________________
૧૮
wwww
શુભસંગ્રહ-ભાગ પાંચમે ५-आजना समाजनां जीवतां मुडदां!
બ્રિટિશ પાસેથી શીખવાને ગુણ
અંગ્રેજી ભાષામાં એક જાણીતા વિદ્વાનનું કથન કહેવતતરીકે વપરાય છે કે “બાયેલાઓ ખરૂં મૃત્યુ આવે તે પહેલાં અનેક વખત મરી ગયેલા હોય છે.” એટલે કે, બાયલા પુરુષોને સાચું મૃત્યુ તો એકજ વખત આવે છે; પરંતુ તે પહેલાં જીવને જ્યારે પણ કશુંક જોખમ વહોરવાનું આવે કે કાંઈક ગંભીર પ્રસંગ ઉભો થાય, ત્યારે તેને ખોટો ભય એટલો બધે લાગી જાય છે કે જેથી તે માણસની દશા લગભગ મરવા જેવી જ બની જાય છે.
જીવતાં મુડદાં આવા ભયભીત રહેનારા ભીરૂ બાયલાઓનો જગતના આરંભથી સર્વ સ્થળે તિરસ્કાર કરવામાં આવે છે અને જગતના અંત સુધી તેનો જનતા તિરસ્કાજ કરશે; તેમ છતાં માનવસમુદાયમાંથી એવી કાયરતા જડમૂળથી ટળી જાય એ માનવું તે મુશ્કેલ છે: સિવાય કે સ્પાર્ટાવાસીઓની માફક પુરુષને જીવવાનો અધિકાર આપવામાં ન આવે, સિવાય કે પ્રાચીન રોમન નાગરીકત્વની માફક નાગરીકત્વની વ્યાખ્યાજ આકરી ઠરાવવામાં ન આવે.
પરંતુ હિંદુસ્થાનની પરિસ્થિતિ તપાસીએ તે એવા કાયર મનુષ્ય કે જેમને વાસ્તવિક રીતે જ જીવતાં મુડદાં ગણું શકાય એવાં ઘણું દેખાય છે અને નજીકના ભવિષ્યમાં એ દુર્ગુણને સહેજમાં નીવારી શકાય તેમ નથી.
બાયલાપણાના પ્રકાર માણસમાં રહેલી બાયલાપણાની કસોટી એકલા શરીરબળ ઉપરથી કાઢી શકાય નહિ. અલબત્ત, માનવીની મરદાઈની અનેક કસોટીઓમાંની શરીરબળની ખીલવણી પણ એક કપટી છે; તોપણું એકલું શરીરબળ ધરાવનાર માણસ મરદજ બની શકે છે, એવું કશું જ નથી. બાયલાપણું એક પ્રકારની બીકમાંથી જન્મે છે અને એવી બીક નિર્માલ્ય, માનવ કડાઓમાંજ હોય એવું કંઈ વિધાન હોઈ શકે નહિ. સાડાછ ફટના કદાવર બાંધાના માણસોમાં પણ એવી બીકને સ્થાન છે અને તેને લીધે તેમનામાં પણ કાયરતા દેખાયા વિના રહેતી નથી. એ કાયરતા અથવા બાયેલા
અનેક જાતના ભયમાંથી જન્મે છે. તે ભય ધાર્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક, એમ ચાર જાતના સામાન્ય રીતે હોય છે. ખાસ ભય માર-હાનિ, પ્રાણદંડ અને લૂંટની ભાવનાની પાછળ રહેલા હોય છે, પરંતુ સામાન્ય વ્યવહારમાં જેણે ભયનો ત્યાગ કરેલો છે તે ખાસ ભય વખતે જરા પણ ય વિના મરદની માફક ગમે તે પ્રસંગમાં ખડે રહી જ શકે એ અનુભવ છે. એટલે ખરી કાયરતા જીવનના સામાન્ય વ્યવહારમાંથી માપવાની હોય છે.
વહેમ અને ધતીંગને ભય ગમે તેવી પ્રચંડ કાયાવાળા અને સાબુત કાંડાબાવડાવાળા શક્તિશાળી માણસને પણ વહેમ અને તેવાંજ બીજા ધતીંગના ભય તરણ કરતાં પણ નિર્માલ્ય બનાવી મૂકે છે.
દાખલાતરીકે ઘણુઓને એવા વહેમે ઘેરી લીધેલા હોય છે કે, માથા ઉપર, કેણી ઉપર કે ગળામાં અમુક મંત્રનું માદળિયું કે તાવીજ રાખીએ તો દુશ્મન કદી હરાવી ન શકે, ભૂતપ્રેત કદી બીવડાવી ન શકે કે કેાઈના જાદુ અથવા જત્રમંત્ર કેઈ પણ રીતે ફાવી ન શકે. એવા માણસે બહુજ જોરાવર હોવા છતાં જે પિલું માદળિયું ચોરાઈ જાય, તૂટી પડે કે મારામારીમાં ખવાઈ જાય તે પેલી વહેમી માન્યતાને લીધે તેની તમામ શક્તિ હણાઈ જાય છે અને તે બાપડો વહેમને લીધે બનેલી પરાશ્રયી વૃત્તિને લીધે બધીજ આત્મશક્તિ ગુમાવીને તદ્દન બાયલેજ બની બેસે છે.
એવી જ રીતે કે દેવીને ભયથી, કોઈ દેવોના ભયથી અથવા તેમના તરફની અંધશ્રદ્ધાને લીધે આવ્યા બની બેસે છે. સોમનાથ ઉપરના હમલા વખતે કેવળ મહાદેવને આશરે બેસી રહીને હારેલાઓએ જે મનેદશા બતાવી, તે આવીજ ધાર્મિક અંધશ્રદ્ધામાંથીજ જન્મેલી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com