________________
શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ૬૦૧ સાંભળેલી વાત મુકાયેલી જણાય છે. તે ઉપરાંત રાસમાળામાં ભાટની વાત પરથી શંકરાચાર્ય મહેલ સુધી સમુદ્રનાં મેજાં ઊછળે તેવાં પાણુ પિતાની અદ્દભુત શક્તિથી લાવી કુમારપાળ અને હેમાચાર્યને જલશાયી મરણના ભાવમાં સપડાવી હેડીનું દશ્ય બતાવ્યું, કુમારપાળને પકડી રાખ્યા, જ્યારે હેમાચાર્ય તે હોડીમાં જીવ બચાવવા કુદી પડયા-દરિયે ને હેડી એ સર્વ કાર્મિક હતું તેથી તે નીચે ફરસબંધી ઉપર પડયા. ને ભેચી નીકળી ગયા (કેવા સુંદર શબ્દો વાપર્યા છે? !) જૈન ધર્મ પાળનારાઓને કતલ કરવાનું કામ ચાલ્યું; પછી કુમારપાળ શંકરસ્વામીને શિષ્ય થયો.”—
આવી વાત ઉપર કશો આધાર રાખી શકાય તેમ નથી, એટલું જ નહિ પણ તેમાં જરાયે સત્યને અંશ હેાય એમ સામાન્ય બુદ્ધિવાળો પણ સર્જન હોય તે સ્વીકારી શકે તેમ નથી, છતાં તેને એતિહાસિક ગ્રન્થમાં સ્થાન આપવું અને સ્થાન અપાય તે તે ન મનાય તેવી, કાલ્પનિક, જણાય છે એટલું યે ન જણાવવું, એ અક્ષતવ્ય છે.
સત્યગષક વિદ્વાનોનો સ્વભાવ છે કે તેમણે મૂકેલા વિચારે, મંતવ્યો કે સાંભળેલાં કથને બુદ્ધિગ્રાહ્ય, પ્રબલપ્રમાણથી ફેરફાર કરવાને યોગ્ય જણાય તે તેઓ પિતાના વિચારને ફેરવવાને કદી ચૂક્તા નથી;” તે આવા ભ્રમે જેમણે ઊભા કરેલા છે તેમણે અગર બીજા સજન વિદ્વાનોએ તે વિષે સવિશેષ ઊહાપોહ કરીને તેનું નિરસન કરવાનું કર્તવ્ય બજાવવું ઘટે અને ઈતિહાસને દેશનું ધન સમજીને પ્રત્યેક ઈતિહાસ પ્રેમીએ હિંદુસ્તાનના, ગુજરાતના કે સમાજના કેઈએ લખેલા ઈતિહાસમાં કેઈપણ પ્રકારની અસત્ય અને ભ્રામક કલ્પનાને આગળ વધવા દેવી ન જોઈએ.”
ગુજરાતની અસ્મિતાને પાયે નાંખનાર જોતિર્ધર–સુપ્રતિષ્ઠિત સાક્ષર શ્રી કનૈયાલાલ મુનશી કરાંચી-સાહિત્યસંમેલનના પ્રમુખ તરીકે પોતાના વ્યાખ્યાનમાં કથે છેઃ “જે કાઈ એ ગુજરાતને સસંકલ્પ જીવંત વ્યક્તિ તરીકે કલ્પવાને પહેલે પ્રયત્ન કર્યો હોય તે તે ધંધુકાના મેઢ વાણિયાએ, ગુજરાતના સાહિત્યસ્વામીઓના શિરેમણિએ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ; એનું “કુમારપાલચરિત” પાટણની મહત્તાની ભાવનામાંથી ગુજરાતની અસ્મિતા પ્રગટાવવાનો પહેલો પ્રયત્ન. આ તિર્ધરના તેજે વસ્તુપાલ તેજપાલના કાળમાં અનેક કવિઓએ પિતાની કૃતિઓને ઉજવળ કરી...કાઈક દિવસ આ વિદ્યાનિધિનાં
સ્મરણે સતેજ રાખતી પ્રવૃત્તિ સાહિત્ય પરિષદ આદરશે અને પાર ઉતારશે ત્યારે તે ક્ષણમાં કહેવાશે.' એમના આ આગ્રહભર્યા સૂચનથી તે પરિષદમાં હેમસારસ્વતસત્ર ઉજવવાનું નક્કી થયું અને પાટણમાં તેનો સમારંભ આ એપ્રીલ માસમાં થનાર છે, એ તે પ્રમુખ અને પરિષદ માટે અભિનંદનીય છે.
તેઓશ્રી પ્રત્યેનું ગાણુ–એમણે સજેલા–પ્રોજેલા આકાર ગ્રન્થોનું સ્પષ્ટ અને સર્વગ્રાહી ટિપ્પણો સહિત સંસ્કરણ વિદ્વાન પાસે કરાવી બહાર પાડવું જોઈએ. તેમના કાવ્યાનુશાસન નામના ગ્રન્થનું-અલંકાર ચૂડામણી અને વિવેક નામની વૃત્તિ સાથેનું વિવર્ય શ્રી રસિકલાલ છોટાલાલ પરીખે ઇતિહાસ સંશોધનવાળી વિસ્તૃત અંગ્રેજી પ્રસ્તાવના સહિત સંસ્કરણ કર્યું છે. તેમાં પ્રોફે. આથવએ અંગ્રેજી ટિપ્પણ આપી અભ્યાસી માટે ઉત્તમ સાધન પૂરું પાડયું છે. તે બે વિદ્વાને અને તેના પ્રકાશક મુંબઈની શ્રી મહાવીર જૈન વિદ્યાલય નામની સંસ્થાને ધન્યવાદ ઘટે છે. તેવું સંસ્કરણ બીજા ગ્રંથે અને ખાસ કરીને તેમનું છાનુશાસન
[અનુસંધાન પણ ૬૦૩]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com