________________
આપણું રાસસાહિત્ય [પ્રાચીન]
લેખક: પ્રે. ચતુરભાઈ શંકરભાઈ પટેલ
એમ. એ., એલ એલ, બી.
[૩] ગુજરાતમાં ગરબીની હાક વગાડનાર રસરાજવી દયારામનું દર્શન કરતા પહેલાં આપણે કેટલાક છૂટક-ગુટક કવિઓ જોઈ જઈએ. રામભક્ત ભાલણનાં રામબાલચરિત અને કૃષ્ણલીલાનાં પદો ગરબીઓમાં ગણી શકાય એવાં છે, જો કે એ પદો એક સળંગ કૃતિના
અંગ રૂપે હોઈ છૂટક પદો જેટલાં પ્રચલિત નથી થયાં. પંડિત ભાલણનું ધ્યેય છૂટક પદ રચવાનું હતું જ નહિ. એને તે કાદમ્બરી અને નળાખ્યાન જેવાં લાંબાં કાવ્યો સર્જવાં હતાં. તેમ છતાં એને નામે ચાલતું “સાંભળ રે તું સજની મારી, રજની કયાં રમી આવી રે ?” એ રસિક પદ એની રાસસિદ્ધિની પ્રતીતિ કરાવે છે.
કવિશિરોમણિ પ્રેમાનન્દ આદર્શ રસભર્યા આખ્યાને દ્વારા ગુર્જરીને સમૃદ્ધ કરવાને હતા, એટલે એણે પણ ભાલણની માફક ન્હાનાં પદ પર પિતાની લેખિની ચલાવી નથી. બાકી સર્વાંગસુન્દર આખ્યાનને ભવ્ય પ્રાસાદ સર્જનાર એની ઉન્નત પ્રતિભાને સાદા પદને એક લઘુ ખંડ રચે એ રમતવાત હતી. દશમસ્કંધનું મનોહર રાસવર્ણન રાસનું અત્યુત્તમ ઉદાહરણ હાઈ એ વાતની સાક્ષી પૂરશે. સેહામણી શરદમાં ‘સ્વરૂપ શ્યામ, કાટિ કામ ” શ્રીકૃષ્ણ “વામદક્ષિણ સુન્દરી ગોપી સાથ' રસિક રાસ ખેલી રહ્યા છે, “ ઝમક તાલ, બીજબાળ રસાળ ગીત” ગાઈ રહી છે અને ચીર ખસે હસ્તે તાળી દઈ દે' એવી રસમસ્તીમાં રાસ ઔર ચગી રહ્યો છે. એનું ચિત્ર મહાકવિ પ્રેમાનન્દ કેવું જીવંત અને તદ્રુપ આલેખે છે!
“આનન્દ કન્દ, નન્દ-નન્દ, છન્દ રાગ રાગણી, વેણુ વાય, ગીત ગાય, સરલ સહુ સોહામણીઃ
રૂપ સરસ, સોળ વરસ, રમે અંક લઈ લઈ
ગેપાળલાલ, શરદકાળ રમે રાસ થઈ થઈ. ચોરટી કે, ગેરટી કે, શ્યામળી સેહામણુક કે સોહિની, મનમોહિની, કટાક્ષ કીકી કામનીઃ
રાસરમણ, બ્રમણ નમણ, લીલા કહું કઈ કઈ
ગોપાળલાલ, શરદ કાળ, રમે રાસ થેઈ થઈ.” પ્રેમાનન્દની ભ્રમરપચીસી અને દાણલીલા પણ ગરબીના ઉત્તમ નમુના તરીકે ગણી શકાય એમ છે. એ જોતાં કહેવું જોઈએ કે પોતાને વિષે નહિ છતાં એ સિદ્ધહસ્ત સાહિત્યકારે ગૌણ રીતેય ગૌરવભરી ગરબીઓ ગુજરાતને ચરણે ધરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com