________________
૧૭.
વિધુરલગ્ન થાય તે પછી વિધવાલગ્ન કેમ નહિ ? છે કે, તે જોતાં જોનારની આંખમાંથી લોહી વરસે. એક કસાઈ જાનવર ઉપર જે જુલ્મ ન ગુજારે તેના કરતાં પણ વધારે જુલમ તેના ઉપર ગુજારવામાં આવે છે અને આવું દુઃખ અને જુહમે થવા છતાં વિધવાને કરવાનું શું શું ? મૂંગે મોઢે સર્વ સહન કરવાનું! પિતાના દિલની ઉની જવાળા કાઢવાનું તેને એક પણ ઠેકાણું હેતું નથી. સમાજ આ બધું જાણે-જુએ છે; છતાં આંખ આડા કાન કરે છે અને પિતાની અઢારમા સૈકાની પદ્ધતિને વળગી રહે છે. આમ હોવાથી વિધવાઓ હિંદુસમાજને શાપ આપે તો તેમાં કંઈ અણછાજતું ન ગણાય.
વૈધવ્ય માટે જોખમદાર કોણ? વિધુરમ થાય તે વિધવાલગ્ન કેમ ન થઈ શકે? ૫૦ વરસની ઉંમરના બબુચક બુદ્દાઓ પિતાની કામવાસનાને વશ થઈ પિતાના ઘરમાં પિતાની બહેન યા દીકરી નાની વયમાં વિધવા થયા છતાં તેની વધવ્ય દશાને બાજુ મૂકી ઘોડે ચઢે છે અને નવી વહુ ઘરમાં લાવવાના પિતાના મનના કોડ પૂરા કરે છે. આવા બબુચકોને એટલો પણ વિચાર નહિ આવતો હોય કે, પિતાનાજ ઘરમાં પોતાની વહુ યા દીકરી વૈધવ્યદશા ઉપર આંસુ સારે છે અને દુઃખમય જીવન ગુજારે છે; તે વખતે નવી વહુ લાવવાના કોડ પૂરા પાડવા તૈયાર થાય છે? અરે ઓ બબુચક બુદ્દાઓ! ઓ મરણમાટે ભેાંય સંઘતા હેવાનો ! એ વિષયી કુતરાઓ! તમને ક્યાં ખ્યાલ છે કે, યુવાન બાળાઓને વૈધવ્યદશામાં મૂકનાર તમેજ છે. તમારા ક્ષણિક સુખની ખાતર આગળ પાછળને વિચાર કર્યાવગર હવસી કુતરાની માફક લગ્ન કરવાને આકર્ષાઓ છે; તે બદલ તમને હજાર વાર ધિક્કાર છે! કસાઈમાં પણ જરાતરા રહેમની છાંટ હોય છે તે પણ તમારામાં નથી. આવા વિધુરીને પિતાની પુત્રી આપનાર માબાપને પણ હજારો શાપ છે. “દીકરી ને ગાય દોરે ત્યાં જાય” એ કહેવતનું અસ્તિત્વ હજી હિંદુસમાજમાં છે તે આ ઉપરથી સાબીત થાય છે. માબાપો પિતાની પુત્રીઓને પૈસાની લાલચે, ઉચ્ચ કુટુંબની લાલચે વા બીજી કોઈ પણ લાલચે વહાલથી ઉછેરી આખરે દુખદરિયામાં હડસેલી મૂકે છે અને પછી બિચારી વિધવા થતાં શિકારી કુતરાઓની માફક તેના ઉપર તરાપ મારીને સંકટ ગુજારવામાં કમર કસે છે. અરે ! એ અંધ માબાપે અને લગ્નમાટે લાલસા કરનારા બબુચક ! વિચાર, આંખ ઉઘાડો અને જુઓ કે, વૈધવ્યપ્રાપ્તિ માટે કોણ જોખમદાર છે! ભેળી બાળાઓને શામાટે ગુન્હેગાર ગણો છો? તમારી ભૂલ કહે કે મનસ્વીપણું કહો, પરંતુ તેને ભોગ તો ભોળી બાળાનેજ થવું પડે છે.
હિંદુસમાજ જાગશે કે? હિંદુસમાજમાં જ્યારે વૃદ્ધલગ્નની પ્રથા હયાતી ભોગવે છે, ત્યારે વિધવાલગ્નની પ્રથા કેમ દાખલ ન કરવી ? વિધવાલની પ્રથા હિંદુસમાજમાં દાખલ થશે તો ઘણાજ ફાયદા થાય તેમ છે અને હિંદુસમાજ ઉપર જે ટીકાઓના હથોડા પડે છે તે અટકશે; વિદેશી લેખિકા મીસ મે જેવીઓને હિંદુસમાજ ઉપર ટીકાઓ કરતાં અટકાવી શકશે; હિંદુસમાજની થતી અધોગતિ અટકાવી શકશે; વિધવાઓને પરધર્મીઓ સાથે લગ્ન કરતાં અટકાવી હિંદુસમાજ ઉપર આવતું કાળું કલંક દૂર કરી શકશો અને બાળહત્યા તથા બ્રણહત્યા અટકાવી શકશે. જે આ પ્રથા દાખલ થશે તો હિંદુસમાજ પિતા ઉપર આવતું કલંક દૂર કરી ઉજજવળ મુખે ફરી શકશે અને વિધવાઓના હજારે આશીર્વાદ મેળવશે.
(તા-૧-૮-૧૯૨૮ ના દૈનિક “હિંદુસ્થાનમાં લેખક:- શ્રી. પુષ્કરરાય કે. દેસાઈ)
S
શુ. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com