________________
રશિયામાં કેળવણુને વિકાસ
વિદ્યાથીઓને કારભાર શાળાઓમાં વિદ્યાર્થીઓને કારભાર ચાલે છે. વિદ્યાર્થીઓની અનેક સંસ્થાઓ શાળામાં હોય છે. સહકારી મંડળ, પુસ્તકાલય, રમતગમતની સંસ્થા વગેરે શાળાના કાર્યક્રમમાં પણ વિદ્યાથીએ રસપૂર્વક ભાગ લે છે. સામ્યવાદીઓ વર્ગવિગ્રહમાં માને છે, પણ વિદ્યાર્થીઓ તેમાં ન માને તેની સંભાળ રખાય છે. લેનિનની પત્ની કુસકાય જણાવે છે કે, “રાજ્યને બંધારણ માફક વિદ્યાથીઓની સરકાર હોઈ શકે નહિ; કેમકે બાળકોનાં જીવનમાં વર્ગવિગ્રહને સ્થાન નથી. વર્ગોવિનાના ભાવી સમાજને આદર્શ શાળા હોવી જોઈએ. પરંતુ આ આદર્શ હજી પૂરે પળાતે નથી. શાળામાં પણ વર્ગવિગ્રહ છે.
સહેલગાહ શાળાના વિદ્યાથીઓ છેડે થોડે સમયે સહેલગાહે ઉપડે છે. સંગ્રહસ્થાનમાં, ઐતિહાસિક સ્થળોએ, કલા પ્રદર્શનમાં ને કુદરતી શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને થોડાં થોડાંની ટુકડીમાં.
લઈ જવામાં આવે છે. કેટલીક વાર દૂર દૂરની જગ્યાએ લાંબા ગાળા માટે પણ મુસાફરી. ગોઠવાય છે ને કુંડ પૂરતું ન હોય તે રસ્તામાં કમાઈને તે પૂરું કરવામાં આવે છે.
તે ઉપરાંત આજુબાજુની ઘણી વસ્તુઓને અભ્યાસ કરાવવામાં આવે છે. ખેતીવાડી, ગ્રામ્ય સુખાકારી, સમાજજીવન, સ્થાનિક વેપાર, ગામ કે શહેર વચ્ચેનો સંબંધ, ગામડાની સરકારને વહીવટ, ગામને સુધારવા માટે બધાં જાહેર કાર્યકર્તાઓના સહકારની જરૂર–એને તીવ્ર અભ્યાસ પણ વિદ્યાર્થીઓ કરે તે માટે ખાસ સંભાળ રાખવામાં આવે છે.
ખેરાક, પાચનક્રિયા વગેરે પર દારૂ ને બીજાં કેફી પીણાંની કેવી અસર થાય છે તે બધું પણ બાળકોને સમજાવવામાં આવે છે.
શિક્ષકે આ બધા વિષયો શીખવે તે માટે તેમને લંબાણ સૂચનાઓ આપવામાં આવે છે; પણ સ્થળ ને સમય જેમ અનુકૂળ હોય તેમ તેઓ તે કાર્યક્રમમાં ફેરફાર કરે છે ને વિદ્યાર્થીઓ પણ તેમાં ભાગ લે છે.
વળી, શાળાની આજુબાજુ જે હોય તેની પણ તેમના પર અસર પડે છે. દાખલાતરીકે પાસે કારખાનું હોય તો ત્યાં કેમ કામ થાય છે તે બધું તેમને દેખાડવામાં આવે છે. ભૂગોળ, ગણિત, વિજ્ઞાન વગેરે સર્વે એ રીતે જ શીખવાય છે.
શહેરોમાં તે કેળવણીને પ્રચાર થયો છે, પરંતુ બધાં ગામડાંઓમાં પૂરો પ્રચાર હજી થયો નથી; તોપણ ખેડુતો કેળવણીના પ્રચારમાં ખૂબ રસ લે છે ને કેટલેક ઠેકાણે તો તેમણે જાતે જ શાળાઓ બાંધી છે.
ગામડાના બાળકમાં બુદ્ધિ વધારે હોય છે, વળી, આમ આખી પ્રજા કેળવણી લે છે એટલે એમ જણાયું છે કે, શહેરનાં બાળક કરતાં. ગામડાંનાં બાળકમાં બુદ્ધિ વધારે હોય છે.
એનું કારણ કદાચ એ હેય કે, શાળાની સાથે સાથે કુદરત પાસેથી પણ શિક્ષણ લેવાની ગામડાંઓમાં તક મળે છે.
રશિયાના કેટલાક ભાગમાં ખેડુતો પોતાની જમીનમાંથી પૂરતો જીવનનિર્વાહ મેળવી શકતા નથી ને તેથી તેમને ખેતી સાથે બીજા ધંધાની જરૂર રહે છે, એટલે મોટેભાગે એવાં ખેડુતનાં કુટુંબમાં સ્ત્રીઓ ને બાળક સુદ્ધાં હાથશાળ પર કાપડ વણવાનું કામ કરે છે.
ગામડાંઓમાં કેળવણીને પ્રચાર કેટલો થયો છે, તે માત્ર એક જ વસ્તુ પરથી પણ જણાઈ શકશે-૧૯૧૩ માં રશિયાનાં ગામડાંઓમાં ૨૮૦૦ ટપાલ પેટીઓ હતી, ૧૯૨૬ માં તે વધીને ૬૪૦૦૦ થઈ. આ ઉપરાંત ટ્રાવેલિંગ ટપાલ ઑફીસો વધી પડી તે જૂદી.
આવી ટ્રાવેલિંગ પોસ્ટ ઓફીસે શહેરોમાંથી ગામડાંઓમાં ફરતી અને તેના ડ્રાઇવરો ખેડુતોને કામ લાગે તેવી વસ્તુઓ લાવી આપતા ને તે વેચી ધંધો કરતા. ૧૯૨૩ માં “ખેડુત પત્રિકા નામે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com