________________
૧૨ - સુવાસ ચૈત્ર ૧૯૯૫ શાખાઓનું મહત્વનું બધું જ્ઞાન પિતાના અલૌકિક બુદ્ધિબળે નાનપણથી જ પ્રાપ્ત કર્યું એટલું જ નહિ પણ બ્રાહ્મણવિદ્યાઓમાં પણ તે પારંગત થયા હતા અને ૨૭ વર્ષે આચાર્ય થયા ત્યારે તેમનું નામ હેમચંદ્ર પાડવામાં આવ્યું, અને તેમના ગુરુને સ્થાને તેમને બેસાડવામાં આવ્યા. એમના જ્ઞાનથી, એમની કથાવાર્તાઓથી અને તેમની નિપુણતાથી ચાલુક્ય વંશનો રાજા જયસિંહ સિદ્ધરાજ (૧૦૯૪-૧૧૪૩) આકર્ષાયો અને આચાર્યની સાથે મિત્રતા બાંધી. આ રાજાને સાહિત્ય અને તત્ત્વજ્ઞાન ઉપર ઘણે પ્રેમ હતો. જો કે પોતે શૈવધર્મ પાળતો તે પણ અણહિલવાડ પાટણના પિતાના દરબારમાં હેમાચાર્ય અને બીજા જૈન સાધુઓને તેડાવતે અને તેમને બેધમાં ઘણે રસ લેતો. રાજાને ઉપદેશ આપીને હેમચંદ્રાચાર્ય જૈન ધર્મની મહત્તા તેને સમજાવી. અને તેથી જે કે જયસિંહે જૈનધર્મ સ્વીકાર્યો નહિ તો પણ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી તેણે સિદ્ધપુરમાં મહાવીરનું મંદિર બંધાવી આપ્યું અને તેમની સાથે નેમિનાથનાં દર્શન કરવાને ગિરનાર જાત્રાએ ગયો. એ ઉપરથી એ રાજા જૈનધર્મમાં કેટલે રસ લેતે હતો એ જણાય છે. પિતાના આશ્રયદાતાની પ્રેરણાથી હેમચંદ્ર સિદ્ધહેમચંદ્ર સિદ્ધરાજને માટે હેમચંદ્ર લખેલુંનામનું વ્યાકરણ અને બીજા અનેક ગ્રંથ લખ્યા. ઈ. સ. ૧૧૪૩માં જસિંહ રાજા મરણ પામે ત્યારે તેને પુત્ર નહિ હોવાથી તેના ભાઈને પુત્ર કુમારપાળ ગુજરાતની ગાદીએ બેઠો. તેના ઉપર હેમચંદ્ર ઘણે પ્રભાવ પાડયો હતો. ધીરે ધીરે તેને જૈનધર્મ તરફ આકર્ષ અંતે તેને જૈનધર્મની દીક્ષા પણ આપી. કુમારપાળે હેમચંદ્રના બોધથી માંસાહાર છોડી દીધે, શિકાર કરવાનું છોડી દીધું અને જુગાર રમવાનું બંધ કરાવ્યું, પરિણામે આસ્તે આસ્તે ગુજરાત નમુનેદાર જૈન–રાજ્ય બનવા લાગ્યું. કુમારપાળે જેનો નાં ઘણાં તીર્થોની યાત્રા કરી અને દેવળ બંધાવ્યાં. પિતાના રાજાને આશ્રયે રહીને હેમચંદ્ર અનેક સાહિત્યગ્રંથો લખ્યાજેમાં વેગશાસ, ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર, કુમારપાળ ચરિત, વગેરે મુખ્ય છે. ૮૪ વર્ષ સુધી પ્રભાવશાળી જીવન જીવ્યા પછી હેમચંદ્ર ૧૮૭રમાં ઉપવાસ કરીને દેહત્યાગ કર્યો ત્યાર પછી થેડે વખતે કુમારપાળે પણ તે જ રીતે દેહત્યાગ કર્યો.
જેનેએ સાહિત્યના ક્ષેત્રમાં કેટલું બધું કર્યું છે તેને કંઈક ખ્યાલ જૈન ભંડારોમાં હજી સુધી સચવાઈ રહેલ, ભોજપત્ર ઉપર, લાકડાંનાં પાટિયાં ઉપર, તાલપત્ર ઉપર અને કાગળ ઉપર લખ્યા લેખે અને ગ્રંથે ઉપરથી આવે છે. હેમચંદ્ર અને એવા બીજા જનઈતિહાસમાં પ્રખ્યાત થએલા પ્રતાપી આચાર્યો એકસ્થાને રહીને ગ્રંથ લખતા. તેમ બીજા વિધાન સાધુઓ ચાતુર્માસમાં વિહાર કરવાના નિષેધને લઈને ચાતુર્માસમાં એક ઠેકાણે રહેતા તે વખતે ગ્રંથો લખતા. લેખકે મોટે ભાગે ધાર્મિક શ્રેણીના હતા તેને પરિણામે ગ્રંથે પણ મોટે ભાગે ધાર્મિક શ્રેણીના લખાયા છે તો પણ ભારત સાહિત્યના ઈતર ક્ષેત્રોમાં જે વિષયો ઉપર ગ્રંથ લખાયા છે તેમાં જૈન લેખકોને પણ સારો ફાળે છે. આધ્યાત્મિક ભાવનાઓ, ધાર્મિક કથાઓ, શિલ્પશાસ્ત્ર અને તીર્થંકરનાં સ્તોત્રે એ સાહિત્ય મુખ્ય છે; તે ઉપરાંત વિજ્ઞાનશાસ્ત્રકાવ્ય, વાર્તાઓ, નાટકે વગેરે સાંસારિક વિષયના ગ્રંથ દ્વારા પણ જન લેખકે એ પોતાના ધર્મને પિઘણું આપ્યું છે; જૈન ગ્રંથકારેએ પ્રાચીન (સંસ્કૃત) માધ્યમિક (પ્રાકૃત અને અપભ્રંશ) અને અર્વાચીન (ભાષા) એ ત્રણે ભાષાઓનો ઉપયોગ કર્યો છે. લખાણની સ્વચ્છતામાં અને શુદ્ધતામાં જૈન હસ્તલેઓ બીજાએના કરતાં ચઢી જાય છે. અનેક રંગની શાહીનો ઉપયોગ તેમાં કરેલો હોય છે. અનેક પુસ્તકેમાં નાનાં ચિત્ર ચિતરવાને લેખકને શેખ પણ તરી આવે છે. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com