________________
સ્પર
શુભસંગ્રહ-ભાગ પાંચમા
ચલાવવામાં તે ઈશ્વરદત્ત અધિકારને અમલ જુએ છે. સમાજમાં સળગી રહેલી આર્થિક અસમાનતાને તે કાઇ અગમ્ય શક્તિએ યાજેલા ન્યાયનાજ પરિપાક લેખે છે.
અને શાળામાં જઇને પણ મુડીવાદની મહત્તા સિવાય તે અન્ય શું શીખે છે ? મહેનતુ માનવસમાજને ચૂસતા મુઠ્ઠીભર મુડીદારાની સપત્તિના સંરક્ષણા પાઠ તેને કહ્યું છે કે “તારે ચેરી ન કરવી.'' સમાજપર સમૃદ્ધિવાનાનેા પ'જો ભીડી રાખવા માટે તેને કામુક આદેશ આપે છે કે મેાટાને માન આપે।.' વ્યવહારમાં ગમે તેવાં અળખામણાં આચરણા કર્યાં હેય તેની યેાગ્યતા સિદ્ધ કરવા માટે પાઠ્ય પુસ્તકા પાકારે છે કે “ઈશ્વર દયાળુ છે, સવારસાંજ તેની સ્તુતિ કરવાથી સઘળાં પાપાના પોટલા દૂર થશે.” પણ આ સઘળાં પાપ, અપરાધ, ચે.રી અને ચશ્મ પેશી આજની અવળી સમાજરચનાનાં સીધાં પરિણામ છે; માટે તેની સામે ખાવા સળગાવવા જોઇએ એમ કાઇ પાઠ્યપુસ્તક શીખ આપે છે? સપત્તિના સદા ઉપર આળસુ મુડીદારાની લીસ અભંગ જાળવવા માટેજ સર્જાયેલી શિક્ષણપદ્ધતિને એવી શીખ કયાંથી પેકાય ? કોઇપણ બાળપાથી એમ નથી ખેાલતી કે દરેક બાલક-પછી તે તાલેવત હાય કે મિસ્કીન હેા -મહેનત કરીતેજ રોટલા રળવા જોઇએ, અથવા તે સમાજમાં સહકાર અને આર્થિક સમાનતા પોષવા માટે પ્રત્યેક માનવની સાથે તેણે સંપત્તિના સર્જનમાં હિરસા આપવા જોઇએ. તનમનની તાકાત એ તા આર્થિક અવસ્થાનું સીધુ પરિણામ છે અને સ'પત્તિની વહેંચણી, શ્રમ અને સમાનતાના પ્રમાણમાં પાડવાથી સમાજના કેટલાયે સડા દૂર થશે.' આમ સમજાવવાની તકલીફ કાઇ પણ શિક્ષણશાસ્ત્રીએ ઉઠાવી છે ?
આંખ સામે ક્ષણે ક્ષણે ઉકળતી આ નક્કર હકીકતા સામેય આપણને વિદ્ય-વિશારદે એમ ઠસાવવા મથે છે કે, કેવળણીમાં વર્ગવિગ્રહ, રાજકારણ કે સ્થાપિત સ્વાર્થી જેવું ક ઇજ નથી. તે પછી શાળાઓમાં અને કૅલેજોમાં રાજાના રક્ષણ માટે ઈશ્વરસ્તુતિએ શામાટે થાય છે ! શા માટે કાઇ દાન દેનારા ધનપતિઓનાં ગુણગાનાના મેાંપાથી ખલકાનાં મનપર ઠંડીવાદની છાપ આંકવાના પ્રકટ પ્રયાસા આચરાય છે ? ખરૂં શ્વેતાં પ્રાથમિક શાળાઓ અને કૅલેજ તથા કિંડરગાન અને મેન્ટેસરીનાં દિશ આ મુડીદાર વર્ગની સ્વાસાધનાનાં સમર્થાં શસ્ત્રો છે. સમાજપુર સત્તાને દોર ચલાવતા એક મુડીદાર અને સામ્રાજ્યવાદીઓને વ. આ આખીયે અવળી શિક્ષણુપતિને પ્રચુર ઉપયાગ પેાતાના હિતપ્રચાર માટે કરે છે. વિશ્વભારતી, ફેલેોશીપ સ્કૂલ અને દક્ષિણામૂર્તિ ભવન જેવી સસ્થાએ આ વર્ગવિગ્રહમાં એકજ છાબડામાં બેસી મુડીવાદને પેખે છે. સરકારની આંખ તળે ચાલતી શિક્ષણસ'સ્થાએ પણ પાઠયપુસ્તક અને પાઠકાદ્રારા રાત્રાજ્યવાદના વાંસા થાડે છે.
બીજી ખાજી આમવને માટે ઉભાં કરવામાં આવેલાં શિક્ષણમદિરામાંની કળવણી, મુડીદ્વાર માલેક! માટે નફા સંર્જનારા અધીન શ્રમજીવીઓ ઉત્પન્ન કરવાનાજ ઉદ્દેશ વે છે. અન્ન આપનાર, પગાર પાઠવનાર, પાલન કરનાર માલેક ઉપર અપૂર્વ વફાદારી રાખવાને ઉપદેશ એ કેળવણી આપે છે. એ શિક્ષણ આર્થિક અને માનસિક ધેારણે શિક્ષિતાના કઇએ વિકાસ સાધતું નથી. એને આખા વ્યૂહજ એ વિકાસના અવરેધમાટે અને પગારદાર ગુલામીના સર્જન માટે ગોઠવાયેા હૈાય છે. મુડીદારા સ્પષ્ટ સમજે છે કે, એકલા પશુબળથી શ્રમજીવીએને ધુણભર લાવી શકાશે નહિ; એટલે મહેનતુ માનવા અને એમનાં બાળકાના માનસપર વફાદાર ગુલામીના સંસ્કારા સ્થાપવાની કાબેલ યેાજના એમણે ખડી કરી છે. એ યેજનામાં ઈશ્વરપ્રણીત આર્થિક અવસ્થાનુ, અધ્યાત્મવાદનું અને માનવના ઉદ્દારક' ધર્મનું તૂત સૌથી સબળ શસ્ત્ર છે. દેવમદિરા અને મહિ એના મઢે। આ મુડીવાદનાં વ્યવસ્થિત સાધના છે. વર્તમાનપત્ર અને વિદ્યાલયેા એનાં અધિક હથિયારા છે. ધર્મ અને ઈશ્વરના ભય નીચે મહેનતુ માનવસમાજ એના અન્નદાતા’ સામે ઉઠતાં થરથરે છે. ‘માતૃદેવો મવ’ ‘ત્રાચાર્યો મ જેવાં અનેક સૂત્રેા એને પાલકપ્રત્યે વફાદારી દાખવવાના આદેશ આપે છે. વસ્તુતઃ એ પાલક પાલક નથી, અન્નદાતા નથી; પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com