________________
શ્રી હેમચંદ્રાચાર્ય
શ્રી. ગેવિન્દભાઈ હાથીભાઈ દઈ
જન ધર્મ પુરાતન કાળથી આખા ભારતવર્ષમાં ફેલાએલો છે, પણ તેણે ગુજરાતમાં જેવું પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું છે તેવું બીજે કયાંઈ પ્રાપ્ત કર્યું નથી. ૨૪મા તીર્થકર શ્રી અરિષ્ટનેમિએ ગુજરાતમાં તપશ્ચર્યા કરેલી અને ગુજરાતમાં જ તે નિર્વાણ પામ્યા હતા. મહાગુજરાતના ગિરનાર અને શત્રુંજય પર્વત ઉપર ઘણું જૈન ધર્માત્માઓ મેક્ષ પામેલા. વીર સંવત ૯૮૮માં અહીં વલ્લભનગરમાં વેતામ્બર સાધુઓનો સંધ મળે અને પિતાના ધર્મશાસ્ત્રોને વ્યવસ્થિત કરેલાં તે વાત પ્રમાણ આપે છે કે ગુજરાતમાં પ્રાચીન કાળે જૈન ધર્મ કેટલું બધુ મહત્વ ભોગવતો હતો.
વિવિધ વંશના પ્રખ્યાત રાજાઓ ગુજરાતમાં જૈન ધર્મના છત્રધારે થઈ ગયા છે. ચાવડા વંશના રાજા વનરાજને (૭ર૦–૭૮૦) રાજા થતા પૂર્વે વનમાં જૈન સાધુ શીલગુણસૂરિ એ ઉછેરેલે અને પાછળથી તે રાજાને જૈનધર્મને શિષ્ય બનાવેલ. જ્યારે વનરાજે અણહિલવાડ પાટણ વસાવ્યું, ત્યારે જૈન મંત્રોથી ક્રિયા કરાવી હતી, અને એ પ્રસંગે વનરાજે પાટણમાં એક જૈન મંદિર બંધાવ્યું હતું તે પાર્શ્વનાથના મંદિર તરીકે હજી મોજુદ છે. જૈન ધર્મનાં એથી પણ વધારે આશ્રયદાતા લુક્ય (સોલંકી) વંશના રાજા હતા. એ વશ સ્થાપનાર મૂળરાજ (ઈ. સ. ૯૬૧-૯૯૬) શૈવધર્મી હતો પણ તેણે જૈન મંદિર બંધાવેલું. ૧ લા ભીમ (૧૦૨૨-૧૦૬૪)ના રાજ્યકાળમાં શ્રદ્ધાળુ શ્રાવક વિમલે આબુ પર્વતના ભવ્ય શિખર પ્રદેશ ઉપર ૧૦૩રમાં પ્રખ્યાત જૈન મંદિર બંધાવેલાં તે હજીએ વિમલ-વસહિ (વિમલને વાસ) એ નામે પ્રખ્યાત છે. તે પણ પ્રખ્યાત હેમચંદ્રાચાર્ય જેમની પવિત્ર યાદગીરી નિમિત્તે “હેમ સારસ્વત સત્ર' ઉજવવાને સમારંભ તા. ૭-૮-૯ એપ્રિલના શુભ દિવસમાં મુંબઈ સરકારના ગૃહસચિવ શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશીના પ્રમુખપણું નીચે પાટણમાં થવાનું છે, અને જેમના નામે, પાટણના કિંમતી ગ્રન્થભંડારોને સાચવી રાખવા, ઝવેરી મોહનલાલ મોતીચંદના સુપુત્રોએ, પિતાના સ્મારક અર્થ, અંધાવેલ જ્ઞાનમંદિરની એ જ પ્રસંગે ઉદ્દઘાટન ક્રિયા થવાની છે. તેમના પ્રભાવ અને પરિબળે જ ગુજરાતમાં જૈન ધર્મે એકદમ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
હેમચંદ્રાચાર્યનું પૂર્વાવસ્થાનું નામ ચંગદેવ હતું. ધંધુકામાં એક જૈન વણિકને ઘેર તેમને જન્મ ૧૦૮૮માં થયો હતો. આ બુદ્ધિશાળી બાળક તરફ દેવચંદ્ર નામના એક સાધુનું ધ્યાન ખેંચાયું હતું અને તેના માબાપની સંમતિથી તેમણે તેને ધર્મશિક્ષણ આપ્યું હતું; અને આઠ વર્ષની ઉમ્મરે વ્રત આપી તેનું નામ સેમચંદ રાખ્યું હતું. સેમચંદે જૈન ધર્મની સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com