________________
N
શુભસંગ્રહ-ભાગ પાંચમે હું પણ પાગલપણની પરીક્ષા આપવા જઈ આવ્યા. નહિ નહિ, કિસ્મતની પરીક્ષા આપવા જઈ આવ્યું. પરંતુ અફસોસ! તેમાં નાપાસ થયો. હા, એક વાત અહીં લખવા જેવી છે. તે એ કે, શ્રદ્ધાનંદ ઉપર ગોળી ચલાવતી વેળા હું પાગલ નહતો, પરંતુ મારા નાદાન દોસ્તની શિખામણું પ્રમાણે ચાલવામાં તેમજ પાગલ બનાવવાની પરીક્ષા આપવા ગયો તેમાં હું પાગલ જ બની ગયો હતો. સાબુત મગજવાળ કદી આવું કામ કરવા તૈયાર થાય ખરો ?
કેટલાક દિવસપર્યત પાગલપણને ટૅગ કરવાથી હું પોતે જ મને પાગલ સમજવા લાગ્યા '. મારું મગજ કંઈ કામ કરી શકતું નથી, ઉંધ આવતી નથી, ભયાનક સ્વપ્ન બહુ આવે છે, જાગ્રત અવસ્થામાં પણ ઘણી વાર હું ચમકી ઉઠું છું. મારું હૃદય કંપી ઉઠે છે. શું આ બહિસ્ત મળવાની નિશાનીઓ કહેવાય ?
વળી કંપનીના મેનેજર બીજે પાર્ટ ભજવવાને હુકમ કરે છે, પાગલપણાનો પાર્ટ ઠીક ન ભજવાયો માટે હવે બીજે પાર્ટ ભજવવાનું કહે છે.
“આર્યોએ પોતે જ શ્રદ્ધાનંદનું ખૂન કર્યું હતું, હું રસ્તા ઉપરથી ચાલ્યો જતો હતો, મને ઉપર બોલાવીને મારા હાથમાં બળાત્કારે પીસ્તલ પકડાવી દીધી અને તે પછી પોલીસને બોલાવીને મને ખૂનીતરીકે પકડાવી દીધો.” કોર્ટમાં આવી હકીકત કહેવાની મને સલાહ મળી છે. વળી પણ કહેવું કે, મારા માથા ઉપર એવી રીતનો માર મારવામાં આવ્યો જેથી મારું મગજ ભમી ગયું અને તેથી પોલીસ પાસે મારાથી બોલાઈ જવાયું કે ખૂન મેં કર્યું છે. ઠીક વાત છે. આ સલાહને પણ અમલ કરી જેઉં. પંચ કહે બિલ્લી તે આપણે પણ બિલીજ કહેવું. કદાચ આમ કરવાથી પણ ફાયદો થઈ જાય એ બનવાજોગ છે.
ખેલ ઘણે ભજવ્યું, હવે થોડાજ બાકી છે. મેં તો મુસ્લીમ બિરાદરોને ધણુંય કહ્યું કે, હવે મને કોઈ અભિલાષા નથી. નાહક શામાટે પૈસા બરબાદ કરો છો ? પરંતુ તેઓ માનતા નથી. કહે છે કે “આ કંઈ તમારું અંગત કામ નથી, પણ ઈસ્લામના જીવન-મરણની એ વાત છે. અમે ઈસ્લામપર કુર્બાન થનારાઓની સાથે દાખલો બેસાડવા માગીએ છીએ કે તેની સેવા કરનારા માટે મસલમાનો કેવા કેવા પ્રયત્નો કરે છે; અને રુધિરભરેલા હાથે પકડાવા છતાં તેને કેવી રીતે બચાવી લેવામાં આવે છે !”
આ વાત સાંભળું છું, પણ મને હવે કઈ આશા દેખાતી નથી, જે કાયદો અહીં છે તે જ વિલાયતમાં પણ છે. હા, કેટલાક વધારે દિવસ ઈદગી લંબાશે ખરી, પણ છોકરાંની મા કેટલા દિવસ ખુશાલીના માનવાની ? પણ શું મને એક દિવસ ફાંસી મળશેજ ? હાય ! તેનો વિચાર કરતાં તો મારાં રોમ ખડાં થઈ જાય છે ! એમ તો મરઘીને જીવ જતાં પહેલાં તરફડતી અનેક વાર મેં જોઈ છે, પણ માણસને કેટલો વખત તરફડવું પડતું હશે તેની મને ખબર નથી. હાય ! શું મરઘીના જેવીજ મારી દશા થશે?
જો કે સઘળાને કોઈ ને કોઈ દિવસ મરવાનું તો છે જ, પરંતુ એક વર્ષ–અરે એક સેકન્ડ પણ મને વહેલો શામાટે વિદાય કરવામાં આવે ? શું મારા એકનાજ માથા ઉપર કાગડા બોલે છે ? શું આ સઘળાં સ્નેહીઓને છોડીને ખરેખર મારે જવું જ પડશે ? શું આ દુનિયાને હું ફરીથી જોવા નહિ પામું ? એ દુનિયાના લેકે ! કાતિલને અન્યાય ન કરો ! તેનું મન પણ હમેશાં એકજ પ્રકારનું રહેતું નથી. તેનામાં પણ હર્ષ, શેક, સ્નેહ, ભય આદિ સઘળી લાગણી વસેલી છે અને એ તો કેવળ એક જેશમાં આવીનેજ આ કામ કરી નાખ્યું છે. ખરી રીતે તે હું આ કામ કરવા ઈચ્છતે નહતો. મારા હાથ કેમ પૂજે છે ? મારૂં હદય કેમ વિંધાય છે ? રોકવા છતાં આંસુ ઉભરાઈ આવે છે, કંઈ દેખી શકાતું નથી ! નિત્યોંધ નહિ લખી શકું?
સાંભળ્યું છે કે અજમેર, લહેર વગેરે સ્થળે અનેક હિંદુઓ ઉપર હુમલા કરવામાં આવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com