________________
આપણું રાસસાહિત્ય પ્રિાચીન પ૩૧ અને અનુપમ એ અલબેલાનું સોહામણું સૌન્દર્ય આલેખતાં કવિ કહે છે –
તું જેને સખી, શેભા સલૂણું શ્યામની. કેટિ કંદર્પ લજાવે એનું મુખડું,
ફીકી પડે છે કળા જામિની–તું જેને ” કોડામણ એ કહૈયાનાં મેહક અંગસૌષ્ઠવ અને આંખનાં છાનાં જાદુ, મીઠી હલક ભરી આ ગરબીમાં કવિ કેવાં મૂર્ત કરે છે! “ કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે;
સોળ ભાંખ મા રે. મંદ હસીને ચિતડું ચોર્યું, કુટિલ કટાક્ષે કાળજ કર્યું; અદપડિયાળી આખે ઝીણું ઝાંખ મા રે.–કામણ નખશીખ રૂ૫ ઘણું રઢિયાળું, લટકું સઘળું કામણગારું;
છાનાં ખંજન રાખે પંકજ પાંખમાં રે –કામણુ કૃષ્ણના સુભગ હલાવણ્ય જેવું જ એની માનીતી વાંસળીનું વર્ણન પણ મનહર અને મનભર છે. વૃંદાવનમાં ઊભા રહી કૃષ્ણ છેડેલી બંસીની અસર અદ્દભુત અને અવર્ણનીય છે. યમુનાનાં નીર ચભી જાય છે. પક્ષીઓ સાદ સાંભળવા સ્થિર બની જાય છે. વાછરડાં પયપાન કરવું છોડી કાન માંડે છે અને ગાયે તો ગાળા તેડી ત્યાં દોડી જાય છે. આમ વાંસળીનાં જાદુથી સારી પ્રકૃતિ ખળભળી ઉઠે છે, ત્યાં કૃષ્ણઘેલી ગોપીઓ બેહાલ બને એમાં શી નવાઈ ! એમનું ભાન ભૂલ્યાનું હાસ્યરસિક ચિત્ર કવિએ સુંદર આલેખ્યું છે –
એકના કરમાં કેળિયે રે, પીતી ચાલી એક નીર;
એક છોરુ રડતાં મેલી ગઈ રે, ચાલી જમનાને તીર.” વાંસળી પ્રતિની સપત્નીભાવે ગેપીની ઉક્તિઓ પણ જીવંત, હદયંગમ અને ભાવભરી છે – “માનીતી તું છે મેહનતણી, હે વાંસલડી;
તું ને વ્હાલમ કરે છે ઘણું વહાલ રે, હે વાંસલડી. પીએ અધરામૃત પિયુતણું હે વાંસલડી;
અમને શોકય સરીખું તું સાલ રે, હે વાંસલડી.” હવે કવિની સંગીતની સિદ્ધહસ્તતાનાં એક-બે દષ્ટાંત જોઈએ. બંસીબટના રસચોકમાંના રાધા અને એની સખીઓના સુભગ ગરબાનું વર્ણન કવિએ જે સુકુમાર શબ્દોમાં અને સુરીલા લયમાં કર્યું છે, તે કવિની સંગીત નિપુણતાની સરસ ઝાંખી કરાવે છે:
“ગરબે રમવાને ગોરી નીસર્યા રે લોલ, રાધિકા રંગીલી અભિરામ ત્રિજવાસિણું રે લેલ તાળી દેતાં વાગે ઝાંઝર ઝૂમખાં રે લોલ,
ગિડ ગડ તામ છુમ છુમ છુમ બાજે ઘુઘરા રે લોલ.” એથી યે અધિક “ચાલ વહેલી અલબેલી યારી રાધે” એ સોરઠ રાગની, તાલની વિકટ આંટીઘૂંટીવાળી ગરબી કવિના સંગીત પરના અનન્ય પ્રભુત્વની પ્રતીતિ કરાવે છે. તબલાના એક ઉસ્તાદ બજવૈયા સાથેની સંગીતસ્પર્ધાને અંગે કવિએ એ ખાસ રચી ગાઈ હતી, અને એના અટપટા તાલમાં ઉસ્તાદ અટવાઈ જતાં વડોદરાની વિરાટ જનતા સમક્ષ કવિએ જવલંત વિજય મેળવ્યો હતછતાં એ ઉસ્તાદની સંગીતનિપુણતાથી ખુશ થઈ આપણું ગુણગ્રાહી કવિએ પિતાના ગળામાંની સેનાની કંઠી એને ભેટ કરી હતી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com