________________
૨૫.
શેષણનીતિના સંચા
९८-शोषणनीतिना संचा મુડીવાદે સરજેલી વિષમ સમાજરચનામાં પ્રસરી રહેલી
શિક્ષણ પદ્ધતિની સમાજવાદી સમીક્ષા
શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે, શિક્ષણનું ક્ષેત્ર એકદેશીય વિચારોના પ્રચારથી અલિપ્ત છે. એમાં આ “મતવાદ કે તે “મતવાદને સ્થાન ન હોય. શિક્ષણ તો રાજદ્વારી કે સામાજિક મંતવ્યોના સીમાડાથી વેગળું રહીને વિદ્યાર્થીઓને શક્તિવિકાસનો સંદેશ આપે છે; માટે એમાં સમાજવાદ, સામ્યવાદ, મજુરવાદ કે રાષ્ટ્રવાદનો રંગ નજ પૂરવો જોઈએ, એમ શિક્ષણશાસ્ત્રના નિપુણે દાંડી પીટીને પિકારે છે. અને છતાં, એજ શાસ્ત્રીઓ મૂડીવાદનાં મંતવ્યો પર આખાયે શિક્ષણ શાસ્ત્રનું મંડાણ કરવાનું ચૂકતા નથી. જે સાધનસંપન્ન વર્ગના તેઓ સભ્યો છે, તે જ વર્ગના સ્વાર્થોની ઇમારત તેઓ પ્રાથમિક કેળવણીથી માંડી વિશિષ્ટ શિક્ષણ સુધીનાં સઘળાં ક્ષેત્રમાં ખડી કરે છે. આજની કુલઝપટ કૅલેજે, શાળાઓ, ઉદ્યોગમંદિરો, આથમે, વિદ્યાપીઠ અને વિશ્રામો એકજ અવિચળ મુડીવાદની પ્રેરણાની એ પ્રવૃત્તિ કરે છે, અને ભાવિ નાગરિકોના ઘડતર માટે આ સમાન સમાજરચનાના આદર્શો ઉભા કરે છે; પણ શિષ્ટ વર્ગો’ના સ્વાર્થોનું આ પ્રચારકાર્ય તે રાઘળી સંસ્થાઓમાં વ્યાપક છે, એટલે શિક્ષણશાસ્ત્રીઓની નિષ્ણાત નજરમાં એ માત્ર કેળવણુને સ્વાભાવિક ક્રમ બની રહે છે.
એક હિંદમાંજ નહિ પણ આખી આલમમાં શિક્ષણ પ્રથાઓ આ મુડીવાદના ધોરણેજ ધપે છે. એટલે એ પ્રથાઓનું ઉલ્લંઘન કરતી કોઈ પણ પદ્ધતિ શિષ્ટવર્ગમાંથી સરજાયેલા શિક્ષણશાસ્ત્રીઓની આંખમાં ખુંચે છે. આજથી બે વર્ષ અગાઉ હિંદના એક વિખ્યાત શિક્ષણનિષ્ણાત સજજન લંડનની શિક્ષણશાસ્ત્ર પરિષદમાં પધારેલા. ધનપતિઓના ધોરણે રચેલા શિક્ષણસિદ્ધાંતેથી છલકાતું મગજ લઈ એ વિદ્યાવિશારદ પુરુષ બર્લિન સીધાવ્યા. ત્યાં તેમણે કોઈ શેરીમાં શાળાનાં બાળકને સમાજવાદનાં સૂત્રેથી શોભતા વાવટાસમેત સરઘસમાં કુચ કરતાં અને શ્રમજીવીઓના અધિકારોનું સંચામગીત લલકારતાં દીઠાં. વિદ્યાધિકારીનું કાળજું ફફડી ઉઠયું. વતમાનપત્રના પ્રતિનિધિને મુલાકાત આપતાં તેણે કહ્યું કે “નિર્દોષ બાળકને આ ઉંમરે આવા રાજકારી વિચારોવડે બગાડવાં એ ખરેખર દિલ વિદારનારી વસ્તુ છે. કંઈ નહિ તે પ્રાથમિક કેળવણમાં તે બાળકોને કોઈ પણ પ્રકારના પ્રચારકાર્યથી વેગળાં રાખવાં જોઈએ.'
શિક્ષણશાસ્ત્રીઓની આ સર્વસામાન્ય મનોદશા છે, અને એ મને દશા કેવળ જુઠ્ઠી છે. વસ્તુતઃ બાલમાનસમાં રાજકારણના શિક્ષણનું મંડાણ બાળકની પ્રજ્ઞાશકિતના પ્રારંભ સાથેજ થાય છે.
ત્યારથી જીવનની જરૂરિયાત અને એ સંપાદન કરવાની પ્રાથમિક પદ્ધતિ તે સમજવા માંડે છે, ત્યારથી જ તેનું સામાજિક, આર્થિક અને રાજદ્વારી શિક્ષણ શરૂ થાય છે. તાવંત વર્ગમાં જન્મેલા અને ૨ વર્ગથી નિયંત્રિત એવી રાજસત્તાની શાસનપ્રથા નીચે ઉછરેલો બાળક પ્રારંભથીજ મુડીવાદી શિક્ષણનું સંપાદન કરે છે. એની આસપાસ મુડીવાદની મહત્તા સ્થાપનારાં સાધને એકઠાં મળે છે. ઘરઆંગણે એને અનુચરનાં જૂથ પંપાળે છે, નિશાળમાં એને શિક્ષકે માનથી બદલાવે છે, સમાજમાં એની ચાલાકી ઉપર મુડીવાદનાં વાજીત્રા તારીફ પોકારે છે. અન્ય માનપર અધિકાર સ્થાપવાની, એ માનથી અધિક સગવડો ભોગવવાની, એમનાથી ઉંચેરી માનસિક તાકાત ધરાવવાની અને એ તાકાત ઈશ્વરદત્ત ને પ્રકૃતિપ્રણીત છે એમ સમર્થન કરવાની મને દશા તે શૈશવથીજ સેવે છે. મુડીવાદને મહત્તા આપતા ધર્મગુરુઓ તેને દાનેશ્વરને સુપુત્ર ગણે છે. એના માટે ઉદ્યાન, આનંદગૃહો અને મંદિરોનાં બારણાં હરદમ ખુલ્લાં રહે છે. તેનો માનવંત પિતા અનેક પ્રવૃત્તિઓમાં પૈસા આપી સમાજને શિષ્ટ પુરુષ બને છે, એટલે તે પુત્ર એ સઘળું મુડીવાદનું જ પરિણામ છે એમ સમજે છે. સાધનહીન શ્રમજીવીઓ ઉપર સીતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com