________________
પ૩ર સુવાસ : ફાગુન ૧લ્પ
છેલે કવિની કાવ્યકલાની એક-બે ખૂબીઓ દર્શાવી આ લેખ પૂરો કરીએ. કપટી કૃષ્ણના ઉપર ક્રોધે ભરાયેલી રાધા કાળી વસ્તુમાત્રને ત્યાગ કરે છે, કેમકે કાળી વસ્તુઓમાં એક સરખું કપટ હશે એમ એ માને છે. રાધાના એ નિશ્ચય પાછળ કવિની રમતિયાળ કલ્પના કેવી રસિક અને આહલાદક છે !:
“શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામરંગ જેમાં કાળાશ તે સૌ એક સરખું, સરવમાં કપટ હશે આવું. કસ્તુરીની બીંદી તે કરું નહિ, કાજળ ના આંખમાં આંજાવું.
નિલાંબર કાળી ચુકી ના પહેરું, જમનાનાં નીરમાં ન નહાવું.” માનિની રાધા કૃષ્ણની સાથે અબોલા લે છે. સહેજ વાતમાં વંકાતી રાધાને રીસાતાં વાર શી? કૃષ્ણ વહાલથી એને શશિવદની કહી, ત્યારે એને ઉલટું વાંકુ પડ્યું, અને કૃષ્ણ જોડે અબોલા લીધા! એ વસ્તુ કવિએ કેવી ખૂબીથી રજુ કરી છે !
“હાવાં હું સખી નહિ બોલું રે, કદાપિ નંદકુંવરની સંગે; મુને શશિવદની કહી છે રે, ત્યારની દાઝ લાગી છે અંગે. ચંદ્રબિંબમાં લાંછન છે વળી, રાહુ ગળે ખટમાસે;
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા પૂરણે નિત્ય તે નવ પરકાશે.” - રીસાયલી રાધાને લલિતા ઘણું સમજાવે છે, પણ હઠીલી એની હઠ છોડતી નથી. આખરે પ્રભુ પિતજ એને સરસ રસ્તો શોધી કાઢે છે. એ યુક્તિમાં કવિની રસિકતાની ને કાવ્યકલાની આપણને સુરેખ ઝાંખી થાય છે. કૃષ્ણ પોતે એક સુંદર યુવતીનું રૂપ ધારણ કરી રાધા પાસે આવે છે, અને વાતવાતમાં પિતે કૃષ્ણને જોવા જાય છે એમ જણાવે છે. એ સાંભળી રાધાને ચટપટી થાય છે કે “મુજ કરતાં રૂપે છે રૂડી, દેખતાં લાલ લોભાશે.” એટલે એની સાથે સહીપણાં બાંધી એકબીજાનું વચન પાળવાને કેલ પરસ્પર લે છે, અને પિતે ચતુરાઈ કીધી માની મનમાં ફુલાય છે, ને માગે છે –
શ્યામા કહે સખી માગું, તમો સ્પામ સમીપે ન જાશે;
સખી કહે હું પણ માગું, તમે તે ઉપર મા રીસાશે.” અને પછી પ્રભુ ખરે સ્વરૂપે પ્રગટ થતાં માનિની મનાય છે અને રાધાકૃષ્ણ એક થાય છે.
રાધા પિતાને અડવાની કૃષ્ણને ના પાડે છે, ત્યારે એના ઉત્તરમાં કૃષ્ણ બેવડા સ્પર્શને ઉકેલ કાઢે છે એમાં પણ કવિનું સુંદર કલાકૌશલ્ય દેખાય છે. ગોરી રાધા કૃષ્ણને કહે છે કે “મુજને અડશે મા, આઘા રહે અલબેલો, છેલા અડશે મા.” કેમકે “કહાન કુંવર કાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં.” એના જવાબમાં શ્રીકૃષ્ણ જણાવે છે –
“ તું મુજ અડતાં શ્યામ થઈશ તે હું યમ નહિ થાઉં ગોરે;
ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મેરે તુજ તેરે.” આમ જ્યાં રાધા બહાનું કાઢી એક મિલન અટકાવવા મથે છે, ત્યાં યુક્તિબાજ કૃષ્ણ એનાજ બહાનાથી એને બાંધી બેવડું મિલન મુકરર કરે છે ! એમાં જ કવિની કલ્પનાની ખરેખરી ખૂબી રહેલી છે. કવિના “ચન મનના ઝઘડ” માં પણ કલ્પનાની એવી જ વિલક્ષણતા વ્યક્ત થાય છે, પણ સ્થળસંકોચને લઈ હવે અહીં જ અટકીશું.
- આપણા પ્રાચીન રાસસાહિત્યનું રસદર્શન આ રીતે પૂરું થાય છે. અર્વાચીન રાસસાહિત્યને ભવિષ્યના કઈ અનુકૂળ અવસર પર છોડી વિરમીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com