________________
સેપારાના પ્રાચીન અવશેષાની શેાધ - ૧૭૭
..
સત્તાધીશ હશે પરન્તુ તે માટે ઐતિહાસિક પૂરાવા કંઈ જ નથી. જ્યારે સને ૧૮૮૨ માં સદ્દગત ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજીએ આ સ્થળ જોયું ત્યારે તેમને પેાતાના અનુભવ અને જ્ઞાનને આધારે સ્કુરિત થયું કે આ સ્થળે કાઈ પ્રાચીન ૌદ્ધ સ્તૂપ ડટાએલા હશે અને તેથી તેમણે એ વર્ષની ઇસ્ટરની ચાર દિવસની રજાઓમાં ત્યાં મધ્યભાગે ખેાદકામ કરી સફળતાપૂર્વક પ્રાચીનાવશેષોવાળી પેટી શોધી કાઢી અને પેાતાના અનુમાનને સત્યસિદ્ધ કરી ભતાવ્યું.
ડા. ભગવાનલાલ ઇન્દ્રજીએ મેળવેલા આ સ્થળના અવશેષ એ ટેકરીના મધ્યભાગે બંધાએલા પાકા ચણતરવાળા પેાલા ચેરસ થાંભલામાંથી લગભગ ૧૨ પીટની ઊંડાઇમાંથી મળી આવ્યા હતા. એ અવશેષા એક મેાટી પત્થરની ગેાળ પેટીમાં સાચવી રાખેલા હતાઆ પત્થરના ડાબડામાં એક ત્રાંબાને ડાબડે। અને તેની આસપાસ ૮ બૌદ્ધ મૃત હતી તે જુદા જુદા ખેાધિસત્ત્વાની હતી. વચલા ત્રાંબાના ડામડામાં એકની અંદર ખીજી એમ અનુક્રમે ઊતરતા આકારની ચાર-ચાંદી, પાષાણુ, સેાના અને સ્ફટિકની ડાખડી હતી. જેમાંથી સાનાનાં ફૂલ, પાંદડાં અને જુદી જુદી જાતના મણિમુક્તા, એક ગૈતમીપુત્ર સાતકર્ણીને ચાંદીના સિક્કો તથા એક સેનાની ખુદ્દ ભગવાનની મૂર્તી મળી આવી હતી. એ બધી વસ્તુઓ હાલ મુંબઈની રાયલ એશિયાટીક સેાસાયટીના પુસ્તકાલયમાં સુરક્ષિત છે. આ શોધને આધારે પંડિત ભગવાનલાલે અભિપ્રાય દર્શાવ્યા હતા કે આ સ્થળે મૂળ ઈસવીસનની બીજી સદીમાં ઐાદ્ધસ્તૂપ બંધાયા હશે અને લગભગ આઠમી સદીમાં ફરીવાર તેને જીર્ણોદ્ધાર થયા ત્યારે બીજી કેટલીક મૂર્તિએ આદિ મૂળ અવશેષામાં ઉમેરી મધ્યભાગે દાટવામાં આવ્યા હશે.
ઊપર જણાવેલી ડા. ભગવાનલાલ ઈન્દ્રજીની શોધ પછી કાઈએ એ સ્થળે વધુ અન્વેષણ કર્યું ન હતું. લગભગ બે વર્ષ પહેલા મુંબઈમાં સ્થપાયેલા ગુજરાત–સંશાધન મંડળે એ સ્થળની મુલાકાત લીધી અને ત્યાંના પ્રાચીન અવશેષાનું મહત્વ અને તેના અન્વેષણની આવશ્યકતા દર્શાવતું નિવેદન પ્રકાશિત કર્યું હતું, જેમાં પુરાતત્ત્વ ખાતાના અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરી કંઈક સક્રિય પગલા ભરવા વિનંતિ કરવામાં આવી હતી. તે પરથી હાલના ડિરેકટર જનરલ ઓફ આર્કિયાલાજી—રાવબહાદુર કાશીનાથ એન. દીક્ષિત સ્વતઃ એ સ્થળેા જોવા પધાર્યા અને કેટલાંક સ્થળે અન્વેષણ માટે પસંદ કર્યાં અને રીતસરની કાŚવાહી શરૂ થઈ. તેને પરિણામે હાલ તરત તેા ત્રણેક સ્થળ હિંદી સરકારના પ્રાચીન અવશેષ-સંરક્ષણના કાયદા હેઠળ સુરક્ષિત જાહેર કરવામાં આવ્યાં છે અતે વિશેષમાં આ વર્ષે ખરૂડ રાજાના કાટ પર ખાદકામ હાથ ધરવામાં આવ્યું. એ ખેાદકામ એ ખાતાના પશ્ચિમ વિભાગમાં મદદનીશ સુપ્રીન્ટેન્ડેન્ટ મિ. કુરેશી મુહમ્મદ મુનીરની દેખરૂખ નીચે થયું હતું અને તેમાં એમની ઈચ્છાનુસાર સ્થાનિક પ્રિન્સ એફ વેલ્સ મ્યૂ ઝિયમે એમતે સહકાર આપવા માટે આ લેખના લેખકની નિમણૂક કરી હતી. એ કાર્ય જાનેવારીના મધ્યથી ફેબ્રુઆરીના અંત સુધી એટલે લગભગ દોઢ માસ ચાલ્યું અને તેમાં આશરે રૂ. ૨૪૦૦ નું ખર્ચ થયું છે. એ ખનનકાને પરિણામે જે ઐાદ્ધ સ્તૂપનું પંડિત ભગવાનલાલે કલ્પનાચિત્ર દેર્યું હતું તે પ્રત્યક્ષ સ્વરૂપમાં પ્રકાશમાં આવ્યું છે. આ સ્તૂપમાં વપરાયલી ઈંટા ઈસવીસનની શરૂઆતના કાળની છે અને નીચેથી લગભગ ૪ જ઼ીટ સુધીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com