________________
કલિકાલસર્વજ્ઞ
શ્રી જગજીવનદાસ દયાળજી મેદી )
સરિસમ્રાટ ભગવાન હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ કહેવાય છે. વિદ્વાન તરફથી એમને જે એ પદ આપવામાં આવ્યું છે તે સાર્થ છે. સર્વજ્ઞ એટલે સર્વ વસ્તુઓને જાણનાર. કઈ પણ વિષય એમને સંપૂર્ણ રીતે અવગત ન હેય એમ ન બને. કોઈપણ વિષયને વિચાર કરતાં તેનું તલસ્પર્શી જ્ઞાન એમને થઈ જાય. સરસ્વતી એમને પ્રસન્ન હતી અને જાણે સકલ વિદ્યાઓ શીખીને જ જન્મ લીધો હોય તેમ છેક નાનપણથી જ ગુરુ પાસે વિદ્યા ભણતાં ઈસારા માત્રથી જ એ સમજી જતા અને એમ જેતતામાં જ એ સર્વવિદ્યાપારંગત થઈ ગયા હતા, એટલું જ નહિ પણ નવા નવા વિષયો એમને જૂરી આવતા અને તેને યથાસ્થિત ગ્રંથાકારે ગે વતા. સરસ્વતીની પેઠે સર્વ વિષયોમાં એમની ગતિ હતી. સરવતી શબ્દને અર્થ એ થાય છે કે-- : પ્રા: તિ: gવષg થસ્થા: રસ એટલે કે જેની દરેક વિષયમાં ગતિ છે, કોઈ પણ વિષય જેને અજ્ઞાત નથી, તે સરસ્વતી. ૩ ધાતુ ગતિવાચક છે ને તેના ઉપરથી સર શબ્દ ભાવવાચક નામ બનેલું છે તેનો અર્થ ગતિ અથવા વેગ થાય છે. એટલે એ સરસ્વતી શબ્દનો એ અર્થ સાથે કરે છે. ભગવાન હેમચંદ્રાચાર્યની પણ સર્વ વિષયમાં ગતિ હતી અને સરસ્વતીદેવી જેમ સર્વજ્ઞ છે તેમ ભગવાન હેમચંદ્રાચાર્ય પણ સર્વજ ગણાય છે. કલિયુગમાં એવો બીજો કોઈ પુરુષ ઉત્પન્ન થયે નથી તેથી એમને કલિકાલસર્વજ્ઞ કહેવામાં આવે છે તેમાં કંઈજ ખોટું નથી. ભગવાન શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય પણ સર્વજ્ઞ હતા. સાત વર્ષની ઉમ્મરમાં તે વેદ, વેદાંગ, પુરાણ, ઈતિહાસ આદિ સર્વવિદ્યાપારંગત થઈ તેમણે સંન્યસ્ત-દીક્ષા લીધી હતી. પરંતુ તેમણે એકલા અધ્યાત્મ વિષયને જ પોતાને કરી લીધો હતો અને તે વિદ્યામાંજ દિગ્વિજય મેળવ્યો હતો. પરંતુ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે તે ન્યાય, વેદાન્ત, રસ, અલંકાર, કાવ્ય વ્યાકરણ, ઈતિહાસ આદિ સર્વ વિષયોમાં પિતાની બુદ્ધિને વેગ વહેતે મૂકી દીધું છે. એક પણ વિષય આલેચવાનો એમણે બાકી રાખ્યો નથી. અને એ રીતે તે સમયમાં ઉપયોગી સર્વ વિષયોને તેમણે ન્યાય આપે છે. પ્રાકૃત-દેશી ભાષાના બંધારણને પણ તેમણે વિચાર કર્યો છે. અને દેશી નામમાળાને કેશ રો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com