છું. પિતાએ નિય બની નિશાળે મૂકી ન હોત, અને તેમણે મૂકી તેા ભલે મૂકી પરન્તુ વિદ્યાદેવી યા કરી પ્રસન્ન થઇ ન હાત તેા કંઇ દુઃખ હતું જ નહિ. જનમતાં વેંત જ ‘ પથરા ’ કહેવાએલી હું પથરા જેવી જ જડ રહી હેાત તેા ન હતું દેખવાનું ન હતું દાઝવાનું. સમાજમાં અનેક બાળાએ ધાબીધાટના પથરાની પેઠે પીટાય છે છતાં તે નથી રાતી કે નથી બડબડતી. હુંય દયાનેા ભાગ ન ખતી તેમના જેવી રહી હૈ।ત તા આજે મારે કિલ્લાંની પેઠે તરફડવા વારે। ન આવત.
એ દુષ્ટ યાના હલ્લા એકજ માર્ગે ન હતા. એના કારણે ગામનાં અન્ન, હવા તે જલનેય ખીજાં કાઈ ન જડયું પણ જડી હું અભાગણી. તેમણે મારામાં ઠાંસીઠાંસીને રૂપ અને સ્વાસ્થ્ય ભર્યું. કિશાર વયે તેા હું ગુલાબની કાંતિ અને હજારીમેગરાની પુષ્ટિએ દીપવા લાગી. આખેહવાની દયાએ હું ફૂટડી બની અને એથી હું વિકારીએની આંખનું આકર્ષણુ અને શિકારીઓના હાથનું રમકડું બની.
એ વયે એક જણે નિર્દય બનીને મારા પર ઉપકાર કરવા ધાર્યું હતા પણ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com