________________
ધની - ૩૦૭
મોડું થયું. એ દિવસે એ કામે ન જઈ શકી. છનીઆના ગઠિયાઓ આવ્યા, બધાને ખાવાનું ધનીએ આપ્યું. બધા છોકરાઓ ખાતા ગયા ને વાતો કરતા ગયા. ધની છની આને દૂરથી જોઈ રહી. હૃદયમાં માતૃસ્નેહ ઊભરાવા લાગ્યો, અને એ ઊભરાના પૂરાવારૂપ બે આંસુ એની આંખોમાંથી સરી પડ્યાં.
“બા, કેવી મઝા આવી!” છનીઓ બેલ્યો.
“વાહ! બહુ જ મઝા પડી.” ધનીએ એક ચુંબન લીધું ને એના માથા ઉપર હાથ ફેરવ્યો.
“બા, પેલે રામે કહેતા હતા કે એને ત્યાં કાલે લાડુ કરવાના છે. આપણે ત્યાં પણ તું લાડુ કરીશ ને!”
વારૂ કરીશું હું.” ધની વિચારમાં પડી. આવતીકાલે લાડ કરવાનું એણે છનીઓને કહ્યું, પણ લાડુ શેના બનાવવા ? જે થોડા પૈસા એણે એકઠા કરી રાખ્યા હતા તે બધા ફટાકડા લાવવામાં અને ઘૂઘરા બનાવવામાં ખર્ચાઈ ગયા. હવે એક પાઈ પણ રહી ન હતી. થોડો વખત વિચાર કરી એ બહાર જવા નીકળી.
“બા કયાં જાય છે?” છનીઆએ પૂછયું. “મોદીને ત્યાં જાઉં છું. જો ઘરમાં જ રહેજે.” “કેમ મોદીને ત્યાં !” “ કાલે લાડુ બનાવવા છે ને! એના માટે ઘી-ખાંડ લેવા જાઉં છું.”
ધની મોદીની દુકાને આવી કે મોદીએ પૂછયું, “કેમ ધની બાકી પૈસા આપવા આવી છે? કેટલા પૈસા લાવી છે?”
“બાકી પૈસાને તે શેઠ-સાહેબ થોડા દિવસ વાર લાગશે. પણ હું તે શેડો માલ લેવા આવી છું.”
“બાકી પૈસા ચૂકવ્યા સિવાય તને કાંઈ માલ મળી શકે નહિ.”
સાહેબ, આમ શું કરે છે ! આ તે દિવાળીના દહાડા છે. મારે તે ઠીક છે પણ મારા છનીઓને તે દિવાળી કરાવવી જોઈએ ને? કાલે લાડુ કરવા છે!”
“ હારે છનીઆને દિવાળી કરાવવી હોય તેમાં મારે શું ? મને તો મારા પૈસા જોઈએ.”
“આમ ન કરો, શેઠ! આટલી વખત જ આપ પછી પૈસા આપ્યા સિવાય હું માલ લેવા નહિ આવું. છનીઆને લાડુ ખાવા છે.” ધનીએ હાથ જોડયા.
તારા છનીઆને લાડુ ખાવા હોય તેમાં હું શું કરું? પૈસા ચૂકતે કર્યા સિવાય તને એક પાઈને પણ માલ મળવાનો નથી.”
ધની હતાશ થઈ ઘેર આવી. છનીઆની હોંશ કેવી રીતે પૂરી પાડવી એ એકજ વિચાર એના મનમાં ચાલી રહ્યો. એ આવી એટલે છનીઆએ પૂછયું, “લાવી, ખાંડ ને ઘી !”
“ના.” ધનીને અવાજ ગંભીર બન્યો. “કેમ?” “મેદીના પૈસા આપવાના છે. તે આપ્યા સિવાય એ માલ આપવાની ના પાડે છે.” “ત્યારે હવે લાડુ નહિ કરવાના?” કરીશું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com