________________
૧૫૬ સુવાસ : શ્રાવણ ૧૯૯૬
ગારી પ્રજાને આ ભાવતું હતું. વિશાળ હિંદુની ખેતીમાં પેાતાના વ્યાપારી લાભ સાંકળી દેવાને, અંતમાં તેને કબજે કરવાને અને પરિણામે પ્રજાને નિઃસત્ત્વ બનાવી દેવાને જ તેણે આ તક ઊભી કરી હતી. જો હિંદી પ્રન સુખેથી જીવે એવી તેની ઇચ્છા હૈાત તે મૂડીભક્તોને દબાવીને, ખેડૂતોને ઋણમુક્તિમાં મદદ કરીને અને આ વૈજ્ઞાનિક યુગમાં પણ અનેક સંભવિત વ્યવસાયેા ગામડાંઓમાં ખાલવીને તે ઉપરાક્ત પ્રશ્નને નિકાલ કરી શકત. પણ તેને તેા પોતાના વ્યાપારને વિકસાવવાને, અહીંથી હરણ કરેલી મૂડીને અહીં જ વાવવાને ખેતી અને ગામડાં કબજે કરવાનાં છે અને ગ્રામ્યપ્રાને શહેરામાં હડસેલી મૂકી તેને એકાર, દુઃખી, નિઃસત્વ અને પરસ્પર સામે ઘૂરકતી બનાવીને કચરી નાંખવાની છે. પરિણામે ખેડૂત અને શાહુકાર અંતે પરસ્પરથી છૂટા પડે એ એને રુચતું છે.
આજે ગામડાઓમાં શાહુકાર તે ખેડૂત બંનેની સ્થિતિ ભીષણુ છે. ખેડૂત જો કાઈ એને શાહુકારના પંજામાંથી છેાડાવે તા તે દાનવને જો સ્વીકારવાને પણ તૈયાર છે ને શાહુકાર જો એણે ધીરેલી મૂડીને અર્ધો ભાગ પણ જો કાઈ પાણે! અપાવે તે ગામડાં તજી જવાને તૈયાર છે. પ્રચારના ખળે ઘણી વખત ધારી લેવામાં આવે છે તેમ હિંદુનાં ગામડાંઓમાં ધીરધાર કરનાર વર્ગ ખૂબ પૈસાદાર નથી હેાતા. તેમાંના મેટા ભાગ તા કેટલીક વખતે દેણું કરીને કે વસ્તુઓ વેચીને પોતાને ધંધા ટકાવી રાખે છે. આજે એ બંને વર્ગ બહારની ઉશ્કેરણીથી પરસ્પર પ્રત્યે ખીજવાઈ રહ્યા છે તે એ ખીજ હિદની ખેતી કબજે કરવા ઈચ્છનારાઓને માટે તા સિદ્ધિનું મુખ્ય પગલું છે.
એ સિદ્ધાન્તની ઝાંખી રૂપરેખા સહેજે સમજી શકાય તેવી છે:
શરૂઆતમાં ખેડૂતને રક્ષણુ આપવાના બહાને ગામડાંઓમાંથી શાહુકારાનાં હિતાને નષ્ટ કરવાં. પરિણામે એકાર બનતા એ વર્ગ શહેરને માર્ગે વળે અને ત્યાં ખાજારૂપ બની તે હિંદી પ્રજાના સામુદાયિક અને સાર્વત્રિક નાશમાં હથિયારરૂપ થઇ પડે.
તે પછી ઓછા વ્યાજે નાણાં ધીરવાની લાલચે, ખેતી સુધારવાને ઉપદેશ આપી, ખેડૂતને યાંત્રિક ખેતીના માર્ગે વાળવા. તે એ રીતે હિંદની ખેતીવાડીને પોતાનાં યંત્રો, વિલાયતો બળતણુ તે તૈલી પદાર્થીના વેચાણુનું ને યાંત્રિકાના ટકાવનું બજાર બનાવી દેવું.
—ને સમસ્ત હિંદુસ્તાનના ખેડૂતવર્ગને અમુક વર્ષના ગાળા માટે ઓછા વ્યાજે નાણાં ધીરવાનું શકય બનાવતા માર્ગ પણું અજન્મ છે. ગરીબાઈ અને ઊંચા ભાવાના કારણે હિંદની ધાતુસંપત્તિ, અને સ્થાવર મિલ્કત વિષયક અનેક પ્રકારના કરાના કારણે હિંદની સ્થાવરસંપત્તિ-બંને, વર્ષોથી, રાંકડ મૂડીના રૂપમાં ફેરવાઈ રહ્યાં છે. આ મૂડીનું નિવાસસ્થાન એ ા છે. ટૂંકાણમાં જો રાટલા, કપડાં, ચાલુ વપરાશની હલકી ચીજો ને મૂર્ખ (?) પૂર્વજોના રીતરિવાજોથી જળવાઇ રહેલ ત જેવા ધાતુના અલંકારાને બાદ કરીએ તે। હિંદી પ્રજાની બધી જ સંપત્તિ ધીમે. ધીમે અક્રામાં પ્રવેશેલી છે. પરિણામે એ કાના વ્યાજના - દર ધટતા જ રહ્યા છે તે નજીવા વ્યાજે લીધેલી મૂડી એકા આજે પેાતાના આડતીઆએ દ્વારા ખેડૂતાને સામાન્ય વ્યાજે સહેલાઈથી ધીરી શકે તેમ છે. પણ ખેડૂત જ્યારે પૂરેપૂરા હાથમાં આવી જશે ત્યારે આ યેાજના કંઈક જુદુંજ સ્વરૂપ દાખવશે.
વર્ષો પૂર્વે હિંદને વધારાના પરદેશી માલથી લાદી દેવાને તે હિંદનું ધન ખેંચી લેવાને હૂંડિયામણુના દર ધટાડાયલા. હવે ગેરી પ્રજાએ સમજી ગઈ છે કે હિંદમાં ખેંચવા જેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com