________________
નાટકિયે
લેખક: ઇ. ન.
(ગયા અંકના પૃ. ૪૦૧ થી ચાલુ ] ઘનશ્યામ બુદ્ધિશાળી હતો. વર્ગમાં તેને નંબર પહેલો રહેતો. પણ રસિક અને તેની મંડળી ત્યાં ય તેને રમકડું ગણું બનાવતાં. રસિકના બધા જોડીદારે ઘનશ્યામને મામા કહીને જ બેલાવતા, અને તે પહેલો નંબર રાખે છે તેને ગુનેહ હોય તેમ તેને “ગેખણિયા, બીકણિયે, બંધ” વગેરે ઉપનામથી નવાજતા.
ઘનશ્યામે એકાદ બે વખત વેણીને શાળામાં થતી પજવણીની વાત કરી જોઈ પણ વેણી તે “તારે પણ તેમના જેવું થવું. તું શા માટે કરે છે?” એટલું કહી તેની વાત ઉડાવી દેતી. - શાળાનું સેશિયલ ગેધરિંગ હતું. ઘનશ્યામના પાઠમાં તેને એક ગાયન ગાવાનું હતું. રસિકનો તો અગ્રભાગ હતું જ. પરંતુ ઘનશ્યામના સુરીલા ગ પ્રેક્ષકવર્ગ એટલે ખુશ થઈ ગયો કે તેમને બીજા કોઈનું “કામ” નજરમાં આવ્યું જ નહીં. ખુરશીની પહેલી હરોળમાં બેઠેલ પ્રતાપરાયને તે માનવામાં પણ મુશ્કેલી પડી કે “ આ ગાનાર ઘનશ્યામ તે વેણીને ભલી-ભોળે-શરમાળ ભાઈ જ હતો ! ”
મેળાવડે પૂરું થયા પછી પ્રતાપરાય સાથે બોલી શકે તેવા દરેક જણે તેને કહ્યું, “રસિકભાઈ તે સારા જ, પણ ઘનશ્યામે તે કમાલ કરી! ગળું તે ઈશ્વરી જ બક્ષિસ જાણે!”
મેળાવડાથી પ્રતાપરાય ખૂબ પ્રસન્ન થયા.
ઘેર આવી તેમણે વેણીને પૂછ્યું, “તે ઘનશ્યામને ગાતાં સાંભળ્યો છે?” પણ પછી તરત જ તેમને ખ્યાલ આવ્યો કે, “એક સાથે ઊછરીને મોટાં થયેલ ભાંડુને આ પ્રશ્ન પૂછાય?” અને તે પિતાના પક્ષની વિચિત્રતા પર હસી પડ્યા.
વેણું પણ હસી પડી.
ઘનશ્યામ અહીં શાંત થઈ ગયો છે. ઘેર તે આખો દિવસ ગાતે જ હોય.” વેણીએ કહ્યું.
એમ કે?” પ્રતાપરાયે પૂછ્યું. “હા.” “ ત્યારે અહીં કેમ તદન શાંત થઈ ગયું છે?” “કોણ જાણે?” “એને અહીં ફાવતું નહીં હોય?”
ના. ના. એમ તો શું, પણ શરમાતો હશે.” વેણી, એને ગળાનું માધુર્ય અજબ છે. ઘેર કેમ કેઈ દી ગાતો નથી?” આ વખતે જ રસિક અને ઘનશ્યામ બહારથી આવ્યા, પ્રતાપરાયે તેમને બેલાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com