________________
યાંત્રિક ખેતી - ૧૫૭ ધન લગભગ આવી રહ્યું છે. પરિણામે તેમને હવે એ ખેંચેલું નાણું સારું વ્યાજ મળી શકે એ સ્થિતિમાં અહીં ધીરવું છે. પણ જો ટૂંડિયામણના દર ઘટાડવામાં આવે તે નાણું હિંદમાં પ્રવેશતાં જ સવાયું બની જાય. તે અંગે દરના ઘટાડાની માગણીને વહેતી મૂકી દેવાણી છે. જ્યારે ખેડૂત હાથમાં આવી ગયો હશે, તક અનુકૂળ બની હશે ત્યારે ઉપરોક્ત માગણીને માન આપવાના બહાને હૂંડિયામણના દર ઘટાડી દેવાશે. પરિણામે પરદેશી મૂડી હિદમાં ધસી આવી હિંદી બેંકને કબજે લેશે. હિંદી પ્રજા પાસે તે વખતે બેંકમાં મૂકવા જેટલી મૂડી હશે જ નહિ એટલે પરદેશીઓનું હિત જાળવવાને બેકના વ્યાજના દર ઊંચા ચડી જશે. તે પ્રસંગે ખેડૂતોને ઓછા વ્યાજે મળતાં નાણું અટકી જશે. અને તે અને તેની જમીન બંને પરદેશી મૂડીદારના કબજામાં ચાલ્યાં જશે, યાંત્રિક ખેતી સાર્વત્રિક બનશે. ' ધીમે ધીમે યાંત્રિક ખેતી ખેડૂતવર્ગના મોટા ભાગને બેકાર બનાવશે. એ બેકાર વર્ગ મજૂરીમાં એવી હરીફાઈ કરશે કે ગોરા મૂડીદાર, જેમ આજે તેઓ બાર બાર રૂપિયે મેટ્રિક થયેલા કારકુનો મેળવે છે તેમ, રોટલાના ટુકડાના બદલામાં જ મજૂર મેળવી શકશે. ને હિંદી પ્રજાની દશા ધીમે ધીમે ગુલામ કરતાં પણ બદતર બની જશે.
યાંત્રિક ખેતીનાં ઉપરોક્ત પરિણામ સમજનાર વર્ગ પણ કેટલીક વખતે તો મૈન સેવે છે. તે એમ માને છે કે આ વિશાળ હિંદમાં એ યોજના સફળ થવાની જ નથી. ને એવા વર્ગની એ માન્યતા પણ યાંત્રિક ખેતી-પ્રચારકોને તે મદદકર્તા જ થઈ પડે છે. પણ એ વર્ગ જે આંકડાઓ પ્રત્યે નજર દોડાવે તે તેની આંખ તરત જ ખૂલી જશે. ' 'હિંદમાં વધુમાં વધુ જીવદયાપ્રેમી પ્રદેશ ગુજરાત છે ને યાંત્રિક ખેતીથી ગૌચર, બીડે અને ખેતી વિષયક પશુપાલન અસંભવિત થઈ જવાનાં તે તે તેવી ખેતીના પ્રચારકે પણ કબૂલે છે. આમ છતાં ગુજરાતને મોટો ભાગ જેમાં સમાઈ જાય છે એવા વડોદરારાજ્યના જ આંકડા જો અવકીએ તેમ જણાય છે કે ૧૯૩૭-૩૮ ના વર્ષમાં તે રાજ્યમાં ૫૯૫ વીધાં જમીન, ૧૯૩૮-૩૮ ના વર્ષમાં ૧૮૬૫-૯ વીઘાં જમીન ને ૧૯૩૯-૪૦ના વર્ષમાં ૩૦૮૫-૬ વીઘાં જમીન ટ્રેકટરથી ખેડવામાં આવી છે. અને છેલ્લા વર્ષમાં, યુદ્ધના કારણે, ટ્રેકટર, વિલાયતી બળતણ ને પરદેશી તૈલી પદાર્થો વગેરેના ભાવો જે ચડી ન ગયા હોત તો તે વર્ષને આંકડે છે તે કરતાં પણ મેટ હેત.
ખેડૂત ને શાહુકાર વચ્ચેની તકરાર અને પશુધન પ્રત્યેના અમાનુર્ષિક વર્તનના પ્રસંગે તે વધી જ રહ્યા છે. હિંદુ ખેડૂતો હજી પશુધનના નાશથી કંઈક કરે છે. પણ પિતાની હદનાં ગૌચરે અને બીડોને પશુઓના ઉપયોગ સામે બંધ કરવામાં અહિંદુ ખેડૂત મહત્ત્વને ફાળે નોંધાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના હારીજ-રાધનપુર વગેરે પ્રદેશોમાં તાજેતરમાં બની ગયેલા ને બનતા કેટલાક બના પ્રત્યે નજર દોડાવીએ તે તે હકીકતને ખ્યાલ આવી શકે છે.
. આ સ્થિતિમાં ને આ ઝડપે વિકાસ સાધતી યાંત્રિક ખેતીના ગુણદોષ પ્રજાએ ત્વરાએ વિચારી લેવા ઘટે છે.
| લેવા ઘટે છે.
* અમેરિકા જેવા સ્વતંત્ર દેશમાં પણ બેંકોએ ખેડૂતને કેવો ગુલામ બનાવી મૂકયો છે, તેને આબેહુબ ચિત્ર તાજેતરની જગવિખ્યાત નવલકથા Grapes of Wrath માં દેરવામાં આવ્યું છે. ખેડૂતને બચાવવા માટે સરકારને અનેક પ્રયાસો છતાં તે સ્વતંત્ર દેશમાં આ સ્થિતિ છે તે અહીં તે ખેડતની, પરદેશીઓના હાથે, શી દશા સંભવી શકે તે તો કલ્પનાની પણ બહારનો વિષય ગણાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com