________________
શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય
લેખક–હનલાલ દલીચંદ દેશાઈ B. A. L L. B. Advocate--મુંબઈ
કલિસર્વજ્ઞ ! ત્રિકાલ વંદન છે !!! સિદ્ધરાજ કુમાર પ્રતિબધી
મહિમા વધાર્યો જૈન શાસન હૈકલિ. ૧ અમારી–પડહ વજડાવી જતુ
દાન અભય દીધું હેમ સુધન્ય હે-કલિ૦ ૨ ધવલકીર્તિગીત ગાઈ એ હાર ગુજર બાલ થઈ સુપ્રસન્ન હ–કલિ૦ ૩ “કલિકાલસર્વજ્ઞ' એ નામનું ઉત્તમ બિરુદ ધરાવનાર, ગુજરાતની પ્રજામાં શ્રી કુમારપાલ રાજદ્વારા અમારિ-પડિહ વજડાવી માંસાહાર
-મદિરાપાનને દેશવટો અપાવનાર, અખંડઆજન્મ બ્રહ્મચારી, શાસનપ્રભાવક મહાન શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યથી કોણ અપરિચિત છે? જૈન તેમજ જૈનેતર સર્વ શિક્ષિત જગતમાં તેમનું નામ સજીવન, જવલંત અને પ્રસિદ્ધ છે. '
લધુવયદીક્ષા–નૈષ્ઠિક બ્રહ્મચર્ય-દીર્ઘજીવન – ગૂજરાતમાં ધંધુકા નગરમાં સં. ૧૧૪૫ ની કાર્તિક પૂર્ણિમાએ મોઢ વણિકને ત્યાં જન્મ. પ્રભાવક ચરિત્ર અનુસાર બાલકની સવાપાંચ વર્ષની વય થાય છે ત્યાં સં. ૧૧૫ગ્ના માઘ શદિ ૧૪ ને વાર શનિએ ફક્ત એની માતાની આજ્ઞા લઈને ખંભાત લઈ આવી દેવચન્દ્રસૂરિ નામે જૈન આચાર્ય તેમને દીક્ષા આપે છે. તે ચગદેવ મટી સામચંદ્ર બને છે. આ દીક્ષાવય સ્વીકારીએ તે જૈનશાસ્ત્રમાં દીક્ષાનિમિત્ત લઘુતમ વય “જન્મથી આરમ્ભી–કાઈ કહે છે કે ગર્ભથી આરમ્ભી–આઠ વર્ષ પછી” જણાવી છે (જુઓ પ્રવચનસારોદ્ધાર પ્રવૃત્તિ સૂત્ર ૭૯૧), કારણ કે તે પહેલાંની વયવાળાને “બાલ’ ગણી તેને “દીક્ષાચિત’ સ્વીકારવામાં આવેલ નથી, તે ગણતરીએ આ દીક્ષા પણ વજસ્વામીની માફક ‘કાદાચિસ્કી આશ્ચર્યભૂત' અપવાદજનક લેખાય; પણ તે બાલક પછી મહાન વિજયી આચાર્ય થાય છે એટલે “no success like a success”—વિજય જે કોઈ વિજય નથી, એ ન્યાયે આ દીક્ષા સસ્થાને–ચોગ્ય સ્વીકારાય. દીક્ષા દેનાર પણ વિદ્વાન ગ્રંથકાર આચાર્ય હતા. તેમણે પ્ર. ચ. પ્રમાણે માતાના સ્વપ્ન અને દેહલા પરથી, કે તે બાલકના અંગપ્રત્યંગાદિનાં લક્ષણો પરથી સૂચિત મહત્તા તેમાં પારખી હશે ત્યારે જ પિતાને પૂછ્યા વગર વયના શાસ્ત્રમાન્ય ધરણથી પણ ઓછી વયે દીક્ષા આપી હશે.
અન્ય સાધન પરથી જણાય છે કે આઠ કે નવ વર્ષની વયે દીક્ષા અપાઈ હતી. જે તેમ હોય તો જૈનશાસ્ત્રની વયમર્યાદાને લેપ થતા નથી. દીક્ષા આપનાર શાસ્ત્રના જાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com