________________
૫૨૪
સુવાસ : ફાલ્ગુન ૧૯૯૫
ત્યારબાદ વર્જિનિયામાં થાણું ગેાઠવાયું અને હિંદમાં ઇસ્ટ ઈન્ડીઆ કંપનીદ્રારા કાઠીએ સ્થાપવામાં આવી. સ્પેન અને પોર્ટુગલને પાપની મંજુરીથી મળેલા ઇારા સામે લડનારી સેાળમી સદી પૂરી થઇ અને સત્તરમી સદીએ હેાલાંડ સાથે યુરેપના વેપાર માટે યુદ્ધ ખેલાવ્યાં અને બ્રિટિશ સામ્રજ્યવાદને વધુ વિકાસ થયેા. ન્યુ ફાઉન્ડલેન્ડ, મ્યુડા, ન્યુ ઇંગ્લાંડ, બહામાઝ, જમૈકા, મેરીલેન્ડ, મુંબઈ, મદ્રાસ, વગેરે બ્રિટિશ સામ્રાજ્યવાદના છત્ર હેઠળ આવ્યાં.
..
આ સદીમાં ફ્રાંસે માથું ઊંચકયું હતું. તેણે સૈનિગાલ, સેનિન્ગબીયા, એકેડીયા ( નવાસ્ક્રાશિયા ), પાંડીચેરી, વેસ્ટ ઇન્ડીઝના ઘેાડા ટાપુએ, લુઇસીઆના વગેરે કબજે કરી હરીફ સામ્રાજ્ય સજ્યું હતું.
આ સદી બ્રિટનના આંરિક વહીવટ અને પ્રજાકીય જીસ્સા માટે ઈંગ્લાંડના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. હિંદમાં રાજાને પ્રશ્ન હજી આજેય અણુઉકેલ રહ્યો છે, ત્યારે ઇંગ્લાંડે બ્રિટિશ સમ્રાટની સત્તાઓને નિકાલ લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે કરી દીધેલે. રાજા અને પ્રજા વચ્ચે, રાખએના નિરંકુશ શાસનના ‘દિગ્ધ હક્ક અને પ્રજાના સ્વાતંત્ર્યના જન્મસિદ્ધ હક્ક વચ્ચે અથડામણેા જામી હતી.
""
આ યુગ સ્ટુઅર્ટ રાન્તમેને હતા. ઇંગ્લાંડ અને સ્કેાટલાંડના પહેલા રાજાના વખતમાં રાજાને પાર્લામેટથી સ્વતંત્ર અને કાયદાથી પર બનાવવાની પ્રવૃત્તિ શરૂ થતાં રાષ્ટ્રીય આઝાદી આફતમાં આવી. ઇ. સ. ૧૬૦૪ માં પાર્લામેન્ટે રાજશાસનની જવાબદારીમાં ભાગ લેવાને હક્ક નહેર કર્યાં. રાઘ્ન જેમ્સ પહેલાના મગજમાં શાહી સર્વોપરિતાનું ભૂસું ભરાયું હતું. તેનું શાસન આપખુદ હતું. તેને પ્રાના ટેકાની કિંમતને ખ્યાલ સરખાયે ન હતે. પણ અંગ્રેજ પ્રજા આઝાદી માટે કટિબદ્ધ થયેલી હતી. ઈ. સ. ૧૬૨૧ માં પાર્લામેંટ રાજાના પ્રધાને પર અંકુશ રાખવાના હક્ક ફરીથી નહેર કર્યાં. રેન્ચ પહેલા પ્રજામતને સાત્ત્વન આપવામાં નિષ્ફળ નીવડયા. આ પરિસ્થિતિમાં તેના પુત્ર પહેલા ચાર્લ્સ સામેના બળવા માટે તેનું પેાતાનું રાજસાશન ભૂમિકા રૂપ બન્યું હતું.
ઇ. સ. ૧૬૨૫ માં પહેલા ચાર્લ્સ ગાદીએ બેઠા અને તેણે પ્રશ્નકીય શાસનના સામના કરવા માંડયા, ત્યારે દિવાને આમે, પાર્લમેંટનું બંધારણ ટકાવી રાખવાના અડગ નિર્ણય દાખવ્યેા. અંગ્રેજ પ્રજાએ પાર્લામેંટના સ્વાતંત્ર્યનું રણશીગુ ફૂંકયું; રાજાને તે આપખુદ તંત્રને પ્રત્યેક ક્ષેત્રમાં સામનેા કર્યાં. છેવટે ઇ. સ. ૧૬૪૨માં રાજા રાજ્ય કરે કે પાર્લામેટ રાજ્ય કરે એને નિકાલ લાવનાર આંતર-વિગ્રહ ફાટી નીકળ્યા. પાર્મેટવાદીએને લશ્કરી વિજય થયા અને ઈ. સ. ૧૬૪૯ માં પહેલા ચાર્લ્સને ફ્રાંસી અપાઇ. લેાકશાસનને આ વિજય બ્રિટિશ ઇતિહાસમાં યાદગાર પ્રસંગ બની ગયા છે. ચાર્લ્સનું માથું ઇંગ્લાંડના ભાવિ રાજા માટે એક ચમકાવનારા દૃષ્ટાંત રૂપ બની ગયું છે.
અઢારમી સદીએ બ્રિટિશ સામ્રાજ્યને વેગ વધતાયે જોયા અને અમુક સ્થળે કપાયે જોયે, ઈંગ્લાંડે પેાતાની ભૂમિ પર લેાકરશાસનવાદ માટે યુદ્ધ ખેલ્યું, સ્વાતંત્ર્યની વેદી પર ચાર્લ્સનું માથું હેમ્યું, પણ અમેરિકન કૅલેનીને રાજકારભારમાં પ્રતિનિધિત્વ આપવાની ના પાડી. અમેરિકન કાલાનીએએ બળવા જગાવ્યો અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું. આ ફટકાએ ઈંગ્લાંડના કાન ચમકાવ્યા અને અમેરિકાનું યુનાઈટેડ સ્ટેટસ ખાવા માટે વર્ષો સુધી પસ્તાવા કર્યાં. આ પછડાટ સિવાય ઇંગ્લાંડની સામ્રાજ્યવાદી કૂચ ચાલુ રહી હતી અને કુદરતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com