________________
આચાર્ય શ્રી હેમચન્દ્ર”૫૮૭ ચાલુક્યવંશને ઇતિહાસમાં અમર કરતા જેમણે ચૌલુક્યવંશ અપૂરનામવાળા દ્વયાશ્રય મહાકાવ્યદ્વારા સમસ્ત શબ્દાનુશાસનને અદ્દભુત રીતે ક્રમશઃ એતિહાસિક કાવ્યમાં ઊતાર્યું અને ચૌલુક્યવંશી (સેલંકી) ગુર્જરેશ્વરના સુયશને વિશ્વ-વિખ્યાત કર્યો. જેમાં લેકનાં મહાકુલકે અને ગાથાઓનાં કુલ રચી ગુજરાતની તત્કાલીકન રાજધાની અણહિલપાટક નગર (પાટણ)ની યશ-પ્રશસ્તિ ઉચ્ચારી છે; ગુજરાતની સમૃદ્ધિ અને વિશિષ્ટતાની ગુણ-ગાથાઓ ગાઈ ગુજરાતની પ્રશસ્ત કીર્તિ વિસ્તારી છે.
અયોગવ્યવહેદ તથા જેના પર મલિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરી વિવૃત્તિ રચી છે, તે અન્યયોગવ્યવચ્છેદ નામે ઓળખાતી પત્રિશિકા જેવી રચેલી વીરસ્તુતિઓમાં તથા વીતરાગ-સ્તોત્રમાં અને મહાદેવસ્તોત્રમાં પણ જેમણે ગંભીર ભાવ ભર્યો છે અને ન્યાયશૈલીથી ઊંચું તત્ત્વજ્ઞાન આપ્યું છે, તથા પ્રમાણમીમાંસાદ્વાર ન્યાય-પરામર્શ કર્યો છે અને અહંન્નીતિ જેવા ગ્રંથદ્વારા રાજદ્વારી દક્ષતા દર્શાવી છે, તે સર્વ લક્ષ્યમાં લેતાં તેમની વિવિધ વિષયક અભુત પ્રતિભા માટે બહુમાન ઊપજે તેવું છે. - જેમની પ્રશંસનીય પ્રબોધશક્તિથી, અને જેમના સચ્ચરિત્ર-પ્રભાવથી ગર્જરેશ્વર ચૌલુક્ય કુમારપાલ, રાજર્ષિ અને પરમાણું નામથી પ્રખ્યાત થયો, પુત્ર વિના મૃત્યુ પામનારન-નિવરાનાં ધનને તજી શક્યો, પ્રાણિ–વધ નિવારનાર-મારિ–વારક(અમારિપ્રવર્તક) થયો અને નરકનાં કારણભૂત મનાતાં શિકાર, જુગાર, મદિરાપાન વિગેરે વ્યસનને દૂર કરાવી વ્યસન-વારક અને ધર્માત્મા તરીકે નામના મેળવી શકો.
જે કૃપાસિંધુના સુમધુર સદુપદેશે અને સદાચરણે તથા સર્વપ્રાણિ-હિતકર શુભ પ્રેરણ ઓથી ગર્જરેશ્વરના વિશાલ સામ્રાજ્યમાં–તેના અધીનના ૧૮ દેશોમાં અભય-દાનની ઉોષણાઓ પ્રકટ થઈ અને અમારિ–પટહે વાગ્યા; જેથી કૃપાપાત્ર અવાચક પશુ-પક્ષી–જાતિ અને જલચર જંતુ-જતિ પણ દૂર કર્મ કરનારાઓના ત્રાસથી મુક્ત થઈ. જેમના પ્રભાવે દિદિગતની અન્ય પ્રજા પણ અહિંસાને ઉચ્ચ આદર્શ શીખી.
સિદ્ધપુરમાં સિદ્ધવિહાર, અણહિલવાડ પાટણમાં રાજ-વિહાર, ત્રિભુવન–વિહાર અને પાટણ, દેવપત્તન, થારાપદ્ર (થરાદ), લાટાપલી(લાડેલ), જાવાલિપુર (જાલેર) વિગેરેમાં અનેક કુમાર-વિહાર (જિનચૈત્ય) દ્વારા ગુજરાતને શણગારવામાં અને ધર્મપ્રેમી બનાવ વામાં જેમની ઉચ્ચ પ્રકારની શુભ પ્રેરણાઓ સફલ થઈ. - કુમારપાલના આદેશથી દંડનાયક અભયે તારંગામાં કરાવેલ અજિત જિનેન્દ્રનું ઊંચું મનહર મંદિર, કુમારપાલને ધર્માચાર્ય હેમચંદ્રાચાર્ય સાથે પરિચય કરાવનાર માન્ય અમાત્ય વાલ્મટે (મહત્તમ બાહડદેવે) વિ સં. ૧૨૧૩માં કરાવેલે શત્રુંજયને ઉદ્ધાર, તથા જેની ઉત્તમતા અને કર્તવ્ય-દક્ષતાની પ્રશસ્તિ રાજ-માન્ય કવીશ્વર સિદ્ધપાલે ઉચ્ચારી હતી, તે સોરઠના અધિપતિ દંડનાયક અબડે(આ) કુમારપાલની આજ્ઞાથી ઉજયંત ગિરનાર) પર સ્ત્રીઓ, બાળકે, વૃદ્ધો અને માંદાઓથી પણ સહેલાઈથી જઈ શકાય તેવી, વીસામા વિગેરે
જનાવાળી કરાવેલી પદ્યા(પાજ-રચના વિ. સં. ૧૨૨૨, ૧૨૨૩), તથા કુંકણાધીશ મહિલ કાજુન પર વિજય મેળવી દક્ષિણને અનુપમ રાજવૈભવ ગુર્જરેશ્વરને ભેટ કરનાર એ જે
१ “तं च मांसं च सुरा च वेश्या पापद्धि-चौर्ये परदार-सेवा ।
एतानि सप्त व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com