________________
આચાર્ચ શ્રી હેમચન્દ્રપ૯૧ તે રાજા(કુમારપાલ ), અન્યદા વજશાખામાં મુનિ ચઢનાર કુલમાં ઉત્પન્ન થએલા
આચાર્ય હેમચંદ્રનાં દર્શન કરશે. મેઘનાં દર્શનથી મયૂરની જેમ, તેમનાં થૌલુક્ય, મૂલરાજના અન્વયમાં થયેલા, પરમાત, વિનયવાન કુમારપાલ પૃથ્વીપાલે એક વખતે તે (આચાર્ય હેમચંદ્રને નમન કરી આ પ્રમાણે કહ્યું કે --
“હે સ્વામી! ૧ શિકાર, ૨ જૂગાર, ૩ મદિરા વિગેરે જે કંઈ પણ નારકીના આયુષ્યના નિમિત્તરૂપ છે, તે સર્વ-નિર્નિમિત્ત(નિષ્કારણ ને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના) ઉપકાર કરવાની બુદ્ધિવાળાએવા આપની આજ્ઞાને પ્રાપ્ત કરી મેં પૃથ્વીમાં નિષિદ્ધ કર્યું છે- અટકાવ્યું છે, તથા પુત્ર- હિત મૃત્યુ પામનારનું ધન મેં મૂકી દીધું છે-લેવું બંધ કર્યું છે, તથા અહંઐ(જિન-મંદિર)થી પૃથ્વીને મેં વિભૂષિત કરી છે; એવી રીતે હાલમાં હું સંપ્રનિ(પહેલાં થયેલ જૈનરાજ) જેવો થયો છું.
પહેલાં આપે મહારા પૂર્વજ ભક્તિમાન સિદ્ધરાજ મહારાજની પ્રાર્થનાથી સુંદર વૃત્તિથી સુગમ, તથા અંગે લિંગાનુશાસન, ધાતુપારાયણ વિગેરે) સહિત વ્યાકરણ રચ્યું હતું, અને મારે માટે નિર્મલ યોગશાસ્ત્ર રચ્યું હતું, તથા લોકો માટે પ્રયાશ્રય, છંદ, અલંકાર, નામસંગ્રહ(કેશ) વિગેરે અન્ય શાસ્ત્રો પણ રચ્યાં છે. જો કે લોકો પર ઉપકાર કરવાના કાર્યમાં આપ સ્વયમેવ(પોતાની મેળે જ) સજ્જ છે; તે પણ હું આ પ્રાર્થના કરું છું કે-હારા જેવા મનુષ્યના પરિબધ(પ્રતિબંધ) માટે આપ ૬૩ શલાકાપુરુષો(ઉત્તરેખાને પામેલા પુરુષો)નાં ચરિત્રને પણ પ્રકાશિત કરે.” એ પ્રમાણે તે(કુમારપાલ)ના ઉપરોધ(પ્રેરણા)થી હેમચંદ્રાચાર્યે ધર્મોપદેશરૂપ અદ્વિતીય ફલથી પ્રધાન અને મને હર એવા શલાકાપુરુષોના ઈતિવૃત્ત(ઇતિહાસ)ને વચનોના વિસ્તારમાં સ્થાપે.' એ આશયને સૂચવતાં પચો આ પ્રમાણે છે" जिष्णुश्चेदि-दशाण-मालव-महाराष्ट्रापरान्तान् कुरून्
सिन्धूनन्यतमांश्च दुर्गविषयान् दोर्वीर्यशक्त्या हरिः । चौलुक्यः परमाहतो विनयवान् श्रीमूलराजान्वयी
तं नत्वेति कुमारपालपृथिवीपालोऽब्रवीदेकदा ॥ पापद्धि-चूत-मद्यप्रति किमपि यन्नारकायुनिमित्तं .
तत् सर्व निर्निमित्तोपकृतिकृतधियां प्राप्य युष्माकमाज्ञाम् । स्वामिन् ! उर्ध्या निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथाऽहं
च्चैत्यैरुत्तसिता भूरभवमिति समः सम्प्रतेः सम्प्रतीह ॥ पूर्व पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याच्या
साझ व्याकरणं सुवृत्ति-सुगमं चकुर्भवन्तः पुरा । मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय य द्वयाश्रय
च्छन्दो-ऽलङ्कृति-नामसङ्ग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि । लोकोपकारकरणे स्वयमेव यूयंसज्जाः स्थ यद्यपि तथाप्यमर्थयेऽदः । मादृग्जनस्य परिबोधकृते शलाका पुंसां प्रकाशयत वृत्तमपि त्रिषष्टेः ॥ तस्योपरोधादिति हेमचन्द्राचार्यः शलाकापुरुषेतिवृत्तम् ।
धर्मोपदेशेकफलप्रधानं न्यवीविशच्चारु गिरां प्रपञ्चे ॥" ૧-૨. આ વિશાખા અને ચંદ્રકુલને વિસ્તારથી પરિચય, હેમચંદ્રાચાર્યું પરિશિષ્ટ પર્વમાં આપ્યો છે.
હેમચંદ્રાચાર્ય અતિવિસ્તૃત છત્રીશહજાર લોકપ્રમાણ દસ પર્વવાળા વિષષ્ટિશલાકાપુરષચરિત્ર નામના મહાકાવ્યના અંતમાં પોતાની ગુરુ-પરંપરા દર્શાવતી પ્રશસ્તિ પ્રકાશિત કરી છે. ત્યાં વિશેષમાં કેટિક ગણ, વજૂશાખા અને ચંદ્રગચ્છમાં થયેલા પિતાના સુયશસ્વી પૂર્વજ યશોભદ્રસૂરિ (ગિરનારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com