________________
૧૨
શુભસંગ્રહ-ભાગ પાંચમો કેળવણુ અપાય છે, તેમ રશિયામાં નીચ વર્ગને પણ કાંઈ કેળવણી ન અપાય તે પર ખાસ ધ્યાન અપાતું હતું. ઝારના વખતના એક પ્રધાને તો કેળવણીને લગતી રાજનીતિમાં એમ ચોખ્ખું જણાવ્યું હતું કે “નાકર, રસઈઆઓ, ધોબીઓ, ઘોડાવાળાઓ ને એવી નીચ જાતના લોકેાનાં છોકરાંઓને તેઓ જે જાતમાં જન્મ્યા હોય તેનીજ કેળવણી તેમને આપવી. વધુ કેળવણી આપવા માટે તેમને ઉત્તેજન આપવું નહિ.” એ બાળકે શીખી રહે ને તેમને તમે પૂછો કે “ઝારના તરફ કેવી ફરજ ધર્મની દૃષ્ટિએ બજાવવી જોઈએ?” તે એ જવાબ આપે કે તેને માટે પ્રાર્થના કરવી, તેની નોકરી કરવી, તેના પર પ્રેમ રાખવો, નિયમસર કર ભરવા” વગેરે.
કેળવણીને હેતુ સોવિયેટ પહેલાં તે એ નિર્ણય કર્યો છે કે, કેળવણીને ધર્મથી જૂદી પાડી દીધી છે. છોકરા-છોકરીઓ ત્યાં ભેગાં ભણે છે, બીનરશિયન કામો પિતાની ભાષાઓની શાળાઓ સ્થાપે એવું ઉત્તેજન અપાય છે. ત્રણથી સાત વર્ષનાં બાળકોને બાળશિક્ષણ અપાય છે. ૮ થી ૧૨ વર્ષનાં બાળકેને પ્રાથમિક શિક્ષણ દેવાય છે, જ્યારે ૧૩ થી ૧૬ વર્ષ સુધીનાં કુમારો માધ્યમિક કેળવણી મેળવે છે. આટલી કેળવણી ફરજિયાતને મફત અપાય છે. તે ઉપરાંત ઉંચી કેળવણી લેવા માટે દરેક જણને હકક રહે છે. રાજ્ય તરફથી કેળવણીને હેતુ નીચે પ્રમાણે આલેખાયો છે –
“ દરેક જણ બળવાન ને મજબુત, ચાલાક ને સાહસિક, વિચાર ને વર્તનમાં સ્વતંત્ર તેમજ અનેક રીતે સંસ્કાર પામેલો થાય અને કામદારવર્ગના હિતમાટે મરી ફીટ-જેથી છેવટે માનવતાનું કલ્યાણ થાય-તે બનાવવો.”
આમ ૩ વર્ષનો બાળક પહેલાં શાળામાં પ્રવેશે છે. તે પહેલાં એ બાળકને તેની માતાના જીવન માટે હેલ્થ ડીપાર્ટમેંટ જવાબદાર રહે છે. કોઈ સ્ત્રી-કામદાર ગર્ભવતી થાય છે તેને બાળક જન્મે તે પહેલાં ત્રણ ચાર માસથી ચાલુ રોજીએ રજા મળે છે તે બાળક જમ્યા પછી મફત તબીબી મદદ મળે છે. આ ઉપરાંત બાળકના જન્મ પછી તે સ્ત્રી કારખાનામાં આવતી થાય તે તેના બાળકને નવડાવવા, દવા-દૂધ પાવા વગેરે માટે તેને દરરોજ અમુક કલાકની રજ મળી શકે છે.
બાળકે માટે રમવાનાં મેદાનો, કિંડરગાટનો, નર્સરી સ્કૂલો તેમજ બીજી ચીજો માટે કામદાર મંડળે ને કારખાનાંઓએ સગવડ કરી આપી છે. બાળકેળવણી અપાતી શાળાઓમાં હાઈજીન, ખોરાક ને ઉંધપર ખાસ ધ્યાન અપાય છે અને એ શાળાઓમાં રમતો શીખવાય છે, વાર્તાઓ કહેવાય છે; સંગીત, કળા ને નાટકનું શિક્ષણ અપાય છે.
આ નાની ઉંમરમાં પણ નાનાં બાળકોમાં સહકારી પદ્ધતિ શીખવાય છે. છેલ્લાં થોડાં -વર્ષોમાં લગભગ ૧૦,૦૦૦ આવાં બાળકો આવું સરસ શિક્ષણ પામ્યાં છે.
કેળવણી માટે કામદાર મંડળે ૧૦ ટકા જેટલો ભાગ આપે છે.
(૨)
રશિયામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એકજ શાળામાં અપાય છે ને તે શાળાનું નામ યુનિફાઈડ લેબર સ્કૂલ” આપવામાં આવે છે. તેમાં પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણના બે વિભાગો હોય છે-ને બનેને અભ્યાસ સાતથી નવ વર્ષ સુધી ચાલે છે. દાખલ થવા માટે તે શાળાઓમાં પરીક્ષા લેવાતી નથી. વર્ષની આખરે પણ પરીક્ષાવિનાજ આખા વરસને અભ્યાસ જોયા પછી વિદ્યાર્થીઓ વર્ગ ચઢે છે. દરેક શાળામાં છોકરા છોકરી સાથેજ ભણે છે. છેડે થોડે વખતે વિદ્યાથીઓની તબીબી પરીક્ષા લેવાય છે ને તે વખતે દરેક બાળકની કે વિદ્યાર્થીની બરાબર વ્યક્તિગત તપાસ થાય છે. તપાસને અંતે બાળક નબળાં માલમ પડે તો તેમને ભારી કામ આપવામાં નથી આવતું. જેમની આંખો નબળી હોય તેમને આગલી બેઠકેપર જગ્યા મળે છે, વિદ્યાર્થીઓને
ણ પ્રયેગે સાથેની જ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com