________________
ખુનીની ભેંધપાથી લાષા નથી. બહિસ્તને દરવાજો મારે માટે ખુલ્લો થઈ ગયો છે અને હાથમાં ફૂલોની માળા લઇને હરે (સ્વર્ગની પરીઓ) ઉભી રહી છે.
એક બાજુ મજહબ માટે શહીદ બનવાની કીર્તિ છે, અને બીજી બાજુ પાગલપણાના ઢોંગથી જાન બચે એમ છે. મિત્રો કહે છે કે, જીંદગી એ એક પ્રકારને લહાવો છે, આ સાચી વાત છે; તે કાંઈ વારંવાર મળતી નથી. મોટા મોટા લીડરો પણ કહી ગયા છે કે, એક વાર પાગલ બની જાઓ. અમે તમારી પાછળ પાણીની માફક પૈસા વાપરીશું. કોની મજાલ છે કે, તમને કાંસી બતાવી શકે? દિવસની રાત અને રાતનો દિવસ બનાવી દે એ તે કાયદાના ડાબા હાથની ખેલ છે. પૈસાથી શું નથી બની શકતું? અમે સમુદ્ર પર પૈસાની પાળ બાંધી દેશે અને પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચી જઈશું. ”
પરંતુ હું તો અંગ્રેજ અધિકારીઓ પાસે પિતાને અપરાધ કબૂલ કરી ચૂક્યો છું. ખુદ પોલીસે મારા હાથમાંથી પિસ્તોલ પડાવી લીધી છે. વળી મારું કામ પિતાની આંખે જોવાવાળા સાક્ષીઓ તૈયાર છે. આવો દશામાં બીજી આશા કેવી રીતે રાખવી ?
વળી મેં એવું પણ સાંભળ્યું છે કે, એક કારને મારીને પણ જે ગાઝીના દિલમાં પિતાને જીવ બચાવવાનો વિચાર પેદા થઈ જાય તે સઘળું પુણ્ય માટીમાં મળી જાય છે. એટલા માટે જાન નહિ પણ શાન બચાવવી જોઇએ. આ બધી ખટપટમાં જાન પણ જાય અને શાન (પુણ્ય) પણ જાય એવું તે નહિ બને ? તે કહે છે કે, જે હું પાગલ સિદ્ધ થઈ શકું, તે જરૂર છૂટી જઈશ અને ધોળે દિવસે ખુલ્લી રીતે સૌની સામે ગોળી ચલાવવી; અને પૂછે તે મેં નથી માર્યો એમ કહેવું એ પાગલાપણાની મોટામાં મોટી સાબીતિ છે; કેમકે કોઇ સાબુત મગજવાળ આદમી આવું કરી શકે જ નહિ. કારણકે તેને માટે પ્રાણથી કોઈ પણ ચીજ વહાલી નથી હોતી; પરંતુ પાગલને નથી હોતો મોતનો વિચાર કે નથી હોતો પિતે શું કરી રહ્યો છે, તેને વિચાર; માટે આપણે તો પાગલ બની જવું એ ઠીક છે. વળી મારે એવું શું કારણ છે કે જેથી અંદગી ગુમાવી દેવાની ઇરછા કરૂં ? મને પણ તે એટલી વહાલી છે કે જેટલી તે બીજાને વહાલી છે. મને પણ કાંટો વાગવાથી જેટલું દુઃખ થાય છે તેટલું જ બીજાને થતું હશે. વળી મને બાળબચ્ચાની સોબત પણ એટલી ગમે છે કે જેટલી બીજાને ગમે. જેમણે મને ફતવા લખી લખીને બતાવ્યા, જેમણે જાત જાતની લાલચ આપીને આ કામ કરવા ઉભે કર્યો અને જેમણે મને પ્રાણ બચાવવાની લાલચ આપીને ફેલાવ્યો, તેઓ સઘળા દુનિયાની મોજ ઉડાવ્યા કરે અને હું કયામત સુધી કબરમાં પડ્યો પડયો સડતો રહું એવું શા માટે કરૂં? જે તેઓ આ કામને ઉત્તમ સમજે છે તે તેમણે પોતે જ કેમ ન કર્યું? કેવળ મને જ બહિસ્તમાં મોકલવાની મહેરબાની કરવાનું શું કારણ? શ્રદ્ધાનંદે મારું શું બગાડયું હતું ? તેણે જેટલું મારું બગાડયું હતું એટલું તો મારા સલાહકારોનું પણ બગાડયું, તે પછી તેઓ જ શા માટે પિસ્તોલ લઈને બહિસ્તમાં જવા માટે બહાર ન પડ્યા? ' સાંભળ્યું છે કે, મારા લખેલા અનેક કાગળો “આરીઆ' લોકોના હાથમાં ગયા છે; એટલુંજ નહિ પણ આ કામ કરવા માટે જે લોકેએ મને ઉશ્કેરીને તૈયાર કર્યો હતો તેમાંના કેટલાકને પત્તો પણ પોલીસને માલમ પડી ગયો છે. એક રીતે આ પણ ઠીક થયું, કારણ કે એકજ વહાણમાં ઘણા મુસાફ થઈ જવાથી ડર પણ ઓછો લાગે છે ત્યારે શું હું પણ હવે સઘળો ભેદ આપી દઉં ? પરંતુ એક બહુ મોટા નેતા એવો અભિપ્રાય આપી ગયા છે કે, મને સરકારી ન્યાયમાં વિશ્વાસ નથી, માટે સરકાર પૂછે તો કંઈ પણ હકીકત કહેવીજ નહિ. તે શું સઘળે ભેદ ઉધાડે ન પાડું ? ખેર, હમણાં તે પાગલપણાનું નાટક કરવું ઠીક પડશે.
ક
*
કઈ બી. એ. થવા માટે અથવા કોઈ વકીલની પરીક્ષા આપવા માટે લાહેર જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com