________________
રશિયામાં કેળવણીના વિકાસ
૧૧
કેટલીક વાર એક શહેરની જૂદી જૂદી શાળાઓમાં જૂદી જૂદી તે લત્તાને ફાવે તેવી-ભાષાએ મારફત કેળવણી અપાય છે તેાપણુ સ્થાનિક ભાષાએ!ના વિકાસ માટે હમેશાં મહેનત કરવામાં આવે છે. જૂદી પ્રાંતિક ભાષાઓમાં સરકારી છાપાંઓ ને પુસ્તકાની આવૃત્તિ પ્રગટ થાય છે; એટલુંજ નહિ પણ એવી પ્રાંતિક ભાષાએ શિક્ષકા શીખે તે સારૂ તેમને માટે લેનિનગ્રેડ ને મેસ્કામાં ખાસ વર્ગોની સંસ્થા કાઢવામાં આવી છે. એવી હાલ ૪૫ સસ્થાએ છે. મેટી યુનિવર્સિટીએ નાની કામેા માટે ખાસ અભ્યાસવર્ગ રાખે છે. નાની કામેની સંસ્કારિતા વિકાસ પામે એ દૃષ્ટિબિંદુ તેઓ હમેશાં નજર સમક્ષ રાખે છે.
મેાસ્કાના ડેળવણી ખાતાની અમે મુલાકાત લીધી ત્યારે એ પ્રાંતિક ભાષાઓના પ્રાચીન સાહિત્યનાં વિવિધ હસ્તલિખિત લખાણે! અમને બતાવવામાં આવ્યાં. અલબત્ત, અમારાથી એ વાંચી શકાય એમ હતુંજ નહિ.
સેવિયેટ સરકાર પેાતાની કેળવણીની નીતિ કેટલી સરસ રાખે છે તેને એકજ દાખલે! બસ થશે. સાખીરિયામાં ઇ'ટક વિભાગમાં એક નાની તાયફાવાળાઓની કામ રહે છે, જેમનાં બાળકે। સુદ્ધાંની સંખ્યા ગણીએ તે! ૪૦૫ ની છે. તેએ અધકચરી તુર્કી ભાષા ખેાલે છે તે માટે ભાગે શિકાર કરી ગુજરાન ચલાવે છે. આવી નાની કામનાં બાળકા માટે તેમની ભાષામાં કેળવણી આપવાને ખાસ નિશાળ ઉધાડાઈ છે. અલબત્ત, માત્ર શિયાળામાંજ આ શાળા ચાલે છે, કેમકે ઉનાળામાં તે બાળકા પેાતાનાં માબાપ સાથે આસપાસના પ્રદેશમાં ભટકવા માટે ચાલ્યાં જાય છે. બીજી ગીષ્મીસ કરીને એક નાની જાત છે, તેમને માટે પણ ત્રણ નિશાળેા ચાલે છે. એ કામની ભાષામાં ખારાખડી નથી એટલે શીખવતાં મુશ્કેલી પડે છે, પણ ઘેાડા વખતમાં એ મુશ્કેલી ટળી જશે. સેવિયેટ યુનિયનમાં આ ઉપરાંત બીજી અનેક નાની જાતેા છે. પેાલ, યુક્રેનીઅન, લેટીવિયન, ઈસ્થાનિયન, જર્મન, પ્રીન, હીજી, આરમેનિયન, સફેદ રશિયન, સીમેાયડ, એસ્ટીએક, માંગાલિયન, યાકુત, તાર્તાર, શકીર, ટુંગા, મુચ્યત, યુકેગીર, કમાટચડેાલ, ઇસ્કેવીમેા, કીરઘી, હકસીઅન, ચુવાશ, કામી, મરી, કલમકઇ ગુશ, મેાવન, એસીરિયન અને કૅરિયન-પણ આ કંઇ પૂરી યાદી થઇ નથી, બીજી ધણીયે કામેા રહી જાય છે. આ ઉપરથી ખાત્રી થશે કે, રશિયામાં પણ નાની કામેા કેટલી છે.
યુદ્ધની ફિલ્મ્સફી
આ લેખ હું લખી રહ્યો છું એટલામાં છાપાંએ એવી ખબર આપે છે કે, લેનિનગ્રેડના વિજ્ઞાનમદિરે બુદ્ધિસ્ટ સ`સ્કારના અભ્યાસ માટે એક સંસ્થા સ્થાપી છે. એમાં મુદ્દની ફિલ્મ્સીના અભ્યાસ કરાવવામાં આવશે; એટલુજ નહિ પણ એ સંસ્થા મારફત બુદ્ધિસ્ટ સંસ્કારના અભ્યાસ સારૂ આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસ ભરવામાં આવશે.
શિક્ષિકાએ
વળી રશિયન યુનિયનમાં તાર્તાર ને ખશકીર જેવી નાની કેમેામાં સ્ત્રીએ પાઁ પાળતી હતી, પણ હવે સ્ત્રીઓએ પૌ ત્યજ્યેા છે; એટલુંજ નહિ પરંતુ તે કામેાની કેટલીક સ્ત્રીએ શિક્ષિકાએ અને એવુ' તેમને શિક્ષણ અપાય છે.
સેવિયેટની કેળવણીમાં હજી વધારાનું તત્ત્વ એ છે કે, રશિયામાં ખાનગી શાળાઓમાં ખૂબ સરસ શિક્ષણ અપાય છે ને એવુંજ શિક્ષણ સર્વેને અપાય તે માટે પ્રયાસ થાય છે. સારી કેળવણી લેવાના દરેકને હક્ક છે ને તે સર્વેને અપાવીજ જોઇએ. લેનિનની વિધવા ક્રુપ્સકાયા. એ એક ચુનંદી કેળવણીકાર છે તે તે સહકારી ધેારણ મુજબ કેળવણી આપે છે.
ઝારના સમયમાં
ઝારના વખતમાં દેવળમાં રહેનારાં ધર્માંચુસ્ત લેાકેાના હાથમાંજ કેળવણીની લગામ રહેતી; તે તે કેળવણી પણુ કેવી અપાતી હતી ? ઝારને વકાદાર રહેવું, દેવળમાં માનવુ–એ તે એવી જાતની ગુલામી કેળવણી અપાતી. જેમ હિંદમાં સરકારી ફ્રિસા માટે ક્લાર્કા પેદા કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com