________________
LL
મહાસભાના આગેવાના સાથેના મતભેદ પછી શ્રી સુભાષચંદ્ર ખેઝે પ્રજાવિકાસની અસંભવિત ચેાજના ઠીકઠીક પ્રમાણમાં રજુ કરવા માંડી છે. જગતમાં જ્યારથી પ્રજાતંત્રની શરૂઆત થઈ છે ત્યારથી સત્તાધિકારી પક્ષના વિરેાધી નાયક્રા પ્રજાને નચવવા હંમેશ આ જ નીતિને અનુસરતા આવ્યા છે એટલે એમાં નવીનતા કંઈ નથી; પણ જ્યારે જયારે એ વિરેાધના પરિણામે એવા નાયકાના હાથમાં સત્તા સોંપી દેવામાં આવી છે ત્યારે ત્યારે તે નાયક્રા પેાતાની બિનવ્યવહારૂ યાજનાએમાંથી એકેને અમલમાં મૂકી શકથા નથી એ વસ્તુસ્થિતિ શ્રી સુભાષચંદ્ર કાં તેા જાણતા નથી, જાણે છે તેા હૃદયને છેતરે છે.
તેઓ કહે છે : ‘દાનિષેધને હું જરૂરી માનું છું, પણ તેનાથી આવતું નુકશાન નવા કરા નાંખીને નહિ પણ યુરેપિયા માટે જે દારૂ પીવાની છૂટ રાખવામાં આવી છે તે દારૂ પર વધારે કર નાંખીને વસૂલ કરવું જોઈએ...અંગ્રેજોને અત્યારે સ્વાતંત્ર્ય માટે અલ્ટીમેટમ આપી દેવાના સમય પાકી ગયા છે.'
દારૂનષેધ મુંબઈ ઇલાકાની પ્રજાને ગમે છે એટલે શ્રી સુભાષબાબુ એને વિધ તા કરી શકતાં નથી; પણ કર પ્રશ્નને નથી ગમતા એટલે તે દૂર કરવાની તેઓ જરૂરિયાત જણાવે છે. સ્વાતંત્ર્ય પણ પ્રજાને ગમે એટલે એને સમય પાકી ગયા હેવાનું શબ્દોમાં કહેવું એ પણ એટલું જ સહેલું ગણાય. પણ એ બધું શી રીતે સંભવિત છે, માર્ગમાં શી મુશ્કેલીએ નડે એ પ્રથમ વિચારી લેવું આવશ્યક છે.
દારૂની જેમને માટે છૂટ રાખવામાં આવી છે તેમના પર શકચ કર નાંખવાતી વાત ન વિચારાઈ હાર્ટ એમ કહેવુ એ તેા પ્રધાનમંડળને દેશદ્રોહી, પરદેશીએનું મિત્ર ને દારૂની તરફેણ કરનાર કહેવા બરેાબર છે. પણ દારૂથી આવનારી ત્રણ-સાડાત્રણ કરોડની કરને લગતી અને પચાશ લાખ લગભગની વ્યવસ્થાને લગતી—એમ ચાર કરાડની ખેાટને અમુક હજાર પરદેશીએ કૅ પરવાનાધારીએ પૂરી કરી શકે એ શી રીતે મનાય? તે એ માર્ગે લેવામાં આવે તાપણુ જ્યાંસુધી હિંદુ બ્રિટનને હસ્તક છે ત્યાંસુધી એને અમલ થઈ શકવા શું સંભવિત છે? “દારૂનિષેધ, પણ કર નહિ”એ વાત તા કાલસા બાળ્યા સિવાય સેાનાને
ગાળવા જેવી છે.
છતાં એટલું ખરું છે કે મુંબઈ સરકારે નવા કરની જે પદ્ધતિ સ્વીકારી છે એ કરતાં ઓછી નુકશાનકારક બીજી પદ્ધતિએ તેને મળી શકત. સેલ્સ-ટેક્ષથી પૈસાદારાને જરીકે નુકશાન નથી આવવાનું. તે તે ઊલટા પ્રશ્નની ખરીદશક્તિ ઘટાડી ગરીખાનાં કપડાંની કિંમત મેાંધી બનાવરો. અને પ્રેપર્ટી-ટેક્ષથી પૈસાદાર ને જેટલું શાષવાનું હશે એ કરતાં ભાડુઆત વર્ગને અને જેમના બંધે! નવાં મકાનની બાંધણી સાથે સંકળાયેલા છે એવા કડિયા-સુચાર કે મજૂરવર્ગને વધારે શાષવું પડશે.
નવા કરા નાંખતી વખતે, હંમેશાં એ કરાથી થનાર નફાની ગણતરી કરતાં, નુકશાનની ગણતરી બમણા પ્રમાણમાં કરી લેવી જોઈએ, મેટાં શહે૨ેશમાં ભાડાંના વધારા ખેહદ વધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com