________________
૩૦૮ સુવાસ : કાર્તિક ૧૯૯૯
“ક્યાંથી ?”
“ તું બેસ, હું આપણા શેઠને ત્યાં જાઉં છું. ને મારા પગારના બે રૂપિયા ચડયા છે તે લઈ આવું છું.”
“વાહ! વાહ! ત્યારે તે લાડુ મળવાના.” છનીઓ કૂદવા લાગ્યો. ધની શેઠને ત્યાં ગઈ. ધનીએ બારણુમાં પગ મૂક્યો કે શેઠાણી ઘૂરક્યાં, “કેમ ધની, તું આજ વહેલી આવવાની હતી ને ? આટલું બધું મોડું કેમ કર્યું.”
“ભાભી, કાલે મારા દિલમાં સારું ન હતું. સખત તાવ ભરાયો હતે.”
ચાલ હવે આ વાસણ માંજી આપ, ” શેઠાણ અંદર ગઈ, ધની બિચારી લાડુના વિચાર કરતી, વાસણ માંજવા બેઠી.
કેમ માંજી રહી કે વાસણ!” ભાભીને સત્તાવાહી અવાજ આવે. “જી હાં, ભાભી” " હવે કાલે પણ વહેલી આવજે. હું”
ભાભી, એક કામ છે.” ધની અચકાતાં અચકાતાં બેલી. “શું?”
“બે રૂપિયાનું કામ છે. મારા છનીઆને લાડુ ખાવાનું મન થયું છે. કાલે લાડુ કરવા છે. ”
એમ !” શેઠાણીએ બે રૂપિયા આપ્યા. “પણ જે કાલે વહેલી આવજે. તારે તે આજ છનીઓ માંડે છે તો કાલે તું માંદી છે, પરમ દિવસ છનીઆના ગાઠિયા આવવાના છે તો ચોથે દિવસે છનીઆને લાડુ ખાવા છે; ને અમારે પૈસા આપીને કામ હાથે કરવું પડે છે. હવે એમ નહિ ચાલે. તમને તે વળી મોટા લેકના શોખ પરવડે ?”
વારૂ. ભાભી, વહેલી આવીશ,” કહી ધની ચાલતી થઈ. બે રૂપિયામાંથી, એ ખાંડ, ઘી ને ર લઈ આવી. અને છનીઆ માટે લાડુ બનાવ્યા, એ દિવસે પણું બનીને સખ્ત તાવ ભરાયો. દિલમાં તાવ હો જ છતાં એ બિચારી વહેલી ઊઠી. વાળી-ઝાડી, સાથિયા પૂરીને કામે ગઈ.
ધનીની તબિયત દિવસે દિવસે વધારે બગડતી ગઈ. કામ છોડે તે ખાવાના સાંસા પડે એટલે કામ પણ છેડયું નહિ. તાવ ભરાયે હેય તે પણ એ કામે જતી અને આમ હદ ઉપરાંત પરિશ્રમ કરવાથી, ધની સખ્ત બિમાર થઈ. હવે એનામાં ઊઠવાની શક્તિ રહી ન હતી. કામ છૂટી ગયું. ત્રણ ત્રણ દિવસના અપવાસ મા-દિકરાને થયા. પથારીમાં પડયે પડયે પણ એને છની આને જ વિચાર આવતઃ “મારા છનીઆનું શું થશે ?” એ એક જ વિચારે એનું હૃદય રડી રહેતું.
તાવ અને ભૂખમરાથી એ કરણ દિવસ પાસે આવી લાગે. ધનીને છેવટને શ્વાસ ચાલતો હતો. એણે આંખ ઉઘાડી. પાસે એનાં સગાવ્હાલાઓ ગોળ કુંડાળું કરી બેઠાં હતાં. પાણી.” ધનીના મુખમાંથી ધીમે અવાજ નીકળ્યો. એની માસીએ એના મોંમાં પાણીનાં બે ટીપાં મૂક્યાં.
“મારાં શેઠાણને જરા બેલાવશો કેઈ મને એમનું કામ છે.” આટલું બોલતાં તે એને શ્વાસ ભરાયો. માસીને એની દયા આવી. શેઠાણી પાસે એ ગઈ ને બધી વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com