________________
૫૮૮ સુવાસ : ચૈત્ર ૧૫ અબડે ભરૂચમાં કરાવેલ શકુનિકા-વિહાર નામના મુનિસુવ્રત–પ્રાસાદને ઉદ્ધાર એ વિગેરેમાં તે આચાર્ય શ્રી હેમચંદ્રની શુભ પ્રેરણાઓ હતી-એ આપણે ન ભૂલી શકીએ. કાલ–બલે આજે એનાં સ્મૃતિ-ચિહ્નો પલટાઈ ગયેલા સ્વરૂપમાં હાય-તે પણ તત્કાલીન ઇતિહાસમાં તેના ઉલ્લેખો છે.
જેમના સુજન્મ(નામ ચંગદેવ)થી ધંધૂકાની ધરણી ધન્ય થઈ (વિ. સં. ૧૧૪૫ કી. શુ. ૧૫) માતા પા(ચ)હિણી સાચા ધન્યવાદને પાત્ર થઈ, પિતા ચચ્ચ અને મામા નેમિ નામાંકિત થયા, મોઢ વણિકની જ્ઞાતિ પ્રૌઢ તરીકે પંકાઈ. જેમની પ્રવજ્યા વિ. સં. ૧૧૫૪ નામ સેમચંદ)થી સ્તંભતીર્થ(ખંભાત)ની ભૂમિ ભાગ્યશાલી થઈ. જે સુશિષ્યના સદૂભાવે ગુરુ દેવચંદ્રસૂરિ દેવની જેમ વંદનીય થયા; જેમના સૂરિપદ (વિ. સં. ૧૧૬૬)ને મહેસૂવ કરવાનું માન નાગપુરની જનતાને મળ્યું, જેમનાં પવિત્ર દર્શન કરવાનું અને અમૃત જેવાં મધુર વચને શ્રવણ કરવાનું વિશેષ સંદ્રભાગ્ય-સાંનિધ્ય ગુજરાતની તત્કાલીન રાજધાની (અણહિલવાડ પાટણ)ને પ્રાપ્ત થયું. જેમના દિવગત (વિ. સં. ૧૨૨૯) થવાથી તત્કાલી વૈદુષ્ય આશ્રય-વિહીન થયું, એમ કવિઓએ ઉચ્ચાયું. ગુજરાતના એ સપૂત મહાન વિદ્વાન આચાર્ય શ્રી હેમચંદ્રનું સ્મારક આપણે શું કરી શકીએ ?
જેમના સાહિત્ય-સેવાના અને સદ્ભાવનાના અપૂર્ણ કાર્યને પૂર્ણ કરી નામને દીપાવે તેવા પટ્ટધર પ્રબંધશતકાર મહાકવિ રામચંદ્ર, તેના નાટયદર્પણ-વિવરણ, અને દ્રવ્યાલંકારવૃત્તિમાં સહકાર કરનાર ગુણચંદ્ર, તેમના અનેકાર્થ-કાશને કૈરવાકરકૌમુદીથી વિકસાવનાર મહેન્દ્રસૂરિ, સિદ્ધહેમશબ્દાનુશાસન પર ન્યાસ રચાવનાર ઉદયચંદ્ર, કુમાર પાલ, (જિનધર્મ)પ્રતિબોધ ગ્રંથ શ્રવણ કરનાર વર્ધમાનગણિ, ચંદ્રલેખા-પ્રકરણુકાર દેવચંદ્રમુનિ, અને પ્રતિષ્ઠાદિ કાર્યમાં સહાસ્ય કરનાર યશશ્ચંદ્ર જેવા ગુરુભક્ત વિદ્વાન શિષ્યો ગુજરાતને અર્પણ કરી પરલેક-પ્રવાસી થયા છતાં જેઓ યશદેહે અદ્યાપિ અમર છે.
અજયદેવરાજાના માન્ય રાજનીતિજ્ઞ મંત્રીશ્વર કવિ યશપાલે મેવરાજ-પરાજય નાટક(રચના વિ. સં. ૧૨૩૦-૩૨ ગા. એ. સિ. પ્ર. ) દ્વારા, સેમપ્રભાચાર્યે કુમારપાલપ્રતિબોધ ( રચના વિ. સ. ૧૨૪૧ ગા. એ. સિ. પ્ર.) દ્વારા, પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવકચરિત( રચના વિ. સં. ૧૩૩૪)માં, મેરૂતુંગસૂરિએ પ્રબંધચિંતામણિ( રચના વિ. સં. ૧૩૬૧ )માં, રાજશેખરસૂરિએ પ્રબંધકેશ( રચના વિ. સં. ૧૪૦૫)માં, જયસિંહરિએ કુમારપાલ-ચરિત મહાકાવ્ય (રયના વિ. સં. ૧૮૬૨)માં, જિનમંડન ગણિએ કુમારપાલ-પ્રબંધ ( રચના વિ. સં. ૧૪૯૨)માં, ચારિત્રસુંદરગણિએ કુમારપાલચરિત કાવ્ય( રાયના આશરે વિ. સં. ૧૫૫)માં, તથા દેવપ્રભાણિ, હીરકુશલ, કવિ ઋષભદાસ, કવિ જિનહર્ષ, વિગેરેએ કુમારપાલ-રાસો(રચના વિ. . ૧૬૪૦, ૧૬૭૦, ૧૭૪ર)માં અને બીજા પણ અનેક વિદ્વાનોએ પિતાપિતાના ગ્રંથમાં તથા હેમચંદ્રાચાર્યના ગ્રંથો પર વૃત્તિ, વ્યાખ્યા, અવચૂરિ ટીકા-ટિપ્પની કે અન્ય યોજના કરતાં જેમના જીવનના સુયશ –સુવાસને મનહર વચનપુછપથી સુવાસિત કરી પ્રકાશિત કર્યો છે, પરંતુ આચાર્ય શ્રી હેમચઢે પિતાના ગ્રંથમાં १ 'वैदुष्यं विगताश्रय श्रितवति श्रीहेमचन्द्रे दिवम् ।'
–ગૂર્જરેશ્વર પુરહિત કવિ સંમેશ્વર ૧. વિશેષ માટે લેખકની નલ-વિલાસ નાટક(ગા. એ, સિ.)ની પ્રસ્તાવને જીઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com