________________
૨૦૦ - સુવાસ : શ્રાવણ ૧૫ ગયો છે એ જાણીતી વાત છે. એને કાયદાપૂર્વક ઘટાડવાની વાત પણ ચર્ચાઈ રહી છે. આમ
પટ-ટેક્ષ અને ભાડાનો ઘટાડો બંનેના પરિણામે, પૈસાદારો નવા મકાન બાંધવાને બદલે પિતાની મૂડીને બેંકમાં સલામત રાખવી વધારે લાભદાયી ગણશે. પરિણામે જે મૂડી કરતી ફરતી અને વહેચાતી રહેત તે સ્થિર બની, દેશી સરકારને મદદકર્તા બનવાને બદલે ઊલટી પ્રજાના વ્યવસાય પર કાપ મૂકશે ને બેંક કે લેનના વ્યાજના દર ઘટાડવામાં મદદકર્તા થઈ પડશે.
ભાડાના વધારાનાં અનેક કારણોમાંનું એક મુખ્ય કારણ એ પણ છે કે પ્રજા જેટલા પ્રમાણમાં શહેરો બાજુ ધસી રહી છે એટલા પ્રમાણમાં ત્યાં મકાને ન હેઈ જેઓ વધારે ભાડાં આપવાને તત્પર બને છે તેમને જ ભાડાના મકાન મળી શકે છે. એટલે ઉપરના બંને કાયદાઓના પરિણામે નવાં મકાનો બંધાતાં જે અટકી ગયાં તો પ્રજા કંગાલ ગામડાંઓમાં પાછી નહિ ફરે, પણ ગુપ્ત રીતે પણ વધારે ભાડાં આપવાને તૈયાર બની શહેરમાં વસવાની હરીફાઈ આદરશે.
આને બદલે પ્રોપર્ટી-ટેક્ષમાંથી જે ભાડાના મકાનોને બાદ કરવામાં આવે તે પૈસાદારોને એવાં મકાન બાંધવાને ઉત્તેજન મળે, એની હરીફાઈના પરિણામે ભાડાં સ્વાભાવિક રીતે ઘટી જાય, એ હરીફાઈ મકાનોને પણ સારાં અને સ્વચ્છ બનાવવામાં મદદકર્તા થઈ પડે, મૂડી ફરતી રહે, ધંધે ખીલતે રહી પ્રજની ખરીદશક્તિ ટકાવી રાખે, સરકારને જમીનનું સારું વેચાણ થાય અને સરકારી કાગળિયાં કે બેંકમાં પડી રહેતી મૂડી ઈલાકાની સ્થાવર મિલકતમાં વધારે કરી પ્રજાના ધન તરીકે વહેચાઈ જાય.
આ ઉપરાંત પ્રજાને કીર્તિ પ્રેમ વિકસાવી આવકને કેટલાક સ્વૈછિક માર્ગ પણ વધારી શકાય. પ્રજાના પૈસાદાર કે સેવકવર્ગ દારૂબંધીમાં કેટલે સહકાર આપવાને તૈયાર છે એની માગણી કરવામાં આવે ને જે પૈસાદાર અમુક રોકડ કે વાર્ષિક મદદ આપવાને તૈયાર થાય કે જે સેવકે દારૂને દૂર કરવામાં પોતાનું જીવન વીતાવવા તૈયાર હોય એવાઓને, તેમણે ? કરેલી કે કબૂલેલી આર્થિક કે સેવાવિષયક મદદની કદર તરીકે, તે તે મદદના પ્રમાણમાં,
ત્યદુશ્મન, દત્યવિજેતા કે દૈત્યવિક્રમ” જેવા ચડઉતર કોટિના ઈલ્કાબ આપવામાં આવે. આ ઈલકાબેને માનમરતબો સરકારની સત્તામાં હોય એટલે દરજજે વધારેમાં વધારે સન્માનનીય અને કીર્તિવંત બનાવે. જે આનું યોગ્ય સ્વરૂપ ઘડવામાં આવે તે આ પ્રયોગ જરીકે નિષ્ફળ જવા સંભવ નથી. ઊલટ તે ચાલુ ઈલ્કાબ તરફની પ્રીતિને પોતાના તરફ ખેંચશે, અને દ્રવ્ય સાથે ભાવનાને પણ ખેંચી લાવશે.
આ ઉપરાંત સમૃદ્ધિસંપન્ન નિર્વશજોની ગમે તેના હાથમાં જઈ પડતી સંપત્તિ, સટ્ટો કે લખલૂટ જંગમ મિલકતો-તેના પર કર કે તે સંબંધમાં કંઈક કાયદેસર યોગ્ય વ્યવસ્થા આખી પ્રજાને ભારરૂપ નહિ થઈ પડે.
ને શ્રી બેઝનું અલટીમેટમ–બ્રિટનનું પ્રધાનમંડળ જ્યાં સુધી સત્તશિરોમણીઓનું ન બને ત્યાંસુધી, એકસંપ લશ્કરી પીઠબળ કે કેઈક રાજદ્વારી યુક્તિ વિના એ કાઈને દાદ દે એમ નથી. હાઈન-પ્રદેશમાં જર્મનરૂપસુંદરીઓનાં જ્યારે હબસી સૈનિકોને હાથે શિયળ લુંટાતાં હતાં ત્યારે મહાન હન્ડબર્ગની વિનંતિઓ કે પ્રભાવની આખા યુરોપમાં કેઇએ પરવા પણ ન કરેલી. પણ આજે હીન્ડબર્ગના શિષ્યને ચરણે ઢળાય છે, કેમકે તેણે સંગ સર્યા છે, બળને એકસંપ ને વ્યવસ્થિત બનાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com