________________
૬૦૦ સુવાસ : ચૈત્ર ૧૯૯૫
મૂકી આ અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ. અત્યારે ઉત્તર હિન્દુસ્તાન-રાજસ્થાનથી માંડી દક્ષિણમાં રાષ્ટ્રફિટ રાજ્યના પ્રદેશ સુધીના ભાગમાં જે અપભ્રંશ સાહિત્ય જડયું છે તે રચવામાં પણ મોટો અંશ જૈનનો છે. પણ હેમચંદ્ર વગેરેએ ઉચ્ચરેલાં ઉદાહરણે જોતાં કેટલુંક સાહિત્ય જનતર થકી પણ રચાએલું હોય તે તે સંભવિત છે. એ સઘળું સાહિત્ય શોધવાને આપણે પ્રબળ પ્રયત્ન કરે જઈએ. કારણ કે અપભ્રંશ સાહિત્ય મૂળ હિંદુસ્તાનના ઉત્તર-દક્ષિણ ‘અપરાન્તનું છે, તથાપિ એના સૌથી વિશેષ ઉત્તરાધિકારીઓ આપણે ગુજરાતી છીએ. આપણે ગુજરાતમાં આવ્યાના ઇતિહાસ ઉપરથી આપણી ભાષાને ઉદ્દભવ– પ્રાચીન આર્યભાષા, પછી સંસ્કૃત, પછી પાલી, પછી શેરસની પ્રાકૃત પછી શરસેની અપભ્રંશ, અને તે ઉપરાંત ગુર્જરોની મૂળ ભાષા દસ્તાની યા પૈશાચીઃ આટલાં તમાંથી થએલે મનાય છે. હવે આ સઘળાં તને પૃથફ કરી આપણી ભાષાના પ્રત્યેક શબ્દની ઉત્પત્તિ આપણું કષમાં આપણે બતાવવી જોઈએ.”
રાજકારણમાં પડયા નથી:-પંડિત શિવદત્તશર્મા કહે છે કે “વળી કુમારપાલના ઈતિહાસમાં એમનું (હેમચન્દ્રસૂરિનું) સ્થાન ચન્દ્રગુપ્ત મૌર્યના રાજયમાં ચાણક્યના જેવું જ રહ્યું એ વાત યથાર્થ લાગતી નથી. તેમના સંબંધી પ્રબંધ તેમજ ગ્રંથમાંથી જે કંઈ મળી આવે છે તે સર્વમાંથી એવું કંઈ પણ ઉપલબ્ધ થતું નથી કે તેમણે રાજકીય ક્ષેત્રમાં સક્રિય ભાગ લીધે હોય એમ જણાય. સિવાય કે કુમારપાલે પિતાના ઉત્તરાધિકારી તરીકે કોણ
ગ્ય થઈ પડશે એ જાતની એક પૂજ્યપુરુષ અને પિતાના ગુરુપદે નિયુક્ત કરેલ આ આચાર્યની સલાહ લીધી હતી અને તે તેમણે આપી હતી. (આ સલાહ બહાર પડયાથી જો કે જૈન સંપ્રદાયને તથા મંદિરોને અપાળના હાથે ખૂબ શેસવું પડયું તે છતાં તે માત્ર સુચનરૂપે હતી, ખટપટરૂપે નહિ.) તેમણે સામાજિક અને સાહિત્યવિષયક પ્રવૃતિમાં અને જૈન ધર્મની ઉન્નતિમાં જ પિતાના જીવનને સવિશેષ ભાગ, ગુરુની આજ્ઞાથી જ, પાટણમાં જ
ગૂજરાતમાં વિતાવ્યો હતો. દારૂબંધી, પ્રાણીક્તલનિષેધ, જુગારનિષેધ, મૃત મનુષ્યોના દ્રવ્યનું રાજ્ય ન લેવું વગેરે અનેક સકલ સમાજને ઉપયોગી કાર્યો રાજ્યદ્વારા પોતાના પ્રભાવથી કરાવ્યાં હતાં. એની અસર ચાલી આવી છે અને હજુ સુધી તેનાં ચિન્હો ગુજરાતમાં વિદ્યમાન છે. જૈન ધર્મની ઉન્નતિમાં મંદિરનું નિર્માપન, દાનશાળાઓની સ્થાપના, દેવદ્રવ્યને ધર્માદા દ્રવ્યનું વ્યવસ્થાપન વગેરે કાર્યો રાજયની સહાયતાથી કરાવ્યાં હતાં. તેમની શક્તિ એટધી બધી હતી કે તે ધર્મને એક અલગ પોતાના નામને પથ સ્થાપી શકત; પણ તેમ કરવામાં કલ્યાણું નથી એટલે તેમ તેમણે કરવાની ઈચ્છી સરખી કીધી નથી અને સર્વે પક્ષના વિદ્વાને આચાર્યો વગેરે સાથે સહકાર યા સમદષ્ટિ સેવેલ છે.
તેમના સંબંધી અવિશ્વસનીય –મારા સ્નેહી મિત્ર પડિત બહેચરદાસ (૧૨-૭-૩૧ના “જૈન” ના અંકમાં) “અંગ્રેજ ઈતિહાસકારોની સત્ય શેધ (!)” નામના લેખમાં જણાવે છે કે “ફારબસ સાહેબે તે હેમાચાર્ય વિષે લખતાં હદ વાળી દીધી છે. તેમણે રાસમાળામાં લખી નાંખ્યું છે કે, હેમાચાર્ય અંત સમયે મુસલમાન થયા હતા, પણ એના પ્રમાણ માટે કશું જ મૂક્યું નથી. સત્તા, સામ્રાજ્ય અને રંગના મદ સિવાય આવું હડહડતું જૂઠાણું કાણુ લખી શકે ? રાસમાળાનું ગૂજરાતી ભાષાંતર તપાસતાં ૨. ઉ. (સ્વ. દિ. બ. રણછોડરામ ઉદયરામ) ની સહી ઉપર હેમાચાર્યની મુસલમાન થવાની કરિપત કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com