________________
સોલંકીયુગ અને જૈન સમાજ
લેખકઃ કેશવલાલ હિં. કામદાર એમ. એ.
શ્રી હેમચન્દ્રાચાર્ય આચાર્યના વખતમાં જેને ગુજરાતના રાષ્ટ્રગટ્ટનમાં કેવું કામ કરી રહ્યા હતા તેને અહીં વિચાર કરવામાં આવ્યો છે. એ વખતના જૈન સમુદાયના મુખ્યત્વે બે વિભાગ પાડી શકાયઃ સાધુવર્ગ અને શ્રાવકવ. પહેલાં હું સાધુવર્ગ લઈશ. અને તેમાં માત્ર સામાન્ય રૂપરેખા આપીશ. અવતરણે, નામ વગેરે તેમાં આપવામાં આવશે નહિ.
એ વખતને જૈન સાધુવર્ગ માત્ર જૈન સમુદાયમાંથી આવતા હેત અને ઘણું સાધુઓ સંસારપક્ષે જૈનેત્તર હતા. પણ સાધુ થયા પછી તેમને ખાસ અધ્યયન કરાવવામાં આવતું. તેઓ વ્યાકરણ, કાવ્ય નાટક વગેરે વાંચતા અને જૈન તથા જૈનેત્તર બધાં સાહિત્યને જોઈ જતા. જૈન આચાર્યોએ પાટણ વગેરે ઠેકાણે ગ્રન્થઆગારે રાખ્યા હતા અને વિદ્વતા પરંપરાએ ચાલતી આવતી તેથી બાળવયના તથા તરુણ અભ્યાસીઓને વિદ્વાન થવામાં ઘણી સરળતા મળી શકતી હતી. જૈન સાધુઓ ચાતુર્માસ ગૂજરાત, કચ્છ, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, માળવદેશ અને મધ હિંદમાં કરતા હતા. તેથી તેમને એ દેશના સમાજના વ્યવહારનું સારું જ્ઞાન મળી શકતું હતું. એ સમાજેની સાથે તેમને નિકટ પરિચય હતું તેથી જૈન સંપ્રદાય સારી રીતે ટકી શકયો હતો, અને જૈનેત્તર સમાજમાંથી પણ તેમને મદદ મળતી હતી. જેન સાધુઓ વિદ્વાન હતા તેથી તેઓ રાજદરબારમાં સારું માન પામતા હતા. અને એ દરબારી વગથી રાજવહીહટમાં તેઓ જૈન સિદ્ધાંતને અનુકૂળ ફેરફારો કરાવી શકતા હતા. એ ફેરફાર લેકિને
ઉપયોગી થાય તેવા હતા. વાવ, કૂવા, સરોવર, જળાશ, ધર્મશાળાઓ, પાંજરાપો , - દવાખાનાં, મંદિરે, વગેરે તૈયાર કરાવવામાં જૈન સાધુવર્ગ અગ્રભાગ લેતા હતા. વારસ વગર મરી જતા લોકોનું ધન ધર્માદાના કામમાં વપરાય તેવો નિયમ કરવા તેઓ રાજાઓને સલાહ આપતા હતા. લેકે નકામી હિંસા ન કરે તથા મદિરા જેવાં વ્યસન ન સેવે તેની તેઓ ખાસ તકેદારી રાખતા હતા. મંદિરને વહીવટ શુદ્ધ રાખવામાં તેઓ ઉત્સુક રહેતા હતા અને ચૈત્યવાસીઓને તેમણે શુદ્ધ બનાવ્યા હતા. જૈન સાધુએ રાજદરબારના તથા લેકેના માનીતા હતા તેથી તેમનામાં કુનેહ, આચાર, વ્યવહારબુદ્ધિ, વકતૃત્વ વગેરે સારી રીતે વિકસી શકયાં હતાં. અને તેમનું ચારિત્ર શુદ્ધ રહી શક્યું હતું.
તે વખતને શ્રાવક્વર્ગ આજના શ્રાવકવર્ગ કરતાં ઘણે ચડિયાતા હતા. તે વખતના શ્રાવકે માત્ર વણિકે નહેતા. મૂર્તિઓની પ્રતિષ્ઠાપનાના લેખ વાંચતાં એટલું ચોક્કસ ફલિત થાય છે કે જૈનેતર અને વણિક સિવાયના બીજા સમુદાયનાં માણસે પણ શ્રાવક-શ્રાવિકાના વર્ગમાં આવી જતાં હતાં, જો કે તેમની સંખ્યા ઘણી ઘેાડી હતી. એ વખતના કેટલાક શ્રાવકે વિદ્વાન હતા. તેઓ વિદ્યાને અને વિદ્વાનોને ઉત્તેજન આપતા હતા. કોઈ કોઈ શ્રાવકે એટલા તે ધનાઢય હતા કે તેમની સંપતિની જે અત્યારે આપણને અમેરિકામાંજ મળી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com