________________
બ્રિટિશ પ્રજાસંધમાં હિંદનું સ્થાન પર સહાય અને આંતરરાષ્ટ્રીય સંજાગોએ એ કૂચને વેગવંતી કરી હતી. ફ્રેંચ સામે યુદ્ધ ખેલી હિંદ અને કેનેડા જીતવામાં આવ્યાં હતાં. સ્પેન પાસેથી છબાસ્ટર અને ડચ પાસેથી કે કોલેની ઝૂંટવી લેવામાં આવ્યાં હતાં. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલાંડ પણ આજ સદીમાં શોધાયાં હતાં. બ્રિટને ટ્રિનિડાડ તથા બીજા વેસ્ટ ઈન્ડીયન ટાપુઓ અમેરીકામાં અને સ્ટેટસ સેટલમેન્ટસ એશિયામાં પણ આ સદીમાંજ જીતેલાં.
ઓગણીસમી સદીમાં બ્રિટિશ સામ્રાજ્યની સત્તા અને મહત્તા જગતભરમાં જમાવી દીધાં. તેને વિસ્તાર પ્રજાએ પ્રજામાં અને ખડખંડમાં થયો. અર્ધ આફ્રિકા ખંડ અને આખા ઓસ્ટ્રેલેશિયા ખંડ પર પણ બ્રિટિશ વાવટા ફરકવા લાગે, ત્રણ સદીમાં બ્રિટન નાનકડા કંગાલ કૃષિ-પ્રધાન દેશમાંથી દિદિગત આણ ફેરવનાર, અનેક દેશો પર શાસન કરનાર, જગતનું અભૂતપૂર્વ, સમર્થ અને સમૃદ્ધ મહાસામ્રાજ્ય બની ગયું.
ન જાને !
મેહન ઠક્કર
[વસંતતિલકા] જ્યારે અનંત ફલકે અણદીઠ પીંછી આલેખી રે' સુભગ મેહક રંગ રેખા, જ્યારે ધરી ક્ષણ ક્ષણે નવતા અપ્રીછી સંધ્યા લસે, અકડું હસી બીજ લેખા,
જ્યારે રહે મઘમઘી શુચિ સોણલાં શાં સોહામણું પરમ પ્રેમળ પારિજાત,
જ્યારે ઝગે તરલ-તારક-તેજ-ભાત મુગ્ધા ઉરે સળકતી પ્રિય સંસ્કૃતિશા!
જ્યારે કિલેલી મધુ સારસ જેડલું યે નીડે પળે, શિશુ ઢળે નિજ માત છે,
જ્યારે સમસ્ત જગ ઝીલતું મેદ છળે, સૌન્દર્ય દિવ્ય ઝમતાં અણુએ અણુએ,
ત્યારે ય રે કમનસીબ હું એક શાને જીરું, વિષાદ ઉરમાં શીદ આ? ન જાને!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com